Thursday, March 31, 2016

સિન્કલેર લુઈ અને પત્ની ડોરોથી


સિન્કલેર લુઈ 
(અંગ્રેજ નવલકથાકાર ને નાટ્યકાર, 1885-1951)

અંગ્રેજ નવલકથાકાર ને નાટ્યકાર સિન્કલેર લુઈને  વર્ષ 1930 માં સાહિત્ય માં  ' નોબેલ ' પારિતોષિક વિજેતા જાહેર કરાયા હતા. એ વખતે લુંઈના પ્રશન્ષકોની ભરમાર હતી. તેમાની એક પ્રશંશક યુવતીએ લુંઈને પત્ર લખ્યો: ' હું તમને મળવા ઝંખું છું, અને જો તમારી સેક્રેટરીની જગ્યા ખાલી હોય તો  હું એ સેવા આપવા તૈયાર છું. એટલું જ નહિ, તમારું " કઈ પણ " કામ હશે તે હું ખુશી-ખુશી કરીશ. હું " કઈ પણ " લખું છું એટલે ખરે ખર  " કઈ પણ " !!! અને " કઈ પણ " હશે, તે કરીશ.

સિંકલેરે પોતાની પત્ની ડોરોથી ને એ પત્ર આપ્યો અને એનો જવાબ મોકલવાની જવાબદારી આપી.

તેની પત્ની ડોરોથી એ જવાબમાં લખ્યું: ' લુંઈની સેક્રેટરી અને સ્ટેનોગ્રાફર તરીકે હું જ કામ કરું છું! અને તમનું " બધું જ " કામ હું કરું છું. હું અહી " બધું જ " લખું છું એટલે તમે વિશ્વાસ કરજો, " બધું જ " અને હા ખરેખર "બધું જ "!!! 

-સત્ય ઘટના (1930)

અટલબિહારી બાજપેયી

અટલબિહારી બાજપેયી
(ભારતના 10માં પ્રધાનમંત્રી, જન્મ -1924)
" તમે તમારા મિત્રો બદલી શકો છો, પણ પાડોશીને નહિ "

ઇન્દિરા ગાંધી પહેલી વાર વડા-પ્રધાન બન્યા ત્યારે 'જનસંઘ' પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરતા એમણે સંસદભવનમાં કહ્યું: " મેં અગર ચાહું તો પાંચ મિનીટ મેં 'જનસંઘ'કો ઠીક કર સકતી હું !!"

એના જવાબમાં એ સમયના 'જનસંઘ'ના પ્રમુખ અટલ બિહારી બાજપેયીએ મલકાતા-મલકાતા જવાબ આપ્યો: 'મેડમ!! પાંચ મિનીટ મેં તો આપ અપની લટે ભી ઠીક નહિ કર સકતી !!!'

આલ્બર્ટ સ્વાઈત્ઝર


આલ્બર્ટ સ્વાઈત્ઝર
(ધર્મશાસ્ત્રી, તત્વચિંતક, સંગીતકાર અને તબીબ -- 1875-1965)


એક અમેરિકન એલચીએ ડો. આલ્બર્ટ સ્વાઈત્ઝરને પૂછ્યું: ' નાઈલમાં નહાવું ભયજનક તો નથી ને? '

'જરાય નહિ. નાઈલમાં મગર ઘણા છે, પણ એ ખાઉધરા નથી હોતા. ઘણી વાર તો ત્રણ-ત્રણ માસ ના લાંઘણ પણ કરી નાખે છે! ' આલ્બર્ટ સ્વાઈત્ઝરએ વિનોદી લહેકામાં જવાબ આપ્યો.

'ત્યારે તો નાઈલમાં નહાવામાં જરાય જોખમ નથી, એમ ને ?'

' ના જરાય નહિ, પણ ખાલી ત્રણ માસ થી ભૂખ્યા મગરથી ચેતતા રહેવું પડે  !!!' આલ્બર્ટ સ્વાઈત્ઝરએ કહ્યું ને ખડખડાટ હસી પડ્યા। અમેરિકન એલચી ને મોડેથી ટ્યુબલાઈટ થઇ અને એ પણ ખુબ હસ્યો.

થોમસ મુર

થોમસ મુર 
(આઈરીશ કવિ, 1779-1852)

આઈરીશ કવિ  થોમસ મુરનું પ્રારંભિક જીવન ઘણીજ ગરીબીમાં પસાર થયું હતું. તેઓ સાહિત્ય જગતમાં પ્રસિદ્ધિના શિખરે પહોંચી ગયા ત્યારે લંડનમાં એક ક્લબે તેમને સભ્યપદ સ્વીકારવા માટે આમંત્રિત કર્યા.

