Thursday, November 29, 2018

અનોખી સંગીત સારવાર


એક વાર ઘેઘુર કંઠના માલિક અને સુગમ સંગીતના દિગ્ગજ રાસબિહારી દેસાઈ ગાડીમાં તેમના નિવાસથી વસ્ત્રાપુર ખાતે નવરાત્રી નિમિત્તે શ્રી માતાજીનું સ્તુતિગાન કરવા જઇ રહ્યા હતા. ગાડીમાં ૐકારની શાસ્ત્રીય ધ્વનિ અસર ઉભી કરતી સીડી વાગી રહી હતી.

રાસભાઈ બે જ મિનિટમાં મૌન થઇ ગયા અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચ્યા સુધીમાં તો ધ્યાનસ્થ થઇ ગયા. થોડી ક્ષણો પછી શ્રી માતાજીના સ્થાપન પાસે બિરાજી એમણે એકાદ સ્તુતિગાન કર્યું. પણ આજે આંખમાંથી અશ્રુ વહ્યા કર્યા!! રાસભાઈ ભાવસમાધિના કલાકાર હતા, પણ આજે સૌને આશ્ચર્ય થયું કારણકે રાસભાઈએ શ્રી માને કંઠગાનનો નહિ પણ અશ્રુધારાનો અભિષેક આજે  કરાવ્યો હતો. રાસભાઈ એ કહ્યું, " આજે ગાડીમાં જે સીડી સાંભળી છે એની આ અસર છે!!"

આટલો બધો પ્રભાવ સંગીતનો !! અને એ પણ સિદ્ધહસ્ત દિગ્ગજ કલાકાર પર...સાચે જ જાણવા જેવી વાત પર આજે આપણે આગળ વધી રહયા છીએ. આ જે સીડી રાસભાઈએ ગાડીમાં સાંભળી એ એક નવ સીડીના સેટનો એક ભાગ હતી. આલ્ફા મ્યુઝિકની આવી નવ સીડી એક વિજ્ઞાન કોલેજના પ્રોફેસર અને એમના બે એન્જીનીયર દીકરાઓએ બનાવી છે. જી હા, જેમને સંગીતમાં પાંડિત્ય જરાય નહોતું પણ હા, વિજ્ઞાનની થોડી સુઝબુઝ ખરી! આ પ્રોફેસર વિજ્ઞાનની એક કોલેજમાં 40 વર્ષ સુધી કેમેસ્ટ્રીના પ્રોફેસર રહી ચુક્યા છે. અને ૐકારની દિવ્ય અસર ઉભી કરનાર આ સીડી તેઓએ જ બનાવેલ નવ સીડીમાંથી એક છે જેની દિવ્ય અસર રાસબિહારી દેસાઈ ઉપર જોવા મળી.

આવો હવે આગળ અન્ય એક રોચક પ્રસંગ તરફ આગળ વધીએ,

આ પ્રોફેસરનો જન્મ મુંબઈમાં 1 જૂન, 1943ના રોજ થયો હતો. 4 ધોરણ સુધી મુંબઈ ભણ્યા અને પછી આગળ ભણવા તેઓ આણંદ આવ્યા જ્યાં સેન્ટ ઝેવિયર્સમાં આગળ ભણ્યા. ત્યાંજ સાયન્સ કોલેજમાં તેઓ ભણ્યા. 1965માં  બેચલર ઓફ સાયન્સ થઇ ગયા. આમ તો, નાનપણથી જ તેઓ જાદુના ખેલ અને રહસ્યો જાણવામાં મસ્ત રહેતા હતા. 

આ પ્રોફેસર કોલેજમાં ભણતા હતા ત્યારે એક પ્રસંગ બન્યો, જેને કારણે તેઓ આખી દુનિયામાં વિખ્યાત થઇ ચુક્યા છે. નાનપણથી જ તેઓને જૂની વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ હતો. માળીયે બધું ભેગું કરે રાખતા. એક વાર આવી જ કોઈક વસ્તુ ફાંફાફોળા કરતા કરતા લાકડા કાપવાની એક જૂની કરવત માળીએથી નીચે પડી. અને એમાં એક વિચિત્ર ઝણઝણાટીવાળો અવાજ એમને સંભળાયો. ત્યાર બાદ એમણે એ જ કરવતને ફરીથી ઊંચકી બે પગ વચ્ચે પકડી તેની પાર ફરીથી એક ટકોરો માર્યો, તો સંગીતનો એક સરસ સૂર સંભળાયો!! પછી એકદમ જ્ઞાત થયું કે અરે આમ તો સંગીતના ઘણાં સૂર છુપાયેલા છે!! ત્યારથી એક લાકડા કાપવાની કરવતમાંથી સૂરો કાઢવાની એમની યાત્રા શરૂ થઇ અને ઈ.સ. 2000માં એને મૂર્તિમંત સ્વરૂપ પણ આપી દીધુ.

શરૂઆતમાં કોલેજથી સાંજે ઘરે આવીને કરવત લઇ તેઓ જાતજાતના અવ્વાજ કાઢવા બેસી જાય. ભિન્ન ભિન્ન રીતે પ્રયોગો કરે એટલે ઘરના બધા સભ્યો સ્વાભાવિક જ આ અવાજથી હેરાન થાય. એટલે પ્રોફેસર ઉપાડે બધો સમાન અને પહોંચે ખેતર વચ્ચે. આમ અથાગ પ્રયત્નો બાદ એક નોખું વાજિંત્ર વિકસ્યું જેનું નામ પણ એમણે આપ્યું!! એ પછી જોઈએ! વાંચો એ પહેલા અન્ય એક રોચક પ્રસંગ!!

