Thursday, October 26, 2017

આ ઈતિહાસ તો કોઈએ આપણને ભણાવ્યો જ નહીં


ઈસ્લામ ધર્મનો આરંભ સાતમી સદીના આરંભમાં થયો.
આશરે ૧૪૦૦ વર્ષ પહેલાંઈ.સ.૬૩૨માં મોહમ્મંદ પયગંબરનું અવસાન થયું. (જન્મઃ ૫૭૦માં). એ પછી ઈસ્લામિક સૈન્યે પાડોશી દેશોની ભૂમિ કબજે કરી ઈસ્લામનો પ્રચાર ફેલાવવાનું શરૂ કર્યું. ઈ.સ.૬૩૬-૬૩૭માં છ મહિનાની લડાઈ પછી આખું સિરિયા અને પેલેસ્ટાઈનના એક પ્રાંત પર આક્રમણખોરોએ કબજો કરી લીધો. એ પછી ઈરાક-ઈરાન વગેરેનો જેમાં સમાવેશ થતો હતો તે પર્શિયાનો વારો આવ્યો. ઈ.સ.૬૩૭માં એ પણ કબજે કરી લેવાયાં. એ પછીનાં વર્ષોમાં આખેઆખું પર્શિયા હાથમાં આવી ગયું. ઈ.સ.૬૪૩માં ઈસ્લામના આ અનુયાયીઓએ જે પ્રદેશો પર હકુમત જમાવી દીધી હતી તે પ્રદેશોની સરહદો હિન્દુસ્તાનને અડતી થઈ ગઈ હતી. તુર્કી જુબાન જ્યાં વપરાતી તે મોન્ગોલિયાનો અંતરિયાળ પ્રદેશબુખારાતાશ્કંદ અને સમરકંદ વગેરેને ઈ.સ. ૬૫૦માં જીતી લેવાયાં હતાં. પેલી બાજુ ઈ.સ.૬૪૦-૬૪૧માં ઈજિપ્ત પણ હાથમાં આવી ગયું અને આરબ સૈનિકોએ ઉત્તર આફ્રિકાભણી જવા ભૂમધ્ય સુધી કૂચ કરી. સમુદ્ર ઓળંગીને તેઓ ઈ.સ.૭૦૯માં સ્પેન પહોંચ્યા.
આ તમામ પ્રદેશોની માત્ર ભૂમિ પર આ આરબોએ વિજય નહોતો મેળવ્યો. પારકી ભૂમિ પર કબજો જમાવી દીધા પછી ઈસ્લામનો પ્રચાર કરવા માગતા આ આક્રમણખોરોએ બહુ જ આસાનીથી અને ભારે ઝડપથી જે-તે પ્રદેશોની વિવિધ સ્થાનિક પ્રજાની સંસ્કૃતિઓને રગદોળીને એ સૌને ઈસ્લામિક સંસ્કૃતિમાં ભેળવી દીધા. સિરિયનપર્શ્યનતુર્ક વગેરે બધા જ લોકોની ભાષા-સંસ્કૃતિનું અરબીકરણ કરી નાખવામાં આવ્યું. આવું કરવા પાછળની પ્રેરણા આ આક્રમણખોરોને કુર્રાનની કેટલીક ચોકક્સ આયાતોમાંથી મળતી હતી.
આ ઈસ્લામિક આક્રમણખોરોએ ભારતની સરહદ પર સૌ પ્રથમવાર સફળતાપૂર્વક ઘૂસણખોરી કરવા માટે પૂરા ૬૯ વર્ષ સુધી સતત પ્રયત્નો કરવા પડયા. એ પછીની ત્રણ સદી સુધી ઉત્તર તથા ઔપિૃમી હિન્દુસ્તાનમાં તેઓ પગપેસારો કરી શક્યાપણ અહીંની પ્રજાની ભાષાનું-સંસ્કૃતિનું ઈસ્લામિકરણ કરવામાં આ ગાળામાં એમને સરિયામ નિષ્ફળતા જ મળી.