ઉમરાવોની એ ક્લબમાં એક સામાન્ય કુટુંબની વ્યક્તિને અપાઈ રહેલું સન્માન, એમની કારોબારીના એક સભ્યને પસંદ પડ્યું નહિ. તેમણે એ પ્રત્યે પોતાનો અણગમો વ્યક્ત કરતા થોમસ મુરને કહ્યું: ' મિ. મુર!  શું એ વાત સાચી છે કે તમારા પિતા એક ગામડાના મોદી હતા??'
'બેશક!' મુરે જવાબ આપ્યો અને ઉમેર્યું, ' તેઓ ભારે પ્રમાણિક હતા.'

'તમે એમના પગલે કેમ ના ચાલ્યા??' ઉમરાવે કટાક્ષ કર્યો।
' કારણકે મારામાં એમના જેટલી બુદ્ધિ નહોતી.' મુરે નમ્રતાપુર્વક  ઉત્તર આપ્યો અને ઉમરાવને સામો પ્રશ્ન કર્યો: 'મેં સાંભળ્યું છે કે, તમારા પિતાશ્રી અતિશય સજ્જન હતા!! તો પછી તમે એમના પગલે કેમ ન ચાલ્યા??!!'

જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવે 
(ગુજરાતી હાસ્ય લેખક, 1901-1980)

સુરતમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના એક અધિવેશનમાં જ્યોતીન્દ્ર દવે અને વિનોદ ભટ્ટનો ભેટો થઇ ગયો.


વાતોડી વિનોદ ભટ્ટએ પહેલ કરી જ્યોતીન્દ્રને પ્રશ્ન કર્યો: ' જ્યોતીન્દ્રભાઈ! મને એક પ્રશ્ન ઘણા સમયથી મૂંઝવી રહ્યો છે. કદાચ તમે એના ઉપર પ્રકાશ પાડી શકશો કે, ભગવાનમાં 'સેન્સ ઓફ હ્યુમર' હશે ખરું?



'કેમ, એમાં તમને શા માટે શંકા છે?' એમણે સામો પ્રશ્ન કર્યો અને તેના પછી તરત જ પોતે જવાબ આપ્યો: ' જુઓને, એણે આ સંસારમાં જાતજાતના ને ભાતભાતના કરોડો માનવી પેદા કર્યા છે ને હજીયે પેદા કર્યે જ જાય છે, એની આ પ્રવુત્તિ એ એની હાસ્યવૃત્તિ નહિ તો બીજું શું સૂચવે છે?!!'

કવિ ન્હાનાલાલ દલપતરામ

કવિ ન્હાનાલાલ દલપતરામ 
(કવિશ્વર, 1877-1946)


જ્યોતીન્દ્ર દવે સુરતની એક કોલેજમાં ફેલો હતા ત્યારે મહાકવિ ન્હાનાલાલનું ભાષણ ત્યાં યોજવામાં આવ્યું હતું. બધી તૈયારીઓ થઇ ગયા પછી અતિથિગૃહ થી  ભાષણ ના સ્થળ સુધી કવિને લઇ આવવાનું કામ જ્યોતીન્દ્ર દવે ને સોંપવામાં આવ્યું.



તેઓ અતિથિગૃહ પહોંચ્યા. કવિ એ અમસ્તા ઔપાચારીકતા ખાતર જ્યોતીન્દ્રને પૂછ્યું, ' તમે કવિતા કરો છો?'

મશ્કરા સ્વભાવના જ્યોતીન્દ્રે રમુજમાં ફટ દઈને જવાબ આપ્યો: ' એ મૂર્ખાઈ હું નથી કરતો !' 


ન્હાનાલાલનો ચેહરો એક ક્ષણમાં લાલચોળ થઇ ગયો, 'હું કવિતા કરું છું એ શું મૂર્ખાઈ છે?!!' એમણે ગુસ્સે થઈને પૂછ્યું.



જ્યોતીન્દ્રના આ વ્યવહારને કવિ એ પોતાનું અપમાન ગણ્યું અને ભાષણ માટે જવાની ના પાડી. અને આ વાત વણસતા સહુની મુશ્કેલી વધી ગઈ.



અંતે જ્યોતીન્દ્રે કવિને મનાવતાં-મનાવતાં સ્પષ્ટતા કરી: 'સાહેબ! ખરેખર મારા કહેવાનો આશય એ હતો કે, જો હું કવિતા કરું તો તે મૂર્ખતા કહેવાય, અને જો તમે કવિતા ન કરો તો તે મૂર્ખતા કહેવાય  !!'