વર્ષ 2003ની વાત છે. કેલિફોર્નિયા, USAમાં IMSA (international musical saw competition) પ્રતિયોગિતામાં એમને ભાગ લેવાનું આમંત્રણ મળ્યું. તેના રિયાઝ માટે સવાર ને સાંજ એક-એક કલાક કલાક ઘરના બગીચામાં એ કરવત વગાડવા બેસી જાય. થોડા સમય બાદ અવલોકન કરતાં માલુમ પડ્યું કે આ સંગીત કે ધ્વનિની અસરને લીધે હોય કે ખબર નહિ પણ ઘરની વાડીમાં જ્યાં એ રિયાઝ કરતા તેની આજુબાજુના રીંગણાના છોડ 9 ફૂટ, તુવેર સિંગના છોડ 14 ફૂટ અને લેમન ગ્રાસ 9 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા!! જયારે વાડીના અન્ય દૂરના છોડ માત્ર 3 ફૂટના હતાં !! સ્વાભાવિક રીતેજ ધ્યાન ખેંચાય એવું આ પરિવર્તન હતું!! અને વિજ્ઞાની જીવ એટલે મંડ્યા આગળ રિસર્ચ કરવા!!! સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગરના ભૌતિકશાસ્ત્રના ટેક્નિકલ ડાયરેક્ટર શ્રી લાલ ઝાનો સંપર્ક કરી અને ભૌતિકશાસ્ત્રના જ પ્રોફેસર ડો. એસ. જી. પટેલના માર્ગદર્શન હેઠળ પોતાની વાતને સંશોધન રૂપે ચકાસવાની શરૂઆત કરી. અને આ જ પ્રયોગ રિપીટ કર્યો. પણ આ વખતે કોમ્પ્યુટરાઇઝડ ઓસિલોસ્કોપ (OSCILLOSCOPE)માં તેઓ દ્વારા ઉત્પન્ન થતા સંગીતના ધ્વનિ તરંગો, ધ્વનિ દબાણ, ધ્વનિ ઉર્જા, ધ્વનિ તરંગોના પ્રકાર વિગેરેનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવ્યો. એ જ અસરનું ફરીથી નિરૂપણ થયું. અને જાણવા મળ્યું કે આ ધ્વનિ તરંગો એ આપણે જે સાંભળી શકીયે છીઍ એવા જ ધ્વનિક્ષેત્રમાં છે પણ તેની ઉર્જા અન્ય સંગીત વાદ્યથી ઉદભવતા ધ્વનિ કરતા 25 ગણી વધુ છે !! અને ધ્વનિ દબાણ 70 ડેસિબલ જેટલું અસામાન્ય છે. આ વાદ્યમાંથી આલ્ફા તરંગો કે જે આપણે સાંભળી શકતા નથી એ પણ નીકળે છે. 
આલ્ફા તરંગોના આ યુનિક રિસર્ચથી પ્રોફેસરની દિશા જ બદલાઈ ગઈ. વિજ્ઞાનના અનુસ્નાતક અને ડોક્ટરેટ થયેલા પ્રાધ્યાપક એટલે પોતે હજુ વધુ સંશોધનરત થયા. અને વિચાર્યું કે વનસ્પતિ જેવા જીવ પર જો આ વાદ્યની અસર થતી હોય તો મનુષ્ય પર કેમ નહી ?  મનુષ્યના મગજ પર પણ કેમ નહી ? અને શરુ થયો પ્રોજેક્ટ મ્યુઝિક થેરાપીનો, ડો. લાલ ઝાના માર્ગદર્શન હેઠળ !! જેમાં એમણે એવું મશીન વિકસાવ્યું કે જે કાન ઉપર આલ્ફા તરંગો, કપાળમાં આલ્ફા પલ્સ, અને આંખો પાર વિઝયુઅલ ઇફેક્ટ જેવી નિયંત્રિત અસરો ઉભી કરી શકે છે. અને આ ત્રણ અસરો મગજના તરંગોને આલ્ફા ક્ષેત્રમાં લાવવા મદદ કરે છે એટલે જે-તે દર્દી તરત જ આરામદાયક સ્થતિનો એટલે કે તણાવરહિત સ્થિતનો, જો એને દર્દ હોય તો દર્દશામક પરિસ્થિતિનો સુખદ અનુભવ કરે છે.  છે ને આશ્ચર્યજનક શોધ...!! અને હા આ બધું જ આપણા ગુજરાતી અને ગુજરાતમાં જ થયું છે જેની પુરી દુનિયામાં હવે નોંધ પણ લેવાઈ ચુકી છે. ગિનેસબૂકમાં પણ એમનું આગવી શોધમાં નામ રજીસ્ટર થઇ શુંકયુ છે. અને કેટલાય પરિસંવાદો, સેમિનાર, પ્રાયોગિક શિબિરોમાં વાદ્યના જીવંત ડેમોન્સ્ટ્રેશન/ઉદાહરણો પણ તેઓએ રજુ કર્યા છે. 
પ્રોફેસરને સમજાઈ ચૂક્યું હતું કે, તેમનું આ વાદ્યમશીન ધ્વનિતરંગોને ધ્વનિ પલ્સમાં ફેરવે છે અને તેની સાથે વિશેષ ઇલેક્ટ્રોડ જોડીને કોણી-સાંધા-કમર-ખભા વિગેરે દર્દીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં એને પસાર કરતા ત્યાંના સ્નાયુ અને વાહિનીઓ ખેંચાય છે અથવા તો સ્ટિમ્યુલેટ થાય છે. જેનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને દુઃખાવો  દૂર થાય છે. અમદાવાદના આપણા અગ્રગણ્ય નામાંકિત ન્યુરોફિઝિશિયન ડો. સુધીર શાહે પોતાના દર્દી પર આ પ્રયોગ બે વર્ષ કરી પોઝિટિવ પરિણામ પણ મેળવ્યા અને પ્રોફેસરની પીઠ પણ થાબડી છે.  આઈ આઈ એમ, અમદાવાદમાં પણ તેમનું આ વાદ્ય વાગી ચૂક્યું છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ તેમને સ્થાન  પ્રાપ્ત થયું છે. IBC, કેમ્બ્રિજ, યુ. કે. દ્વારા, વોશિંગટન ગુજરાતી સમાજ દ્વારા, સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટ દ્વારા, રોટરી ઇન્ટરનેશનલ દ્વારા વિગેરે દ્વારા બહુમાન થયું છે. એમના સંશોધન પત્રો અનેક વિશ્વ સામાયિકોમાં પ્રસિદ્ધ થઇ ચુક્યા છે. 
આણંદ જેલમાં એમના આ સંગીતના કેમ્પ દરમયાન કેટલાય કેદીઓ ચોધાર આંસુએ બરાબર રાસબિહારીની જેમ જ ગર્ભિત અસરથી રડવા લાગ્યા અને વર્તમાન સ્થિતિમાંથી બહાર આવવા તૈયાર થયા. આપઘાતના પ્રયાસ કરનારી ચાર બહેનો માત્ર ચાર સિટિંગમાં સંકલ્પબદ્ધ થઇ કે હવે જીવન આનંદથી જીવીશું. અને આ બધુ હકીકત છે કઈ ગપગોળા નથી!!
નબળી આર્થિક પરિસ્થિતિમાં ઉછરેલ આ પ્રોફેસર નાનપણમાં રેલવે પ્લેટફોર્મ પર તાડફળી વેંચતા, પાણી પાતા અને થોડા ઘણા પૈસા આ રીતે કમાઈને માતાને મદદ કરતા !! પાડોશમાં હાર્મોનિયમ વગાડતા ભગત પાસે જઈને બેસી જતા અને સારેગમપધનીસા શીખતાં. એક વાર રસ્તામાં 20 રૂપિયાની નોટ મળી તો એનાથી તેઓએ માઉથ ઓર્ગન  ખરીદ્યું અને આજીવન પોતાની પાસે સાચવી રાખીને વગાડ્યા કર્યું છે. વાંસળી ખરીદવાનો શોખ થયેલો પણ પછી વાયોલિન પોતાની નોકરીના પહેલા પગારમાંથી જ ખરીદી શક્યા.

આજે આટલા વર્ષે તેઓ પોતાના નવા વિકસાવેલા આ સાધન મારફતે વાયોલિન, વાંસળી, માઉથ ઓર્ગન, હાર્મોનિયમ, બેન્જો અને કરવત એક સાથે વગાડીને યાદગાર ગીતોની દુનિયામાં સૌને ગરકાવ કરી શકે છે. તેઓ આજે કરવત ઉપર ત્રણ સપ્તક સુધીના સૂર કાઢી શકે છે જે વર્લ્ડ રેકોર્ડ છે!! 

તેઓની નાનપણથી જ ડોક્ટર થવાની તીવ્ર ઈચ્છા હતી, માર્ક્સ પણ હતા પણ આર્થિક પરિસ્થિતિ ન હતી એટલે સાયન્સ જ ભણ્યા!! પણ આજે ડોક્ટરેટ પણ છે અને ડોક્ટર પણ છે અને સંગીતની દવાથી કેટલાય દર્દીઓને એમના દર્દથી તથા તણાવથી એમણે મુક્તિ આપી છે. કેટલાય વૃક્ષોને જીવન આપ્યું છે અને કેટલાય દુઃખીઓને શાતા પહોંચાડી છે. ભગવાન ઈસુના કરુણા સંગીત કણકણમાં ફેલાવતા આ નિવૃત પ્રાધ્યપક ગુજરાતના વલ્લભ-વિદ્યાનગરમાં નાના બજારમાં મોટા થઈને પ્રેમમગ્ન  થઈને જીવી રહ્યા છે. 
આ પ્રાધ્યાપકનું નામ છે ડો. હરીશ ગેર્શોમ અને તેમણે વિકસાવેલ વાજિંત્રનું નામ છે હરિશોફોન!! અન્ય સાધન કે જે દર્દીઓને સારવાર આપવા માટે બનાવ્યું છે એના નામ છે : 1. માઈન્ડ મશીન 2. THNMS  - ટ્રાન્સ ક્યુટેનિયસ હરિશોફોન નર્વ એન્ડ મસલ સ્ટીમ્યુલેટર !! અને જે મ્યુઝિક અને ધ્વનિ તરંગોથી સારવાર અપાય છે તેનું નામ છે : આલ્ફા ટચ થેરાપી (મ્યુઝિક થેરાપી)!!

-- ડો. કાર્તિક શાહ  

Tuesday, November 27, 2018

તોટકાચાર્ય



સંતોના અનેક નામો પૈકીનું એક નામ છે જંગમ વિદ્યાપીઠ!!