થોડીક વધુ વિગતે આ વાત કરીએ. ઈ.સ.૬૩૪-૬૪૪ દરમ્યાન આરબોએ મહારાષ્ટ્રના થાણા નજીકના દરિયાકાંઠે તેમ જ ગુજરાતમાં ભરૂચ નજીકના દરિયાકાંઠે આક્રમણ કરીને હિન્દુસ્તાનમાં ઘૂસવાની કોશિષ કરી. આ બંને પ્રયત્નોમાં આરબો હારી ગયાએમનું સૈન્ય મોતને ઘાટ ઉતર્યું. સેનાપતિને ઈરાકથી સંદેશો આવ્યો કે હિંદને હવે ભૂલી જાઓ.‘ ચોથા ખલીફા અલીએ ઈ.સ.૬૬૦માં ફરી સૈન્ય મોકલ્યુંઆ વખતે દરિયાઈને બદલે ભૂમિ માર્ગ પસંદ કર્યો. પણ ઈ.સ.૬૬૨ની લડાઈમાં થોડાક સૈનિકોને બાદ કરતાં એ આખેઆખું સૈન્ય લડાઈમાં માર્યું ગયું. ઈસ્લામના પ્રથમ ચાર ખલીફાઓ જીવતે જીવ ક્યારેય હિંદ (કે સિંધ) પર વિજય મેળવવાની ખુશી પામી શક્યા નહીં.
એ પછીના ખલીફાએ હિંદ પર જમીન રસ્તે કુલ છ ચડાઈઓ કરી. આમાંની પ્રથમ પાંચ લડાઈઓના તમામ સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. છઠ્ઠી ચડાઈ વખતેઈ.સ.૬૮૦માં એક નાનકડો પ્રદેશ જીતી શકાયો. પણ એ પછીનાં ૨૮ વર્ષ સુધી આરબોની સિંધ પર ચડાઈ કરવાની કોઈ હિંમત ચાલી નહીં. ઈ.સ.૭૦૮માં નેકસ્ટ ચડાઈ થઈ ત્યારે આરબ લશ્કરના બુરા હાલહવાલ થયા. એ પછી વધુ એક ચડાઈ માટેની પરવાનગી માગવામાં આવી ત્યારે ઈરાકથી ખલીફાએ જવાબ મોકલ્યો કે, ‘આ બાબતો ખૂબ ચિંતા ઉપજાવે એવી છે અને હવે આપણે એનો અંત લાવવો જોઈએ કારણ કે જેટલી વખત લશ્કરને મોકલવામાં આવે છે. એટલી વખત મોટી સંખ્યામાં મુસલમાનો મટે છે. એટલે હવે આ પ્રકારનાં આયોજનો કરવાની કોઈ જરૂર નથી.
પણ ઈ.સ.૭૧૨માં મોહમ્મદ બિન કાસિમના સૈન્યને મોકલવામાં આવ્યું. ઈ.સ.૭૧૩માં એણે સિંધ અન મુલતાનનો પ્રદેશ જીતી લીધો. ત્યારબાદ રાજપુતાનામાં ઉજ્જૈન સુધી અને પિૃમમાં ભરૂચ સુધી ઈસ્લામિક સૈન્ય આગળ વધ્યું. પણ આ આગેકૂચ ક્ષણજીવી નીવડી. ગુજરાતમાં ચૌલુક્યે અને ગ્વાલિયરમાં ગુર્જર રાજાઓએ આ વિદેશી આક્રમણખોરોનો સામનો કરી એમને જડબાતોડ જવાબ આપીને હરાવ્યા. આરબ ઈતિહાસકારોએ હિન્દુસ્તાનના આ રાજાઓ વિશે નોંધ્યું: ઈસ્લામ ધર્મના આના કરતાં વધુ મોટા દુશ્મનો બીજા કોઈ નથી.‘ ઉત્તરમાં આરબોએ પંજાબ અને કશ્મીર સુધી પગપેસારો કરવાનો પ્રયત્ન કર્યા અને અહીં પણ કશ્મીરના રાજા લલિતાદિત્ય યશોધર્મન (ઈ.સ.૭૨૪-૭૬૦)નું સૈન્ય અડીખમ દીવાલ બનીને ઊભું રહી ગયું. આરબોએ પીછે હઠ કરવી પડી.