આ સાંભળીને ન્હાનાલાલ હસી પડ્યા, અને બગડેલી બાજી સુધરી ગઈ.

જીમી કાર્ટર

જીમી કાર્ટર 

કાર્ટર અમેરિકાના પ્રમુખ હતા ત્યારે જોડી પોવેલ નામક એક પ્રતીભાવાન વિદુષી એના પ્રેસ સચિવ હતા. એકવાર એમણે કાર્ટર ની માં લીલીયનની મુલાકાત લેવા માટે એક આક્રમક પ્રેસ રિપોર્ટર ને એમની પાસે બોલાવ્યો.

એ રીપોર્ટરે શ્રીમતી કાર્ટરને કહ્યું: ' તમારો પુત્ર ચુંટણી પ્રચારમાં એમ કહે છે, ' જો હું તમારી સામે કદી અસત્ય બોલ્યો હોઉં, તો તમે મને મત આપશો નહી. એમની આ વાત આશ્ચર્ય ઉપજાવે છે. તમે એમના માં છો, એટલે તમે એમને સારી રીતે ઓળખતા જ હશો. માટે તમે ઈમાનદારીથી મને જણાવો કે શું તેઓ કદી જુઠું નથી બોલતા?'

' વેલ, ક્યારેક-ક્યારેક થોડું સફેદજુઠ (વ્હાઈટ લાય ) બોલે છે ખરા!!' લીલીયન કાર્ટરે નિખાલસપણે જવાબ આપ્યો.

' હું ચોક્કસપણે શબ્દોમાં એની વ્યાખ્યા કદાચ ના કરી શકું।' શ્રીમતી લીલીયને કહ્યું,' પણ તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું. હમણાં થોડી વાર પહેલા તમે, જયારે મને મળ્યા, ત્યારે મેં તમારું અભિવાદન કરતા જે કહ્યું હતું એ તમને યાદ હશે જ કે, ' તમે કેટલા સારા દેખાવ છો! તમને મળીને મને ખુબ  જ આનંદ થયો !'

Wednesday, March 30, 2016

દાન્તે

દાન્તે એલીઘીયેરી 
ઇટાલિયન મહાકવિ (1265-1321)

વિશ્વપ્રસિદ્ધ  ઇટાલિયન મહાકાવ્ય " ડિવાઈન કોમેડી " ના સર્જક દાન્તે પોતાના ગામના એક દેવળમાં પ્રાર્થના કરી રહ્યા હતા, અને તેઓ એટલા ધ્યાનમગ્ન થઇ ગયા કે, પ્રાર્થના પૂરી થયા પછી ઈશ્વરનું નમન કરવાનું ભૂલી ગયા.

એ જોઇને એમના એક શત્રુએ બિશપ પાસે પહોંચીને દાન્તેની આ ધ્રુષ્ટતા અંગે ફરિયાદ કરી, આથી, બિશપે દાન્તેને બોલાવીને ખુલાસો કરવા કહ્યું.

દાન્તે એ પોતાની ભૂલ કબુલ કરી, અને એ માટે માફી માંગી. જયારે બિશપ થોડા શાંત થયા, ત્યારે તેમણે નમ્રતાપૂર્વક બિશપને કહ્યું: ' ફાધર ! જેઓ મને ઈશ્વરનું નમન ન કરવા માટે ગુનેગાર ગણે છે એમનું ધ્યાન જો ઈશ્વર પ્રાર્થના અને નમનમાં પરોવાયું હોત, તો શું તેઓ મારી ભૂલ જોઈ શકત ? '

એ સાંભળીને બિશપ હસી પડ્યા.

કળિયુગ

એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.

અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.

ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?

નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.

સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.

ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે '"આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે. ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે. પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી  ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે."

ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ!!!

વડીલ

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.

એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, " બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? " વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, " બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે. તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે."

દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાય ગયુ છે દિકરાને પિતાની આ વાત ગળે ન ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો. ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેરવિખેર થઇ ગયા.

દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ એમને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો. એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ, " તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? " વડીલે કહ્યુ, " એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી. એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.

દિકરાએ કહ્યુ, " બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા. તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા. ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે." પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, " બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો."

મિત્રો, ઘણીવખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.

જો કોઈ વ્યક્તિ તમારી સામે ઝુકી ને નમૃતાથી વાત કરે તો માનવું કે તેનુ કદ તમારાથી ચોકકસ મોટુ હશે..