જ્યાં વિદ્યાપીઠ હોય ત્યાં વિદ્યાર્થીઓ, લોહચુંબકની જેમ ખેંચાઈ આવે. મધપૂડો હોય ત્યાં મધમાખીને આમંત્રણ આપવાનું હોય ખરું?

ભગવાન શંકરાચાર્ય પાસે અનેક વિદ્યાપિપાસુ વિદ્યાર્થીઓ જ્ઞાનવારિનું પાન કરવા આવતા. તેમાંના એક હતા ગિરિ! ભણવામાં એ મોટો "ઢ"!! બીજા વિદ્યાર્થીઓ રમતવાતમાં જે સમજી લે તેને સમજતા આ ભાઈને લાખ પ્રયત્ન કરવા પડે. છતાં હૈયે વિદ્યા ન ચડે તે ન જ ચડે. 

પણ ઈશ્વરની લીલા અગમ્ય છે. એકને એક શક્તિ ઓછી આપે તો અન્ય કોઈ શક્તિ બમણી આપે છે.  આ ગિરિનું પણ એવું જ કૈક હતું. ભણવામાં ભલે એ ઢ  રહ્યો પણ સેવામાં એક્કો. કોઈનુંય કામ કરી આપવામાં તે ભારે આનંદ અનુભવે. તેમાંય ગુરુસેવામાં તો ખરેખર અજોડ.

ગુરુ કૈક આજ્ઞા કરે તે પહેલા તો તેમનું હૈયું વાંચીને હાર કોઈ સેવા કાર્ય ઉપાડી લેતો.પછી ગુરુને એને માટે મમતા કેમ ન હોય? એક વાર એવું બન્યું કે, ગુરુદેવના કપડાં ધોવા ગિરિ નદીએ ગયેલો. કોઈ કારણસર ધાર્યા કરતા વધુ વાર થઇ. 

બીજી બાજુ વિદ્યાઅધ્યયન નો સમય પણ થઇ ગયો હતો. શુક્રાચાર્ય પણ આસાન પાર બિરાજમાન હતા. કોણ નથી આવ્યું તે તપાસવા એમણે ચારે બાજુ નજર નાખી તો આ ગિરિ  નજરે ન ચડ્યો. એટલે તેઓએ એ અંગે શિષ્યોને પૃચ્છા કરી. 

પદ્મપાદ નામના શિષ્યે કહ્યું કે, " ગુરુદેવ,  નકામી છે. કેમ કે, આવશે તોયે તે અમારા સૌના મોઢા સૌ જોઈ રહેશે। બુદ્ધિને અને એને બાર ગાઉનું છેટું છે. એ આપનાથીએ ક્યાં અજાણ્યું છે ??"

શંકરાચાર્યે કહ્યું, " ભાઈ તારી વાત તો સાચી પરંતુ મારી દ્રષ્ટિએ તો બધાયે સરખા જ છે. એના આવ્યા પહેલા આપણે કાર્ય શરુ કરીએ તો એને માઠુ ના લાગે ? "

તો ય ગુરુદેવની આ વાત એ પદ્મપાદને ગળે  ન ઉતરી. વિવેક ખાતર પણ એ કઈ ના બોલ્યો.

બે-ત્રણ મિનિટ થઇ હશે ત્યાં તો ગિરિ  સામેથી આવતો જણાયો. મોડું થઇ ગયું હતું એટલે એ મોટા ડગલાં ભરતો હતો. ખભા ઉપર ગુરુદેવના કપડાં મુક્યા હતા.

તેના આવા દેદાર જજોઈ સૌ શિષ્યો મનમાં હસી પડ્યા. એક બટકબોલા શિષ્યથી ન રહેવાયું એટલે તેણે  વ્યંગમાં કહ્યું, " લ્યો, આ પધાર્યા આપણા ગિરિદેવ !! "

પણ ...ત્યાં તો નવાઈની વાત બની.જે ગિરિને કઈ કહેતા કઈ યાદ નહોતું રહેતું તે જ ગિરિ  વિશુદ્ધ સંસ્કૃતમાં, તોટક છંદમાં, મધુર સ્વરમાં, સ્વરચિત સ્તોત્રો બોલતો હતો!!

ચોમાસાની ઘોડાપૂરની માફક તેના હૈયામાં ઉર્મિઓનો ધોધમાર પ્રવાહ વહી રહ્યો હતો.
સૌ કોઈની આશ્ચર્ય વચ્ચે એક મૂંઝવણ બધાને થઈ : આ બધું આને વળી કોને શીખવાડ્યું?

ત્યાંતો પ્રેમ નીતરતી અમીનજરે શંકરાચાર્યે તેન આવકાર્યો.
"પધારો તોટકાચાર્ય !! તમારી જ રાહ જોવાઈ રહી છે !!"
પછી પોતાના તે દિવસના પ્રવચનમાં, પેલા જ્ઞાનઘમંડી શિષ્યોને સંબોધી ગુરુદેવે કહ્યું, "જુઓ, જ્ઞાન કે વિદ્યાનું ગુમાન નકામું છે!! પ્રભુએ દરેકને જુદી જુદી શક્તિઓ આપી છે. કોઈ શક્તિશાળી હોય તો કોઈ ભક્તિશાળી હોય પણ દરેકમાં કઈ ને કઈ સદ્ગુણ  તો હોય જ છે. 

શિષ્ય સમુદાય ભક્તિભાવે ગુરુદેવનું પ્રવચન સાંભળી રહ્યો. પ્રવચનોને અંતે બધા ગિરિને  ઘેરી વળ્યાં.

"અલ્યા ગિરિ, બીજી બધી વાત તો પછી નિરાંતે કરજે પહેલા એ કહે કે આ બધું નવું નવું તું ક્યાંથી શીખી લાવ્યો? "


"ભાઈ, હું તો ક્યાંય શીખવા નહોતો ગયો." ગિરિએ  ભોલે ભાવે કહ્યું: " મને તો જે કઈ મળ્યું છે તે તો ગુરુસેવાનો નફો છે. ગુરુકૃપા ઉતારે તો અશક્ય પણ શક્ય બને અને ઠોઠ પણ વિદ્વાન બને"

ત્યારથી આ ગિરિ  "તોટકાચાર્ય" ના નામે ઇતિહાસને પાને અમર બન્યો !!

Thursday, November 22, 2018

આપણું રાજચિહ્ન કયું? અશોકસ્તંભ કે અશોકચક્ર? ખરેખર, સાચું કે ખોટું?

ભારત સરકારનું રાજચિહ્ન કયું?
આપણું રાજચિહ્ન
આ પ્રશ્નનો સીધો અને સરળ જવાબ હોઈ શકે...અશોકસ્તંભ અથવા તો અશોકચક્ર. જે ઉપરનાં ચિત્રમાં છે, પણ શું એ જ સત્ય હકીકત છે? જો હું એમ કહું કે ના આ બંને જવાબો ખોટાં તો!! એટલે કે, ભારતનું રાજચિહ્ન કંઈક અલગ જ છે તો? ચાલો વાંચીએ આગળ અને જાણીએ શું હકીકત છે.


પ્રસ્તુત ચક્ર મૂળ સમ્રાટ અશોકના સારનાથના સિંહશીર્ષકવાળા સ્તંભનું છે. વારાણસી નજીક આવેલ સારનાથ બૌદ્ધ-જૈનોનું તીર્થ મનાય છે. ભગવાન બુદ્ધે સૌ પ્રથમ અહીં ધર્મચક્રપ્રવર્તન અર્થાત ધર્મોપદેશ આપેલ. જૈનોનાં 11માં તીર્થંકર શ્રેયાન્સનાથનું અહીં નિર્વાણ થયું હતું. ભગવાન બુદ્ધે અહીં પોતાના પ્રથમ ધર્મોપદેશમાં 'ચાર આર્ય સત્ય' સમજાવ્યા હતાં. મૌર્ય સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનાં પ્રચાર-પ્રસાર અર્થે જે પ્રવૃત્તિઓ કરેલી તેમાં તેના સ્તંભનિર્માણનો પણ સમાવેશ થાય છે. ચીની પ્રવાસી ફાહ્યાને અશોકનાં 6 સ્તંભો જોયાનું નોંધ્યું છે!! પરંતુ સમ્રાટ હર્ષવર્ધનના સમય દરમ્યાન ભારત આવેલ ચીની પ્રવાસી હ્યુ એન સંગે 15 સ્તંભોનો ઉલ્લેખ કર્યો છે!! આમાનો એક એ સારનાથનો સ્તંભ! તેનાં વર્ણન મુજબ 70 ફૂટ ઊંચો આ સ્તંભ વિશેષ રૂપે લિસ્સો હતો એટલે કે પોલિશડ હતો. તેમાંથી નિરંતર તેજ વહ્યા કરતું હતું. અર્થાત તેની લીસી ચળકતી સપાટી પરથી સૂર્યપ્રકાશ પરાવર્તિત થઈ સ્તંભ ઝળહળતો રહેતો. લોકોને એમ વિશેષ પ્રકારની આકૃતિઓ પણ દ્રષ્ટિગોચર થતી. એટલું જ નહીં, આનાથી શુભ-અશુભ અસરો પણ જાણી શકાતી.