દસમી સદી સુધીમાં આરબો હિંદ કે સિંધના માત્ર બે નાનકડા ઈલાકા નામે મુલતાન અને મન્સુરા પર કબજો જમાવી શક્યા અને તે પણ એ પ્રદેશો પર હકુમત જમાવ્યા પછી એનું ઈસ્લામિકરણ કરવામાં તો આ ગાળા દરમ્યાન નિષ્ફળ જ રહ્યા.
દસમી સદીનો ગાળો ઈતિહાસનો એ સમયગાળો છે જ્યારે આખી દુનિયામાં સૌથી શક્તિશાળી લશ્કરો આરબો પાસે હતાં અને ભારે પ્રમાણમાં સૌથી આધુનિક હથિયારો પણ એમની જ પાસે હતાં. એમની પ્રચંડ લશ્કરી તાકાતની સામે હિન્દ કે સિંધનાં રાજ્યો તો સાવ મગતરાં જેવાં કહેવાય. આમ છતાં ઈસ્લામિક આક્રમણખોરો આપણા પ્રદેશો પર કબજો જમાવી શક્યા નહીંપોતાનું વર્ચસ્વ સ્થાપી શક્યા નહીં તે દેખાડે છે કે હિન્દુ શાસકો પાસે દુશ્મનોનો સામનો કરવાની કેવી ઉત્તમ વ્યુહરચના હતી અને સાથે હિંદુ પ્રજાનું હિંદુ શાસકોને કેટલું મોટં પીઠબળ હતું જેને કારણે તેઓ દુનિયામાં ઈસ્લામના વધતાં જતાં પ્રભાવને પોતાના પ્રદેશોમાં પ્રવેશતો અટકાવી શક્યા. એક વાત અહીં જણાવવી રસપ્રદ થઈ પડશે કે ઈસ્લામિક આક્રમણખોરો જે પ્રજાઓ સામે લડીને એમના પ્રદેશો પર કબજો જમાવતા એ પ્રજાઓ માટે બે નિયમો બનાવવામાં આવ્યા હતા. એક નિયમ યહૂદી અને ખ્રિસ્તી પ્રજા માટે અને બીજો હિંદુ પ્રજા માટે. યહુદી-ખ્રિસ્તીઓ જો જઝિયાવેરો ભરવા તૈયાર થાય તો જ્યાં ંસુધી જઝિયાવેરો ભરાતો રહે ત્યાં સુધી એને કોઈ રીતે હેરાન કરવામાં આવતાં નહીં. ઈસ્લામના અનુયાયી એવા આક્રમણખોરોને યહૂદી-ખ્રિસ્તી પ્રજા તરફથી કે એ લોકોની સંસ્કૃતિ તરફથી પોતાના ધર્મ માટે કમ્પેરેટિવલી ઓછો ખતરો લાગતોપણ એ ગાળામાં હિંદુઓ માટે જઝિયાવેરો ભરી દેવાનો વિકલ્પ નહોતો (પછી આવ્યો) તે વખતે હિન્દુઓએ ઈસ્લામ અને મોત વચ્ચે પસંદગી કરવી પડતી.