કવિ અવધેશ નારાયણ


ભારતની આઝાદી પહેલાનો આ પ્રસંગ છે. દિલ્હીમાં યોજાયેલ એક મુશાયરામાં કવિ અવધેશ નારાયણ હાજર હતા. એ મુશાયરામાં આવેલ મુસ્લિમ શાયરો પોતાની શાયરીમાં મોટેભાગે ઇસ્લામની પ્રશંશા રજુ કરતા હતા.
એ જોઇને કવિ અવધેશ નારાયણ નું હિન્દુત્વ જાગી ઉઠ્યું અને એમણે પોતાની શાયરીમાં હિંદુ ધર્મનાં આખ્યાનો રજુ કર્યાં.
શાયરીનો આવો દુરુપયોગ (???!!!) ને વળી એમાં પણ 'ઇસ્લામ'ની પ્રશંશાનો બહિષ્કાર જોઇને મુસ્લિમ શાયરો ઘણા નારાજ થયા.
અને એમણે કવિ અવધેશ ને મુંજવણમાં મુકવા તેમજ તેમના મુખે ઇસ્લામ શબ્દનો ઉચ્ચાર કરાવવા માટે, મુશાયરો પૂરો થતા પહેલા ગઝલ પાદપૂર્તિની એક સ્પર્ધાનો કાર્યક્રમ ગોઠવી દીધો.
આ સ્પર્ધામાં ભાગ લેનારા શાયરો ગઝલની બે પંક્તિઓમાં ની બીજી પંક્તિ રજુ કરીને પોતાના હરીફને એની પ્રથમ પંક્તિ રજુ કરવા માટે પડકાર ફેંકે છે. આ સ્પર્ધાની મજા એ છે કે, એમાં ત્યાં ને ત્યાં 'એક્સટેમ્પર' કાવ્યસર્જન કરવાનું હોય છે.
અવધેશ જી આ પડકાર ઝીલવા તૈયાર થયી ગયા. એક પીઢ શાયરે અવધેશજી ના નામોલ્લેખ સાથે રજૂઆત કરી:
"હૈ વોહી કાફિર કી જો બંદે નહિ ઇસ્લામ કે"
'વાહ, સુભાનલ્લાહ!' કહીને અધ્યક્ષશ્રી એ આવી  જોરદાર રજૂઆત વધાવી લીધી. આખો સભાગૃહ હર્ષનાદથી ગુંજવા લાગ્યો. બધા લોકોની નજર અવધેશજી પર હતી કે જોઈએ હવે તેઓ કઈ રીતે 'ઇસ્લામ' શબ્દનો ઉપયોગ ટાળે છે!! અને જો એ એવું ના કરે તો એ એમની હાર ગણાશે.
પણ અવધેશજી નારાયણજી કોઈનાય ગાંજ્યા જાય એવા નહોતા. તેઓ અરબી ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. એ ભાષાના મુલાક્ષરોમાં એક અક્ષર છે 'લામ' જેનો આકાર અંગ્રેજી અક્ષર j જેવો વાન્કડિયો હોય છે. એમણે આ હકીકતનો ઉપયોગ કરીને 'ઇસ્લામ' શબ્દ ના બે ભાગ પાડ્યા  -- 'ઇસ' અને 'લામ' અને આ બે શબ્દ વડે ગઝલની પાદપૂર્તિ આ મુજબ કરી:
"લામ કે માનિંદ હૈ ગેસુ મેરે ઘનશ્યામ કે;
હૈ વોહી કાફિર કી જો બંદે નહિ ઇસ 'લામ' કે"

( મારા ઘનશ્યામના વાળ 'લામ" જેવા વાંકડિયા છે, જેઓ આ 'લામ' ના બંદા નથી તે કાફિર છે.)
'ઈર્શાદ! ઈર્શાદ!' ના ઉદગાર અને તાલીઓના ગડગડાટ થી સભાગૃહ ગુંજી ઉઠ્યું. અધ્યક્ષશ્રી ભાવ વિભોર થઇ અવધેશજીને ભેટી પડ્યા!!!

શિખામણ

શિખામણ 

એક શિયાળે કોઈ તળાવ માં મરી ગયેલો હાથી જોયો. એનું કુમળું માંસ ખાવાની લાલચથી એ હાથીની પૂંછડી નીચેની બખોલમાં પેસી ગયું. આખો દિવસ ખાઈ-પીને ત્યાં જ આરામ કરવા લાગ્યું. રોજ રાત્રે બહાર નીકળીને તળાવને કિનારે લટાર મારતું અને સવાર થતાજ અંદર પેસી જતું.