સારનાથ સ્તંભ અશોક સ્તંભોમાં સર્વશ્રેષ્ઠ છે. આનો સમગ્ર ભાગ (યષ્ટિ, પ્રતીક પદ્મ, વર્તુળાકાર ચરણચોકી, સિંહ પ્રતિમાઓ અને ધર્મચક્ર) "શિલાથબ" (પાષાણ-સ્તંભ)નું ઉત્તમ ઉદાહરણ છે. પ્રસ્તુત સ્તંભની ચોકી અને શીર્ષભાગ અત્યંત કલાત્મક અને ભાવપૂર્ણ છે! કોઈ સમયે 50 ફૂટ જેટલી તેની ઊંચાઈ રહી હશે, પરંતુ કોઈ પ્રાકૃતિક દુર્ઘટનામાં તે તૂટી જતાં તેનો શીર્ષભાગ નીચે પડી ગયેલ છે. સદભાગ્યે એ સલામત અને સુરક્ષિત છે અને સચવાયેલો પણ છે!! સ્તંભના ઉપરનાં ભાગની ચોકી ગોળાકાર છે!

પ્રસિદ્ધ કલાવિદ વાસુદેવશરણ અગ્રવાલના મતાનુસાર તેની કલ્પના દિગમંડલ કે ચક્રજાળ સ્વરૂપે કરાઈ છે. આ ચોકી ઉપર ચાર પશુ - વૃષભ, ગજ, અશ્વ, અને સિંહ તેમ જ ચાર નાના ચક્ર અંકિત છે. આ ચોકીની ઉપર સ્તંભનો શીર્ષ (top) ભાગ હતો, જેમાં ચાર વિપરીત દિશામાં મો રાખીને પરસ્પર પીઠ અડાડીને બેઠેલા ચાર સિંહો છે. ડો. અગ્રવાલના મતાનુસાર ચાર સિંહોની આ પરિકલ્પના ચક્રવર્તી સમ્રાટ અશોકનાં શક્તિ-સામર્થ્યની સૂચક છે. સિંહ-શીર્ષકની ઉપર અર્થાત સિંહોના મસ્તક પર એક મહાધર્મચક્ર સ્થાપિત હતું. જેમાં 32 આરા હતાં,  (આ યાદ રહે!!) પરંતુ અત્યારે તેના માત્ર 6 ટુકડાઓ ઉપલબ્ધ છે, જેના પર અશોકકાલીન કલાકૃતિઓની ચમક સ્પષ્ટતયા વર્તાય છે. અહીં સિંહશીર્ષક પર ધર્મચક્ર બતાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સંભવતઃ મહાત્મા બુદ્ધ દ્વારા સારનાથમાં ધર્મચક્રપ્રવર્તન કર્યાનો રહેલો છે!!

ડો. અગ્રવાલના મતાનુસાર સારનાથ સ્તંભનું સૌથી ઉપરનું ધર્મચક્ર તેના ધાર્મિક વિશ્વાસનું પરિચાયક છે. તો ચાર સિંહો તેની અજેય દુર્ઘર્ષ શક્તિનું પ્રતીક અને વચ્ચેના ચાર પશુઓ, ચક્ર વિવિધ સમાજ અને તેમાં રહેલી એકતાના દ્યોતક છે. સિંહોની આકૃતિઓ ભવ્ય, દર્શનીય અને ગૌરવપૂર્ણ છે. એમાં કલ્પના, યથાર્થતા અને સૌંદર્યનું અદભુત સમિશ્રણ છે. તેનું પ્રત્યેક અંગ અજીવ અને કલાત્મક છે. સિંહોની આ પ્રતિમાઓ વનરાજના રાજવી ગૌરવને તો પ્રકટ કરે જ છે, પરંતુ દર્શકોને તેના સ્વભાવની હિસંકતા યાદ અપાવતી નથી એ તેની વિશેષતા છે!! આ સિંહ પ્રતિમાઓ અશોકનાં વ્યક્તિત્વનું મૂર્તિમંત અંકન મનાય છે.

જ્હોન માર્શલ નોંધે છે કે શૈલી અને શિલ્પ બંને દ્રષ્ટિએ ભારતની કોઈ કૃતિ એના સમાન નથી!! ઘણું કરીને તેને પ્રાચીન વિશ્વની સર્વોત્તમ પશુપ્રતિમા માની શકાય!!

હવે, પ્રારંભમાં જે સવાલ નોંધ્યો અને એ મુજબ ભારતનું રાજચિહ્ન "અશોકચક્ર" નામથી ઓળખાય છે, પરંતુ ખરેખર એવું નથી!! હકીકતમાં સારનાથમાંથી પ્રાપ્ત અશોકનાં ઉપરોકત સિંહસ્તંભ પરથી તે લેવામાં આવેલું હોઈ "અશોકચક્ર"ના ભળતાં નામથી ઓળખાય છે, પણ વસ્તુતઃ ખરેખર તે ચક્ર અશોકનું નહીં પણ ભગવાન બુદ્ધનું છે. એનું સાચું નામ "ધર્મચક્ર" ( ધમ્મચક્ક ) છે અને ભગવાન બુદ્ધે સારનાથમાં મૃગવનમાં જે પહેલું પ્રવચન કર્યું તેમાં એમણે જ સ્વમુખે "ધર્મચક્ર પ્રવર્તન"નો બોધકારી એ શબ્દ પ્રથમ વાર વાપરેલો. ધર્મચક્રપ્રવર્તનનો બોધનો એ અર્થ હતો કે દેશમાં તલવાર શક્તિનું રાજ નહીં પણ ધર્મનું એટલે કે સત્ય અને કલ્યાણનું રાજ્ય સ્થાપવું. અશોકે પછી એ "ધર્મચક્ર" શબ્દને ભગવાન બુદ્ધના સમગ્ર ઉપદેશના સારરૂપ પ્રતીક તરીકે અપનાવ્યો અને તેની આકૃતિ પોતે રચેલા તમામ સ્મારકોની ટોચ પર મુકાવી!! તદાનુસાર સારનાથના સ્તંભમાં પણ ધર્મચક્ર હતું!!

પણ આપણી આજની રાજમુદ્રામાં કે રાજચિહ્નમાં જે છે તે તેનું સંપૂર્ણ અને સાચું રૂપ નથી!!. સારનાથના સ્તંભના મૂળ સ્વરૂપમાં તો સ્તંભના મથાળે ટોચ ઉપર પરસ્પર પીઠ અડાડીને ઉભેલા ચાર સિંહોની વચ્ચે એક મોટું ચક્ર મૂકેલું હતું અને તે જ મુખ્ય "ધર્મચક્ર" હતું!! હજુ આજે પણ એ ચાર સિંહોના મસ્તકોની વચ્ચેના ભાગમાં એ ચક્રને ધરી રાખતો દંડ બેસાડવા માટેનું આઠ ઇંચના વ્યાસનું એક મોટું છિદ્ર મોજુદ છે! ચાર સિંહો ધારણ કરી રાખેલું એ મૂળ ધર્મચક્ર કાળબળે ત્યાંથી તૂટી પડ્યું એના ટુકડા સારનાથના મ્યુઝિયમમાં સંગ્રહિત છે તે પરથી તે કેટલું વિશાળ હશે તેનો ખ્યાલ આવી શકે છે.