કાં તો કલમા પછીનેવિધિવત્ ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાનો અને પોતાના ધર્મપોતાની સંસ્કૃતિનો ત્યાગ કરવાનો કાં પછી મોતને વ્હાલું કરવાનું. મધ્ય એશિયામાંથી આ જ રીતે મૂર્તિપૂજકોને સફાચટ કરી નાખવામાં આવ્યા હતા. પણ સિંધમાં તેઓ ફાવી શક્યા નહીં. અહીંની હિન્દુ પ્રજાએ મોતના ડરની અવગણના કરીને ઈસ્લામ આપનાવવાની સ્પષ્ટ ના પાડી. આક્રમણખોરોએ સતત ત્રણ દિવસ સુધી હિન્દુઓનો નરસંહાર કર્યોએમનાં મંદિરો તોડી પાડયાંત્યાં મસ્જિદો બનાવવાનું શરૂ કર્યું અને એમની માલમત્તા લૂંટી લીધી. આમ છતાં કોઈ હિંદુ મુસલમાન બનવા તૈયાર થયો નહીં. આને લીધે આરબ આક્રમણખોરો માટે મુસીબત ઊભી થઈ. જે પ્રદેશમાં કોઈ પ્રજા જ બાકી નહીં રહે તે પ્રદેશ જીતીને ફાયદો શુંતમે કોના પર રાજ કરશોકોની મહેનત પર ચરી ખાશોછેવટે એ વિસ્તારમાં મજબૂરીથી હિન્દુઓને એમનાં મંદિરોને ફરીથી બાંધવાની છૂટ આપવામાં આવી અને પૂજારીઓને અગાઉના હિંદુ શાસકો જે રીતનું સલિયાણું આપતા તે જ રીતે ફરી પાછું આપવાનું શરૂ થયું.
ઈસ્લામની તરફદારી કરનારા ઈતિહાસકારો આવી ઘટનાઓને ઈસ્લામ ધર્મ કેટલો ઉદારવાદી છે અને એના શાસકો કેવા ભલા તથા માનવતાવાદી હતા એવું ઠસાવવા માટે વાપરે છે. ઝનૂની અને કટ્ટરવાદી ઈસ્લામિક શાસકોની આ રાજરમત હતી. ઈસ્લામના મૌલવી-મૌલાનાઓ માટે એમનું આ કૃત્ય ધર્મ વિરુધ્ધનું હતું પણ શાસકો જણતા કે રાજકારણમાં હંમેશાં લાંબા ફાયદાઓ માટે ટૂંકા ગાળાના સમાધાનો કરી લેવાના હોય. પછી ભવિષ્યમાં લાગ જોઈને ઘા કરવાનો.
બાબર-હુમાયુંથી લઈને ઓરંગઝેબ બહાદુરશાહ ઝફર સુધીની ૭ કે ૯ પેઢીઓ આપણાને શાળાના ઈતિહાસમાં ગોખાવવામાં આવી. (આપણી પોતાની ૭ કે ૯ પેઢીનાં નામ યાદ હોયકે ન હોયમોગલ રાજાઓનાં નામો તો ગોખવાં જ પડે.) પણ આ લેખમાં જે ઈતિહાસની ઝલક આપવામાં આવી છે તે આપણને ક્યારેય ભણાવવામાં આવ્યો નહીં. આ ઈતિહાસ હંમેશાં આપણાથી ઢંકાયેલો રહ્યો. ઈતિહાસના આ અને આવા બીજાં અનેક પ્રકરણોની માહિતી નથી પેઢીનાં બાળકો સુધી પહોંચે એવાં પાઠયપુસ્તકો તૈયાર કરવાનો વખત આવી પહોંચ્યો છે અને આ કાર્યમાં કઈ કઈ કાળી બિલાડીઓ આડી ઊતરીને અપશુકન કરાવશે એની તમને ખબર છે. શું કામ મારા મોઢેથી બોલાવડાવો છો!
વધુ ફરી ક્યારેક ........
ટહુકો:
મોટાભાગના મુસ્લિમો શાંતિપ્રિય છે કે નહીં તે વાત જ બિલકુલ અપ્રસ્તુત છે કારણકે આજની તારીખે ઈસ્લામ પર ઝનૂની કટ્ટરવાદીઓનું રાજ ચાલે છે અને તેઓ કુરોનમાં જે કહ્યું છે તેને જ અનુસરે છેઃ જે વિધર્મી (કાફિર) ધર્માંતર ન કરે તેને દૂર કરો.
- મેજર જનરલ ગેરી પેટન
(અમેરિકન આર્મીમાં ૩૫ વર્ષ ગાળ્યા પછી નિવૃત્તિ પામી રહેલા પેન્ટાગોનના ઉચ્ચ અધિકારી).

સૌરભ શાહની "સંદેશ"માં લાઉડ માઉથ કોલમ માંથી સંકલિત....

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...