થોડા વખત પછી ઉનાળો આવ્યો, તળાવના પાણી ઉતર્યા ને હાથીનું ચામડુ સુકાઈને લાકડા જેવું કડક થઇ ગયું. એના કારણે એક દિવસ શિયાળ કડક થઇ ગયેલ બખોલમાંથી બહાર નીકળી ન શક્યું અને હાથીના પેટમાં પુરાઈ ગયું !

ઘણા દિવસોની જેલ ભોગવ્યા પછી એક વાર એણે પક્ષીઓના ટોળાનો અવાજ સાંભળ્યો। આથી એ બુમ પાડીને બોલ્યું: 
' હે પક્ષીઓ, મારે તમને એક સરસ વાત કહેવી છે. જો તમે ચાંચમાં પાણી ભરીને હાથીની પૂંછડીનીચેની બખોલમાં નાખો અને એને પલાળો તો હું બહાર આવીને તમને એ વાત કહું। '

બધા પક્ષીઓને શિયાળની વાતમાં રસ પડ્યો. તેઓ પોતાની ચાંચમાં પાણી ભરીને હાથીની બખોલમાં નાખવા લાગ્યા. થોડી વારમાં એ બખોલ પલળીને નરમ થઇ ગઈ. એટલે શિયાળ બહાર આવીને કુદાકુદ કરતુ પોતાની પ્રસન્નતા પ્રગટ કરવા લાગ્યું.

એ જોઇને બધા પક્ષીઓએ કલરવ કરીને કહ્યું: ' તમારી મજાની વાત હવે જલ્દી થી કહો.'
શિયાળે નાટકીય ઢબે જવાબ આપ્યો: ' હું ક્યાં ભરાઈ પડ્યો હતો એ તમે જોયું ને? મોટા લોકોના પુંછડા માં પેસવાથી આવી દુર્દશા થાય છે એ તમે હવેથી યાદ રાખજો ! મારો આ અનુભવ તમે ગાંઠે બાંધી લો !!!'

ગાંધીજી અને સમય વ્યવસ્થાપન

ગાંધીજી 
સત્ય અને અહિંસાવાદી કર્મયોગી, 1869-1948

સમય વ્યવસ્થાપન 

ગાંધીજી સમય જાળવવાની બાબતમાં અદ્ભુત ચોકસાઈ ધરાવતા હતા. એક વાર તેઓ ગળી ના ખેતમજુરો પર થઇ રહેલ અત્યાચાર નિવારવા માટે ચંપારણ (બિહાર) ગયા હતા. ત્યારે અંગ્રેજ સરકારે તેમના પર કેસ દાખલ કરીને તેમને 11 વાગે કોર્ટમાં હાજર થવાનું ફરમાન આપ્યું.

કોર્ટ સુધી પહોંચવા માટે ઘોડાગાડીની વ્યવસ્થા કરવામાં આવી. પંદર મિનીટ માં પહોંચી જવાય એમ હોવા છતાં તેમણે એવો આગ્રહ રાખ્યો કે ગાડી સાડા દસ વાગે આવી જવી જોઈએ. જેથી એમાં કોઈ ચૂક થાય તો તેઓ પગે ચાલીને સમયસર પહોંચી શકે.

આ પ્રકારના અનેક પ્રસંગોથી તેમનું જીવન ભર્યું પડ્યું છે. અહી એક ખુબ રોચક અને પ્રચલિત પ્રસંગનો ઉલ્લેખ કરું,  ગોધરામાં યોજાયેલી રાજકીય પરિષદમાં લોકમાન્ય તિલક અર્ધો કલાક મોડા આવ્યા, ત્યારે ગાંધીજીએ કટાક્ષમાં કહ્યું હતું: " સ્વરાજ અર્ધો કલાક મોડું આવશે !!"

અબ્રાહમ લિંકન


અબ્રાહમ લિંકને એક વાર જોયું કે એક નાનો છોડ ફૂંકાઈ રહેલ તીવ્ર પવનની સામે ઝઝૂમી રહ્યો છે. અને એ છોડના ફૂલો પર બેઠેલી મધમાખીઓનો રસ ચૂસવામાં વ્યસ્ત છે. સખત પવનના ઝાપટાને લીધે છોડ વારંવાર જમીન પર અથડાતો અને પાછો ઉંચો થઇ જતો હતો. તેમ છતાં મધમાખીઓ ફૂલો સાથે સખત ચોંટી રહીને રસ ચૂસ્યા કરતી હતી.