ભારત સરકારે સ્વીકારેલી રાજમુદ્રામાં આકૃતિમાં એ ધર્મચક્ર અગ્રસ્થાને નથી, બલ્કે ગૌણ અને ઉતરતા સુશોભનના સ્થાને છે. ચાર સિંહોની બેઠકના ફલક (abacus) પર ચોમેર કંદોરારૂપે હાથી, વૃષભ, અશ્વ અને સિંહ એમ ચાર પશુઓની વચ્ચે એ ચક્રની ચાર આકૃતિઓ સુશોભન રૂપે આવે છે, જ્યાં એ ચક્ર કરતાં તો પ્રાણીઓની આકૃતિ મોટી છે !! આમ આપણી રાજમુદ્રામાં કે રાજચિહ્નમાં ધર્મચક્ર એ તેના મૂળ અને મહત્વના સ્વરૂપમાં આજે નથી!! એ હશે ત્યારે કેવું હશે તે અહીં આપેલ ચિત્રમાં જોઈ શકાય છે.
મૂળ ધર્મચક્ર 32 આરા સાથેનું
બીજી એક હકીકત નોંધનીય છે કે અશોકસ્તંભના શિખર પર  સિંહ વડે ધારણ કરાયેલા મુખ્ય ધર્મચક્રને 32 આરા હતાં, જેની પ્રતીતિ સારનાથના મ્યુઝિયમમાં તેનાં સંગ્રહિત ભગ્નવશેષો પરથી એકદમ સ્પષ્ટ છે. જ્યારે ભારત સરકારે અપનાવેલા રાજમુદ્રામ 24 આરા છે!! (જે આપણાં રાષ્ટ્રધ્વજમાં પણ ઉતારાયેલા છે!!)

મૂળ ધર્મચક્રના 32 આરા તે બૌદ્ધ ધર્મનાં ગ્રંથોમાં વર્ણવાયેલા મહાપુરુષના 32 લક્ષણોના સૂચક છે! સ્વયંમ બુદ્ધ બત્રીસલક્ષણા અતિપુરુષ હતાં. આ 32 લક્ષણો બૌદ્ધ ધર્મના દિગ્ધનિકાય અને વિશુદ્ધિમગ ગ્રંથોમાં વર્ણવેલ છે. તો ભારતની રાજમુદ્રામાં અંકિત 24 આરા સમયચક્રના 24 કલાકના પ્રતીક હોવાનું મનાય છે.

પ્રસિદ્ધ ઇતિહાસવિદ ડો. રાધાકુમુદ મુખરજીએ સૂચવ્યું હતું કે અશોકે પ્રવર્તાવેલ ભગવાન બુદ્ધના ધર્મચક્રના મૂળ આદર્શને વફાદાર રહેવા માટે આપણે આપણી રાજમુદ્રામાં ફેરફાર કરીને ધર્મચક્રને તેના મૂળ તથા મહત્વના સ્વરૂપમાં અને સ્થાનમાં એટલેકે, સિંહોના ખભા પર સ્થાપવું જોઈએ!!

સંશોધન, સંકલન, માહિતી: ડો. કાર્તિક શાહ

આ માહિતી માટે વિશ્વસનીય સંદર્ભો ચકાસવામાં આવ્યા છે જે હું અહી રજુ કરું છું.
આધારસંદર્ભો: 
૧. શ્રી રામ ગોયલ, નંદ મૌર્ય સામ્રાજ્ય ઇતિહાસ, ૧૯૯૨
૨.સં. શિવકુમાર ગુપ્ત, પ્રાચીન ભારત ઇતિહાસ, ૧૯૯૯
૩. ઉદય નારાયણ રાય, ભારતીય કલા, ઇલાહાબાદ, ૨૦૦૬
૪. કુમાર, સળંગ અંક ૩૯૨, ઓગસ્ટ, ૧૯૫૬
૫. ડો. વાસુદેવશરણ અગ્રવાલ, ભારતીય કલા, બીજી એડિશન, ૧૯૭૭
૬. ઇતિહાસ અને પૌરાણિક સત્યો (એ ગપગોળા નથી), હસમુખ વ્યાસ, પહેલી આવૃત્તિ, ૨૦૧૪
૬. વેબસંશોધન

Thursday, November 1, 2018

ગુજરાતી થાળી - મિનિ અન્નફૂટ



આપણાં ગુજરાતી ભાઇ બહેનો માટે 
ખાસ ગુજરાતીમાં લેખ : 
====================================


ત્રણ-ત્રણ પ્રકારની ચટણી, એટલા પ્રકારના સલાડ, બે-ત્રણ ફરસાણ, બે-ત્રણ મીઠાઇ, ત્રણ-ચાર શાક, પાપડ, દાળ અથવા કઢી, ભાત, રોટલી, ભાખરી, થેપલાં અથવા રોટલો, છાશ, ગણ્યાં ગણાય નહીં, અને ખાધાં ખવાય નહીં એટલાં હેતકનાં (જાણે ગાડામાં માલ ભરાયો હોય એવું !!) વ્યંજનો!!

તમતમારે ખાઓ દબાવી-દબાવીને! વ્યંજનોની સંખ્યા 20થી વધુ અને 30ની અંદરવ્યક્તિ જમવા માટે સ્થાન ગ્રહણ કરે એટલે વેઇટરોનું ધાડું આક્રમણ કરે. એક પછી એક પીરસણિયાઓ થાળી પર તૂટી પડે. એક પછી એક આવે અને નિયત સ્થાને વ્યંજન મૂકીને અદૃશ્ય થઈ જાય.

હજી તો કોળિયા અન્નનળીમાં અધવચ્ચે હોય ત્યાં ધાડું બીજી વખત હાજર થાયથાળીમાં 25 પ્રકારનાં વ્યંજન છે ને પીરસનારો ઓછામાં ઓછો પાંચ વખત તો આવે . જમવાના 20થી 30 મિનિટના સમયકાળમાં આશરે 125 વખત નિર્ણય લેવો પડે તેવી આકરી સ્થિતિનું નિર્માણ થાયકાં હા પાડો કાં ના પાડો. ત્રીજો કોઇ વિકલ્પ હોતો નથી. 25 મિનિટમાં 125 વખત નિર્ણય લેવાનો અને તે પણ જમતાં-જમતાં.

જમનારની નિર્ણયશક્તિ મંદ હોય, ધીમી હોય તો? અહીં એનો ઉકેલ હાજર છે. મંદ કે ધીમી નિર્ણયશક્તિ ધરાવતી વ્યક્તિ જો સતત 15 દિવસ સુધી ગુજરાતી ડાઈનિંગ હોલમાં જમવા જાય તો તેની નિર્ણયશક્તિ સુધરી જાય!

આપને ખ્યાલ તો આવી ગયો હશે કે હું શેની વાત કરી રહ્યો છું. જી હા, સ્વાદિષ્ટ ગુજરાતી થાળીની હું વાત કરી રહ્યો છુંચાણક્યે જેવા મહાન ચિંતકે પણ કહ્યું છે કે જમવાનો આનંદ સૌથી મોટો છેગુજરાતી પ્રજા જમવાનો આનંદ બરાબર માણે છે. ગુજરાતી પ્રજા ખાવાની શોખીન પ્રજા છે. ડાઈનિંગ હૉલમાં મળતી ગુજરાતી થાળી ગુજરાતીઓના ખાવાના વૈવિધ્યપૂર્ણ પ્રેમનું પ્રતીક છેગુજરાતી થાળીમાં શું શું હોય તેના કરતાં શું શું નથી હોતું તે પ્રશ્નનો જવાબ સહેલો પડે તેવી સ્થિતિ હોય છે.

ગુજરાતી થાળી મિનિ અન્નફૂટ છે. તેમાં બત્રીસ પ્રકારનાં ભોજન પીરસાય છે. ગુજરાતીઓ વિચારે છે કે જો ભગવાનના અન્નકૂટમાં અનેક વ્યંજન હોય છે તો ભક્ત તરીકે આપણે શું કામ પાછળ રહેવું! જેવા ભગવાન તેવા ભક્ત!

