Friday, October 6, 2017

અમાટર (TomTato/Pomato): બે શાકભાજી એક જ છોડમાં!!


શું એક જ છોડમાં બે પ્રકારની શાકભાજી ઉગી શકે ? તમારો જવાબ કદાચ ના માં જ હશે. પરંતુ આવુ બિલ્કુલ નથી. હૉર્ટિકલ્ચર દ્વારા એક છોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેના મૂળમાં બટેકા ઉગ્યા છે અને તેની ડાળીઓમાં ટમેટા ઉગી નીકળ્યા છે. આ છોડને નામ આપવામાં આવ્યું છે  "અમાટર" / "ટોમટેટો" / "પોમેટો"
'આલૂ' અને 'ટમાટર' મળીને બન્યા 'અમાટર'
- જેને ઉગાડવા ઉપર બે પ્રકારના શાકભાજી આપતા છોડનો પાક થઈ શકે

કુદરત અજીબો-ગરીબ કારનામાઓ કરવામાં માહેર છે, પરંતુ કેટલીક વખત તેનાથી પણ વધારે અદભૂત નજારા જોવા મળી જાય છે. મૂળિયામાં બટેકા અને ડાળીમાં ટમેટા કુદરતી રીતે ઉગવા અશક્ય છે, પરંતુ હાર્ટિકલ્ચરે આ અદભૂત કારનામો કરી બતાવ્યો છે. ખાસ વાત એ છે કે છોડ સારો એવો ઉગ્યો છે, અને તેમાં એક જ સમયે બન્ને પ્રકારની શાકભાજી ઉગી નીકળી છે.

હાર્ટિકલ્ચરમાં રસ ધરાવનારા મોહિત ગાડેકર તેમજ સાયન્સ કૉલેજમાં બાયોટેક્નોલોજીની વિદ્યાર્થીની સોનૂ કાંવરે મળીને લાંબા સમય સુધી તેની ઉપર અભ્યાસ કર્યો અને એક દિવસ તેમની મહેનત રંગ લાવી. 

'આલૂ' અને 'ટમાટર' મળીને બન્યા 'અમાટર'
લાંબી પ્રક્રિયા પછી છોડમાં બન્ને શાકભાજી એક સાથે આવી તો જરૂરિયાત ઊભી થઈ તેને એક નવુ નામ આપવાની. નવી પ્રજાતીના આ છોડને હવે બટેકા કે ટમેટાનો છોડ કહેવો ગેરવ્યાજબી થતુ, એટલે તેના ઉપર ચર્ચા-વિચારણા કર્યા બાદ દિમાગમાં આવ્યું 'અમાટર'. આ છોડને અત્યારે એસ.એફ.આર.આઈ સ્થિત પોતાના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. 

હવે 'બી'ની તૈયારી
હૉર્ટિકલ્ચર પછી હવે વારો છે બાયોટેક્નોલોજીનો. જો તેની ઉપર કામ કરવામાં આવે છે તો તે પણ સંભવ છે કે આ છોડવામાંથી એવુ બિયારણ તૈયાર કરવામાં આવે જેને ઉગાડવા ઉપર બે પ્રકારના શાકભાજી આપતા છોડનો પાક થઈ શકે. વિદ્યાર્થી સોનૂ કાંવરેએ જણાવ્યુ કે આ દિશામાં અગાઉ પણ વિજ્ઞાનને કેટલીય સફળતાઓ પ્રાપ્ત થઈ ચુકી છે.

ટહુકો: U.K. ની થોમસન એન્ડ મોર્ગન કંપની જે એક રેપ્યુટેડ કંપની ગણાય છે તેઓએ આ "અમાટર"/"ટોમટેટો"/"પોમેટો" છોડનું અધિકૃત વેચાણ પણ વર્ષ ૨૦૧૩થી શરૂ કરેલું...!!!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...