એ દ્રશ્ય તેમના ચિત્તમાં ઘર કરી ગયું।. એ અંગે તેમણે કોઈ મીટીંગમાં કહ્યું: ' મને લાગે છે કે જે લોકો મધમાખીની જેમ પોતાના કામ સાથે ચીટકી રહે છે, તેમને જ જીવન મધ પ્રાપ્ત થાય છે. વિરોધના ગમે તેટલા વા-વંટોળિયા  ની વચ્ચે પણ હાથમાં લીધેલા કર્યો, ખંતપૂર્વક વળગીને રહી કરતા રહેવાથી માણસને સિદ્ધિ અવશ્ય મળે છે.

અબ્રાહમ લિંકન (અમેરિકન રાષ્ટ્રપ્રમુખ, 1809-1865)

સફળતા - આલ્બર્ટ આઇન્સ્તાઇન

આલ્બર્ટ આઇન્સ્તાઇન (જર્મન-સ્વીસ ડોક્ટર-વિજ્ઞાની, 1879-1955)

ગુરુત્વાકર્ષણ ના સિધ્ધાંત (થીયરી ઓફ રીલેટીવીટી) ના પ્રણેતા ડો. આલ્બર્ટ આઇન્સ્તાઇનના એક મિત્રે એક વાર તેમને પૂછ્યું, " જીવનસાફલ્ય ની સાચી ચાવી કઈ છે? " 

આલ્બર્ટ આઇન્સ્તાઇનએ મલકીને જવાબ આપ્યો: "A ને આપણે જીવન સાફલ્ય ગણીએ, તો A= x,y,z નું પ્રમાણ મૂકી શકાય. એમાં x એટલે કર્મ, y એટલે રમત."

" અને z એટલે શું? એ તો તમે જણાવ્યું જ નહિ ?? "

' z એટલે મોઢું બંધ રાખવું !!' આલ્બર્ટ આઇન્સ્તાઇનએ કહ્યું અને એ સાથે ખડખડાટ હસી પડ્યા.


Tuesday, March 29, 2016

ધીરજ

અમેરિકાના કોલોરાડો પ્રદેશમાં સોનાની ખાણો નીકળી ત્યારે ધનાઢ્ય લોકો ત્યાની જમીન ખરીદવા માટે પડાપડી કરવા લાગ્યા. એક કરોડપતિએ તો પોતાની બધી મૂડી રોકીને એક આખો પર્વત ખરીદી લીધો. પણ ઘણું ખોદકામ કરાવ્યા પછીય એમાંથી સોનું ન નીકળ્યું અને તે પોતાની ધીરજ ગુમાવી બેઠો. અને એ રોકાણ માંથી બહાર નીકળી જવા માટે જમીન તેમજ ખોદકામના સાધનો વેચવાની જાહેરાત કરી.
એ જોઇને લોકો કહેવા લાગ્યા જે જમીનમાંથી કશુય નીકળ્યું નથી એ જમીન કયો મૂરખ ખરીદશે? પણ થોડાં દિવસોમાંજ લોકોને એ જોઇને આશ્ચર્ય થયો કે એક સાહસી માણસ એ જમીન ખરીદવામાં રસ ધરાવે છે.
જમીનના વેચાણ દસ્તાવેજ થઇ ગયા પછી, એ જમીનને કારણે પાયમાલ થઇ ગયેલ કરોડપતિએ સાહસી માણસને પૂછ્યું,' આ જમીનમાંથી સોનું નથી નીકળ્યું અને એના કારણે મને અસહ્ય આર્થિક ખોટ થઇ છે, એ  જાણવા છતાં તમે આ જમીન ખરીદવાનું સાહસ શા માટે કર્યું છે?'
સાહસીએ ખુબજ સરળતાથી જવાબ આપ્યો, " તમે જેટલું ખોદકામ કરાવ્યું છે તેનાથી વધારે અગર ખોદવામાં આવે તો કદાચ સોનું નીકળે?!!!"
અને ખરેખર એવુંજ બન્યું!! એની ધીરજ અને દૂરદર્શિતા ફળી.
નોંધ:- આ સત્યઘટના ઉપરથી એક-બે ફિલ્મો બની છે, અને એની હિન્દી રૂપાંતરિત ફિલ્મ પણ બની છે.