ગુજરાતી થાળી પહેલાં 'ભાણું' તરીકે ઓળખાતી. જૂની પેઢીના લોકો બહાર નીકળતા એટલે નગર-શહેરમાં 'ભાણું' ખાઈ લેતા. ગુજરાતી સાહિત્યની ઘણી કૃતિઓમાં 'ભાણું' આવે છે. 'ભાણુંએટલે રોટલી-શાક-દાળ અને ભાતજો સમય સાંજનો હોય તો દાળ અને ભાતનું સ્થાન કઢી-ખીચડી લે. 'ભાણું'ને 'ગુજરાતી થાળી'માં પરિવર્તિત કરવાનો યશ અમદાવાદના ફાળે જાય છે. ઇતિહાસમાં ફંફોળતાં ગુજરાતી થાળી શરુ કરવામાં બે નામ સામે આવે છેપરંતુ સંદર્ભો તપાસીએ અને આપણી પાસે હયાત પુરાવાઓ જોઈએ તો એક નામ મોખરે રહે છે. આપણે બધી વિસંગતતાઓમાં નથી જવું અને બંનેને સરખો શ્રેય આપીએ યોગ્ય છે

1861માં શાહપુર વિસ્તારમાં રણછોડલાલ છોટાલાલે અમદાવાદની સર્વપ્રથમ કાપડની મિલ શરૂ કરી, ત્યારબાદ તો એનેક મિલો સ્થપાઇ અને અમદાવાદ વેપાર- વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર તરીકે ક્રમશઃ વિકાસ પામ્યું. મિલ ઉદ્યોગની સાથે સાથે અનેક નાના- મોટા ઉદ્યોગો તેમજ વેપાર, રોજગાર વિકસ્યા. મિલોની બહાર પાન-બીડીના ગલ્લા, ચાની લારી, ભજીયા-નાસ્તાની લારી કે કટલરીનો સામાન મળવા લાગ્યો. રિસેસ કે છુટવાના સમયે લારીઓનું બજાર ભરાતું અને પગારના દિવસે તો ખાસ રીતે 'મિલ કલ્ચર'નો વિકાસ થયોવળી પાનકોરનાકાથી રેલવે સ્ટેશનને જોડતો આજનો ગાંધી રોડ સમયે 'રિચી રોડ' કહેવાતો હતો, તેનો વિકાસ થયો. રિચી રોડની નજીક માણેક ચોકનું મુખ્ય બજાર અને શેર બજાર હતું.


કિસ્સાની શરૂઆત તપાસીએ તોમૂળ સિદ્ધપુરના વતની યુવાનના પૂર્વજો અનેક સદીઓ પહેલાં ઉદયપુર પાસે આવેલા પવિત્ર યાત્રાધામ શ્રીનાથજીથી 13 કિ.મી. દૂર આવેલા બામેડા ગામમાં વસ્યા હતા. યુવાનનો જન્મ પણ ગામમાં થયો હતો. એક દિવસ  કિશોરને નસીબ અજમાવવાનો વિચાર થયો અને તેમણે અમદાવાદની વાટ પકડી. પહેલા ક્યારેય નગર જોયું હતું. તેથી અમદાવાદ રેલવે સ્ટેશન પર બેઠા-બેઠા વિચારતા હતા ક્યાં જવું? એટલામાં એક સજ્જનની નજર તેમના પર પડી. કિશોર તેમને સારા ઘરનો લાગ્યો. કદાચ તે ઘરથી નાસીને આવ્યો હોય તેમ લાગ્યો. પરંતુ નસીબ અજમાવવા નિકળેલા કિશોરનો આત્મવિશ્વાસ જોઇને તે સજ્જન રાજી થયા અને પોતાની સાથે લઇ ગયા. કિશોરને પહેલાથી રસોઇ કરવાનો શોખ હોવાથી ત્યાં રસોઇ કરવા લાગ્યા. એક દિવસે તે સજ્જને કિશોરનો હાથ જોયો. હાથમાથી ધન રેખા જોઇને તેમણે એને સલાહ આપી કે તારે ઘણું આગળ વધવાનું છે અને મારે તારી સેવા લેવી નથી. તું મહેનત કર અને આગળ વધ. અને કિશોરનો રહ્યો સહ્યો આશ્રય પણ જતો રહ્યોછતાં તે નાસીપાસ થયો નહીં અને ત્રણ સાથીઓની સાથે ચાની રેંકડી શરૂ કરી.

આમ, 19મી સદીના અંતમ દશકામાં રિચી રોડ પર ચાર યુવાનોએ મળીને ચાની રેંકડી શરૂ કરીફૂટપાથ પર શરૂ થયેલો પ્રયોગ નિષ્ફળ જતાં ત્રણ સાથીઓ રાજીખુશીથી છુટા પડ્યા. હવે એમાંથી ચોથો યુવાન એકલો રહી ગયો. શું થયુ તો ખ્યાલ નથી પણ એમાંથી ત્રણ યુવાનો ભાગીદારીમાંથી ખસી જતા ચોથા યુવાનનાં નસીબ આડેનું પાંદડુ ખસી ગયું અને ઉકળતી ચાની ભરેલી કિટલીઓ ફટાફટ ખાલી થવાં લાગી!! ચા સાથે ટોસ્ટ, બિસ્કિટ, નાનખટાઇ અને નાસ્તો વેચવાનો શરૂ કર્યો. ધીરે-ધીરે રેંકડી જામી ગઇ. યુવાને પેલા ત્રણ ભાગીદારોને પાછા બોલાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તેઓ હવે પાછા ધંધામાં આવવા તૈયાર નહોતાબે રૂપિયા કમાયા એટલે યુવાનને રેંકડીને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનો વિચાર થયો. એટલે નજીકની એક દુકાન ભાડે લેવામાં આવી. ગ્રાહકો બેસીને ચા-નાસ્તો કરી શકે તે માટે મેજ-ખુરશી બનાવવામાં આવ્યાસન 1900ની આસપાસ શહેરની પ્રથમ રેસ્ટોરાં રીતે શરૂ થઇ.

યુવાન હતાસ્વ. ચીમનલાલ જોશી અને એમણે જે હોટલ/રેસ્ટોરાં ચાલુ કરી એનું નામ એમણે એમના દાદાના નામ ચંદ્રભાણ પરથી રાખ્યું ચંદ્રવિલાસ હોટેલ!! નદીપારનું અમદાવાદ તો સમયે માત્ર  જંગલ હતું, ત્યારે ગાંધીરોડ અને રીલીફ રોડ રાજમાર્ગ ગણાતા હતા. રાજસ્થાનથી આવેલા બ્રાહ્મણ ચીમનલાલ હેમરાજ જોશીએ ૧૯૦૦ની સાલમાં ગાંધીરોડ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી ત્યારે પહેલાં અહીં એક પોસ્ટ ઓફિસ અને ઘોડા બાંધવાની જગ્યા હતી. ચંદ્રવિલાસના મૂળ સ્થાપક ચીમનલાલ જોશીના પૌત્ર મૌલિક જોશીના જણાવ્યાનુસાર દાદાએ ચંદ્રવિલાસ શરૂ કરવા માટે ઘરેણાં ગીરવે મૂક્યા હતા. બે પટેલો તેમના ભાગીદાર હતા

ચંદ્રવિલાસની ચા એટલી વખણાઇ કે તે પીવા માટે મોટા શેઠિયાઓ પણ આવતા હતામણના હિસાબે દુધ આવતું હતુંએક સમયે ચંદ્રવિલાસની ચાની એટલી બધી માંગ વધી ગઇ કે ચિમનલાલે પાણી ઉકાળવા માટે પિત્તળનું ખાસ બોઇલર બનાવડાવવું પડ્યું હતુંએટલું બધુ દુધ આવતું હતું કે તેની ખુબ મલાઇ ઉતરતી. હવે ગ્રાહકો માટેની નવી વાનગી 'મલાઇ જલેબી' શરૂ થઇ. અને કારણથી ચંદ્રવિલાસ હોટલમાંથી ફાફડા જોડે જલેબીનું DEADLY  COMBINATION  પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યું!! ( અને 'આટાપાટા અમદાવાદ'ના ગીતમાં સ્વ. ચિનુ મોદીએ પણ એમાં સ્થાન આપ્યું છે"પ્રેમમાં થોડી ફરેબી જોઈએ, ફાફડા સાથે જલેબી જોઈએ!" )