Monday, March 28, 2016

નેઇલ એસ્કેલીન

એક વખત ડૅરી મા પડેલા મલાઇના એક વાસણમા બે દેડકા પડી ગયા. બહાર નીક્ળવા માટે ઘણી મહેનત કર્યા પછી એક દેડકા એ કહ્યુઃ ‘બધી મહેનત ફોગટ છે. આપણે મરી જ જવાના છીએ !’  “ છતા મહેનત તો કરવી જ જોઇએ.” બીજાએ કહ્યુ, “ કદાચ બહાર નીક્ળી જઇએ !!”  “ એવી નકામી મહેનતથી આપણને શો ફાયદો?” પહેલાએ કહ્યુ, “ તરવા માટે આ વસ્તુ વધુ પડતી ઘટ્ટ છે, પગ ટેકવીને કૂદવા માટે વધુ પડતી પાતળી છે. ઉપર ચડવા માટે વધુ પડતી લપસણી છે. આમા આપણુ મ્રુત્યુ નિશ્ચિત છે. પછી, મિથ્યા પ્રયત્ન શા માટે?” અને વાસણ ના તળીયે ડુબીને મ્રુત્યુ પામ્યો.  પરન્તુ બીજા દેડકાએ પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. પગ હલાવીને એ થાકી ગયો. પણ એની એ હલચલ ને કારણે સવાર સુધીમા મલાઇમાથી ઘટ્ટ માખણ છૂટુ પડી ગયુ, જેના ઉપર એને બેઠેલો જોઇને, વાસણ લેવા આવનારે તેને ઊચકી લીધો અને એનો જીવ પણ બચી ગયો. 

-- નેઇલ એસ્કેલીન  



માત્ર ધન-સમ્પતિ ભેગા કરવાથી જીવન સફળ થતુ નથી. એક કન્જુસ પણ ધન એક્ઠુ કરી શકે છે, પરન્તુ માણસ તરીકે તે નિષ્ફ્ળ માનવી છે. જીવનની સફળતા માટે બે વસ્તુ ખાસ જરુરી છેઃ એક તો વ્યક્તિની આન્તરિક શક્તિ નો વિકાસ અને બીજુ, સમાજ્ના વિકાસમા તેનો કોઇક જાતનો ફાળો. સન્ગીત સમ્રાટ મોજાર્ટ મ્રુત્યુ પામ્યો, ત્યારે તેની પાસે કોઇ ધન-સમ્પતિ ન્હોતા પરન્તુ પોતાના ટૂકા જીવન દરમિયાન પોતાની સન્ગીત કલાથી તેણે માનવજીવન ને અને વિશ્વને વધુ સમ્રુદ્ધ બનાવ્યુ હતુ. આપણા અસ્તિત્વ અને કાર્યથી વિશ્વ વધુ સમ્રુદ્ધ બને તેમાજ આપણી આખરી સફળતા રહેલી છે. 

-- ઇલીનોર રુજવેલ્ટ

આત્મવિશ્વાસ


બ્રિટીશ નૌસેનામાં સૈનિકોની ભરતી તો ઈન્ટરવ્યું ચાલતો હતો. એમાં પસંદગી-સમિતિના વડાએ એક યુવાનને પૂછ્યું, ' તમે કોઈ જહાજમાં મુસાફરી કરી રહ્યા હોવ, અને એકાએક સમુદ્રમાં તોફાન ચડે, તો તમે શું કરશો?'

'લંગર નાખી દઈશ.' પૂરી સ્વસ્થતાથી એણે તરત કહ્યું.

' માની લો કે થોડી વાર પછી ફરી તોફાન ચડે તો શું કરશો?'

'બીજું લંગર નાખી દઈશ.' તેણે સરળતાથી તરત કહ્યું.
' અને જો ફરી વાર તોફાન ચડે તો ?'

'તો હું ફરી વાર લંગર નાખીશ.' હવે એણે આત્મવિશ્વાસ સાથે નીડરતાથી જવાબ આપ્યો.

એ યુવાનની આવી મક્કમતા જોઇને હસી પડેલા કમાન્ડરે રમૂજમાં પૂછ્યું, " તમે આટલા બધા લંગરો ક્યાંથી લઇ આવશો ??"

' સાહેબ ! આપ જ્યાંથી આટલા તોફાનો લઇ આવશો બસ ત્યાંથી જ હું આટલા લંગરો લઇ આવીશ.'

એ યુવક પસંદગી પામ્યો. એટલું જ નહિ, ભવિષ્યમાં નૌસેનાપતિના હોદ્દા પર પહોંચ્યો. અરે એટલું જ નહિ, ભારતની આઝાદી વખતે 1947માં છેલ્લા વાઈસરોયના પદે પણ નીમાયો. એનું નામ હતું " લોર્ડ માઉન્ટબેટન "
આ છે વાગ્મિતા નો ચમત્કાર!

યુધિસ્ઠીર અને ભીમ

યુધિસ્ઠીર હસ્તિનાપુરના રાજા બન્યા એ પછી એક વાર રાજમહેલની અગાશી પર આંટા મારતા હતા. ત્યારે મહેલના દરવાજા પાસે ઉભા એક યાચકે 'ભિક્ષાન દેહિ' કહીને બુમ પાડી. યુધિસ્ઠીરએ કહ્યું, ' આજે હું ચિંતનમાં વ્યસ્ત છું, કાલે આવજે. હું તને બે દિવસનું સીધું સામટું આપી દઈશ.'