એક સમયે રેસ્ટોરાંમાં 25 જેટલી જુદા જુદા સ્વાદની ચા મળતી હતી અને તે પીવા માટે લોકો દુર-દુરથી આવતા હતા. એખ નાનકડી ચાની રેંકડીમાંથી શરૂ થયેલું અમદાવાદનું સર્વપ્રથમ રેસ્ટોરાંની લગભગ 120 વર્ષની સફર રોમાંચક છે
બાદશાહી, ડબલ કડક, લિપ્ટન, બોર્નવિટા, ડબલ પાણી વગેરે જાતજાતની ચા બનતી. ચંદ્રવિલાસનું મસાલાવાળું દુધ વખણાતું હતું. ચા-નાસ્તાની સાથે સાથે આઇસ્ક્રીમ પણ બનાવવામાં આવતો. રેસ્ટોરાં જામી ગયા બાદ ગુજરાતી થાળીની શરૂઆત થઇ. હવે તો માર્ગ પર અન્ય રેસ્ટોરાં શરૂ થઇ ચુક્યા હતા. જેમની સ્પર્ધા ચંદ્રવિલાસ સાથે શરૂ થઇહરીફોએ એક સંપ થઇને પોતાની થાળીના ભાવ ઘટાડ્યાજેની અસર ચંદ્રવિલાસ પર ચોક્કસ થઇ. વિરોધીઓનો ધંધો વધ્યો પણ તેમને ગુણવત્તા સાથે છૂટછાટ લેવાની શરૂ કરીજ્યારે અડગ ચિમનલાલે કોઇપણ જાતની બાંધછોડ કર્યા વગર ગુણવત્તા જાળવી રાખતા ગ્રાહકો થોડાક દિવસોમાં પાછા ફર્યા.

ચંદ્રવિલાસના ફાફડાની ચટણી એટલી લોકપ્રિય થઇ કે ગ્રાહકો વાટકી ઉપર વાટકી ચટણી માંગતા. ''ગ્રાહક સંતોષ'' ચિમનલાલનો મહામંત્ર હોવાથી તેઓ ગ્રાહક માંગે તેટલી ચટણી આપતાં. પછીથી તો ચંદ્રવિલાસની જાહેરાત અમદાવાદના જુદા-જુદા અખબારોમાં પ્રસિદ્ધ થવા લાગી. ચિમનલાલ જોષીનો સ્વર્ગવાસ થાયે પાંચેક દાયકા થયા પણ તેમણે સ્થાપેલ 'ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ' અને ફાફડા-જલેબીનું કોમ્બિનેશન તેમની સ્મૃતિરૂપે કાયમ છે અને ઇતિહાસમાં એમના નામે અમર રહેશે !!

દશેરા એટલે અમદાવાદ નહિ પણ આખું ગુજરાત ફાફડા-જલેબીમય થઈ જાય છેસવાલ પેદા થાય છે કે દશેરાના દવિસે ફાફડા ઝલેબીનું ચલણ કેમ શરૂ થયું? ત્યારે તમારે ઇતિહાસના પાના તપાસવા માટં ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટને યાદ કરવી પડે...! 

હવે થોડું આગળ અને અન્ય રોચક પ્રસંગો:

અમદાવાદમાં દાલફ્રાયને બદલે જ્ઞાતિનું દાળનું કલ્ચર હતું. ત્યારની વાત છે. દાળ વાટકી વડે કે ચમચી વડે પીવાની નહિ પણ આંગળા વડે ખાવાની વાનગી ગણાતીજેની દાળ બગડી જેનો દિવસ બગડ્યો એવું માનતા લોકો દિવસ બગડે તે માટે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ પર દાળ લેવા ભીડ કરતાં હતાં. બાકીનું ભોજન ઘરે બનાવ્યું હોય પણ દાળ લેવા માટે ચંદ્રવિલાસ પર બહાર ડોલચાધારીઓની લાઈનના દશ્યો ઘણા અમદાવાદીઓ આજે પણ યાદ કરે છે.

આંગળા ચાટી જવાય એવી દાળ ઉકળતા સમય લાગે તેમ ચંદ્રવિલાસનો ધંધો જામતા પણ સમય નીકળી ગયો. ચીમનલાલના બીજા ભાગીદારો છૂટા થઈ ગયાપટેલો છૂટા પડવાની સાથે કોઈ અગમ્ય કારણસર ચંદ્રવિલાસની ખ્યાતિની સુગંધ પ્રસરવા લાગી, પાટિયા પર વાનગીઓનું લિસ્ટ પણ લાગવા લાગ્યું. ફક્ત ચા-નાસ્તાથી શરૂઆત કરનાર ચંદ્રવિલાસના ફાફડા-જલેબી વખણાવા લાગ્યા.

ભાગીદારોને છૂટા પડી જવાને બદલે અફસોસ થાય એટલી હદે ચંદ્રવિલાસ પ્રસિદ્ધ થઈ ત્યારે ૬૨ જેટલી વાનગીઓ ત્યાં પિરસાતી હતી…!! ચારોળી અને પિસ્તાવાળું દૂધ પીવા માટે ચંદ્રવિલાસ સુધી લાંબા થનારા શોખીનોની પણ ખોટ હતી. સવારના પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાલતી રેસ્ટોરન્ટમાં સમાજના તમામ વર્ગના લોકો મુલાકાત લેતા હતા. મિલ ઉદ્યોગના સુવર્ણયુગમાં મિલ માલિકોશેઠીયાઓ ઠાઠથી ઘોડાગાડીને ચંદ્રવિલાસની બહાર ઊભી રાખીને ફાફડા જલેબી ઝાપટવા આવતાંસરદાર પટેલ, ગાંધીજી અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓ પણ નાની ચા-નાસ્તા મિટિંગ અને ગુજરાતી થાળીનો આસ્વાદ માણવા માટે અવશ્ય આવતા.

અન્ય એક કિસ્સો પ્રથમ ટ્યુબલાઇટ વિષે અત્યંત રોચક અને જાણવા જેવો ખરો !!
ચીમનલાલ જોશીએ અમદાવાદમાં પહેલી ટ્યુબલાઇટ ચંદ્રવિલાસમાં ફીટ કરાવી હતી. ત્યારે આખા અમદાવાદમાં તે અંગે ચર્ચા થઈ કે ધોકાબત્તીકેઅજવાળું કરતું લાકડીવળી કઈ બલા છે. લોકો ટ્યુબલાઇટને જોવા કૌતુકતાથી આવતા હતાવકરો એટલો આવતો કે છૂટા પૈસા ગણવાને બદલે ત્રાજવાથી તોલવામાં આવતાં.

મૌલિક જોશીના જણાવ્યાનુસાર ગ્રાહકને જોઈતી વાનગી માટે ભૂંગળા ટેલિફોન હતો અને પાઇપ કોમ્યુનિકેશનથી જે તે ટેબલ પર વાનગી પીરસાતી હતી. બધી વસ્તુની દેખરેખ એવી કાચની પદ્ધતિથી ગોઠવણ હતી કે દરેક ટેબલનું લોકેશન થાન પર બેઠેલ શેઠ  જોઈ શકે.

પચ્ચીસ વર્ષ પહેલાના ૩૬ કર્મચારીઓથી આજે ૩૬૦ જેટલાં કર્મચારીઓ છે. આજે પણ લોકો ફાફડા-જલેબી ખાવા આવે છે. શહેરની ગીચતા અને ગાંધીરોડ એક માર્ગીય રોડ થઈ જતાં પાર્કિંગનો પ્રશ્ન ઉભો થતાં બહાર દેખાતી લાઇનો બંધ થઈ ગઈ પણ અંદર ગીર્દી બરકરાર રહી છે.

બે માળની ચંદ્રવિલાસ પ્રથમ દષ્ટિરામ ભરોસે હિન્દુ હોટલ જેવી લાગે પણ અંદર ગયા પછી તેની વિશાળતાનો અંદાજ આવે છે. હોટલમાંના જૂના ખુરશી ટેબલની શૈલી આજે પણ એવાને એવા ઝળવાઈ રહ્યાં છે.
અમદાવાદ આખામાં ફાસ્ટ ફુડમાં ભાજીપાઉં અને પીઝાના જમાનામાં પણ ચંદ્રવિલાસને ફાફડા જલેબીની લોકપ્રિયતામાં કોઈ આંચ આવી નથીદશેરા અને દિવાળીના દિવસે ફક્ત ફાફડા જલેબી વેચાય છે. જ્યારે ઉત્તરાયણમાં ઊંધિયું. 120 વર્ષના આરે પહોંચેલી ચંદ્રવિલાસની આજ તંદુરસ્તીનું રહસ્ય છે.


અન્ય એક આડવાતસૌરાષ્ટ્રના ફાફડા-ગાંઠિયા સારા કે અમદાવાદના મુદ્દે સૌરાષ્ટ્ર વાસીઓ અને અમદાવાદીઓ ખૂબ ચર્ચા ચાલે છે

વેપારીઓએ એક સૂરે કહ્યું હતું કે, ‘અમદાવાદ અને સૌરાષ્ટ્રના ફાફડા અલગ છે. તેના પર વિવાદ કરવાની જરૂર નથી. બંન્નેનો ટેસ્ટ અને ખાવાની પદ્ધતિ અલગ છે.ચંદ્રવિલાસ હોટલના માલિક શ્રી જોશી કહે છે, ‘સૌરાષ્ટ્રના ફાફડા પાતળા અને અમદાવાદના જાડા અને મજબૂત હોવાનુ કારણ છે કે અમદાવાદમાં ફાફડા કઢી સાથે ખાવાના હોય છે જ્યારે સૌરાષ્ટ્રમાં કઢીનું ચલણ નથી. પાતળા ફાફડા કઢીમાં બોળવાથી તૂટીને કઢીમાં ડુબી જવાનો ભય રહેતો હોવાથી અમદાવાદમાં જાડા અને પ્રમાણમાં મજબૂત ભૂંગળી ફાફડા બને છે. જેથી તેમાં કઢી ભરાઈ શકે.

વાત આગળ વધારતા તેઓ કહે છે, ‘ફાફડામાં અમે સતત ત્રણ દિવસ શેકીને પાપડિયો ખારો(ખાવાનો સોડા) નાખતા હોઈએ છીએ.’ ઓસ્વાલના હિરાભાઈ કહે છે, 'ફાફડામાં અમે ચાર દિવસ શેકીને પાપડિયો ખારો નાખીએ છીએ જ્યારે સૌરાષ્ટ્રમાં ખારો સીધો નાખવામાં આવે છેસોડા શેકવાથી તેનો કાર્બન ઊડી જાય છે અને ફાફડાની ભૂંગળી વળવામાં મદદરૂપ થાય છે'

જયારે સૌરાષ્ટ્રના રૂષભભાઈ કહે છે, ‘સૌરાષ્ટ્રના ફાફડામાં ખારાનું પ્રમાણ અમદાવાદી ફાફડા કરતા અડધું હોય છે અને મોણ વધારે પ્રમાણમાં નંખાય છે અને તેને ખુબ મસળવામા આવે છે. જેના કારણે ફાફડા પાતળા બને છે.

હવે વાત કરીયે એવાજ એક સ્થાપક સ્વ. શાંતિલાલ પટેલની !! તેઓ વિખ્યાત 'ચેતના'હોટલના માલિકરિલીફ રોડ પર આવેલી ચેતના હોટલનો આમ તો મસાલા-ઢોંસો ખૂબ વખણાતો. લોકો સજી-ધજીને હોટલમાં ખાવા જતા. શાંતિભાઈ પટેલે પણ ભાણુંને આધુનિક વાઘા પહેરાવીને ત્રણ પ્રકારની ગુજરાતી થાળીનો પ્રારંભ કર્યો હતો. ત્રણેય ભાવ જુદો-જુદો અને તેમાં મળતી વાનગીઓ ઓછી-વત્તી. શાક-દાળ-ભાત-રોટલીનો વ્યાપ વધ્યો અને થાળી વ્યંજનોથી ભરાઈ ગઈ. સ્વ. ચીમનલાલ જોશીએ પણ .. 1900માં સ્થપાયેલ "ચંદ્રવિલાસ"માં ગુજરાતી થાળીનો પ્રારંભ કર્યો હતો. સમયે તેનો ભાવ રાખ્યો હતો 1 રૂપિયો/થાળી !!

દોડવું'તું ને ઢાળ મળ્યો, એમ ગુજરાતીઓને તો ખાવું હતું અને થાળી મળી! જમાનામાં ગુજરાતી થાળી એટલી લોકપ્રિય થઇ હતી કે રાત્રે દસ વાગ્યા સુધી લાઈન રહેતી. ક્યારેક તો 'ચેતના'ના સંચાલકો લાઇનમાં ઊભા રહેલા લોકોને હાથ જોડીને કહેતા કે આજે અમે તમને જમાડી શકીએ તેમ નથી, કાલે આવજો. જમવા માટે કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેતા ગુજરાતીઓનો જમવાનો પ્રેમ કેટલો તીવ્ર હશે તે આના પરથી સમજી શકાશે.

ગુજરાતીઓનો ખાવાનો અને મનોરંજનનો પ્રેમ એકબીજામાં કેવી રીતે ભળી જતા તેની એક રસપ્રદ વાત જાણવા જેવી છે.

'ચેતના' લોજની બાજુમાં કૃષ્ણ થિએટર હતું. (હવે નથી.' ચેતના' છે, કૃષ્ણ અંતર્ધ્યાન છે.) વખતે કૃષ્ણમાં મુગલ--આઝમ’ રજૂ થયેલું. વખતે મલ્ટિપ્લેક્ષ નહોતાં. સિનેમા ગૃહોમાં ફિલ્મ જોવી ઉત્સવ જેવી ઘટના હતી. લોકો ટિકિટ ખરીદવા મોડી રાતથી લાઇનમાં બેસી જતા. 'મુગલ--આઝમ'ની ટિકિટ લેનારાની લાઇન અને 'ચેતના' બહાર ઊભેલા લોકોની લાઇન...  બન્ને લાઇનની ભેળસેળ થઇ જતી. જોનારા અને ખાનારા એકબીજામાં ભળી જતા. જોવાના આનંદ અને જમવાના આનંદનો સંગમ થઇ જતો.


એકને યાદ કરીએ અને બીજાને ભૂલી જઇએ તો તેને ખોટું લાગે. અમદાવાદના ગાંધી રોડ પર આવેલી ચંદ્રવિલાસ લોજનો પણ ત્યારે સુર્વણકાળ હતોઆમ જોઈએ તો ચંદ્રવિલાસ અમદાવાદની પ્રથમ રેસ્ટોરાં કહેવાય છે!  ચંદ્રવિલાસની દાળ (તુવેરદાળ) ખૂબ વખણાતી. ચંદ્રવિલાસની દાળ લોકો હોંશે હોંશે પીતા. અમદાવાદની પોળોમાં રહેતા લોકો ઘરે બીજી બધી વાનગીઓ બનાવે, દાળ સિવાય. ડોલચું (મોટો પરિવાર હોય તો મોટું વાસણ) લઇને ચંદ્રવિલાસની દાળ ખરીદવા આવતા. તેનીય લાઇન લાગતીમાત્ર તુવેરદાળ રીતે, બનેલી, તૈયાર, વેચાતી હોય તેવી પહેલી ઘટના હતી. ઘણાને તો ચંદ્રવિલાસની દાળનો એવો જબરજસ્ત ચટાકો લાગતો કે ગુજરાતના પોતાના ગામ કે નગરથી ખાસ ચંદ્રવિલાસમાં જમવા આવતા. 'રતનપોળ'માં કપડાંની ખરીદી કરવી પહેલું કામ અને પછી ચંદ્રવિલાસમાં જમવું બીજું કામ.

કારણે  ગુજરાતીઓને દાળ-ભાતીઆ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની ઓળખ ચંદ્રવિલાસ પહેલાંની છે કે પછીની  બાબતે ઈતિહાસ મગનું નામ મરી પાડતો નથી પણ અહીં તેનો ઉલ્લેખ કરવો જોઈએ એટલે કરું છું


માહિતી સંકલન, સંશોધન અને રજૂઆત: ડો. કાર્તિક શાહ