એ વખતે જ ત્યાં આવી ચડેલા ભીમે યુધિસ્ઠીરના આ શબ્દો સાંભળ્યા. એ સાથે તેમને એક ગમ્મત સુઝી, અને એક બુંગીયો ઢોલ લાવીને દાંડી પીટવા લાગ્યા.

' અરે!! આ શું માંડ્યું છે? ' યુધિસ્ઠીરએ પૂછ્યું, " હમણાં નગરના બધા લોકો અહી આવી ચડશે...!"

'મારે એ જ તો કરવું છે...!' ભીમે હસીને જવાબ આપ્યો.

' પણ શા માટે? ' યુધિસ્ઠીરએ નવાઈ પામીને પૂછ્યું.

' મારે આપણા નગરજનો ને એક અદ્ભુત અને આનંદજનક સમાચાર આપવા છે. મારે એમને જણાવવું છે કે તેમના મહારાજા યુધિસ્ઠીરએ કાળ પર વિજય મેળવી લીધો છે...!'

' અરે ભીમ! તુય આ શું બકે છે? ' યુધિસ્ઠીરએ પૂછ્યું. ' હું વળી કાળ પર કેવી રીતે વિજય મેળવવાનો હતો?'

'કેમ, મોટાભાઈ! તમે હમણાજ તો પેલા યાચકને કહ્યું કે આવતી કાલે આવજે, હું તને બંને દિવસનું સીધું એકસાથે સામટુંઆપી દઈશ!! એનો અર્થ શું એ નથી થતો કે તમને એવી ખાતરી છે કે તમે અને યાચક બંને આવતીકાલે જીવતા રહેવાના છો??' એમ કહીને ભીમ ખડખડાટ હસી પડ્યા.

" મુલ્લા નસરુદ્દીન - હસી કા ફરિશ્તા "



મુલ્લા નસરુદ્દીનનો અંતકાલ નિકટ આવ્યો ત્યારે એમની પત્ની કાળા વસ્ત્રો પહેરીને આંસુભરી આંખોએ તેમના ખાટલા પાસે બેઠી હતી. એ જોઇને મુલ્લાજી એ કહ્યું, " બીબી, આવી ઉદાસ શા માટે થઇ ગઈ છો ? ઉઠો, મો ધોઈને સારા કપડા પહેરી લો, અને મારી પાસે હસતા-હસતા આવો."

" તમારો અંતકાલ નજરોની સામે હોય ત્યારે હું આવું શી રીતે કરી શકું?" તેમણે વ્યથિત સ્વરમાં કહ્યું.

'મરણ નજીક છે એટલે જ તો તને સજીધજીને અહી બેસવાનું કહું છું, જેથી મોતનો ફરિશ્તો કદાચ તને પસંદ કરી લે અને મને જતો કરે !!' એમ કહેતા મુલ્લાજી ખડખડાટ હસી પડ્યા.

તેમના પત્ની વ્યથિત હોવા છતાં તેમની આ મશ્કરી સાંભળીને હસી પડ્યા, અને બીજી જ ક્ષણે મુલ્લાજીના પ્રાણ-પંખેરું ઉડી ગયા.

--" મુલ્લા નસરુદ્દીન - હસી કા ફરિશ્તા " માંથી સંક્ષેપ 

જીન્દાદીલી



" જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો;

ઓ મુસીબત! આટલી જીન્દાદીલીને દાદ તો દે,
તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !!"

- 'જીગર' (જમીયતરામ પંડ્યા, ગુજરાતી ગઝલકાર, 1906-1990)

જગદીશચંદ્ર બી. બોઝ

જગદીશચંદ્ર બી. બોઝ ( ભૌતિક અને વનસ્પતિ વિજ્ઞાની, 1858-1937)

ફરીદ્પુર (ઉત્તરપ્રદેશ)ના એક ન્યાયાધીશે એક કુખ્યાત લુંટારાને સજા કરી. એણે કોર્ટમાં જ ન્યાયાધીશ ને એવી ધમકી આપી કે જેલમાંથી છૂટ્યા પછી એ એનું વેર લેશે. અને ખરેખર, એણે એવું જ કર્યું.

ન્યાયાધીશનો બંગલો એણે સળગાવી દીધો. તેમની તમામ મિલકત એમાં સ્વાહા થયી ગઈ. અને તેઓ માત્ર એમના પુત્ર સાથે ફક્ત પહેરેલ કપડે બચી શક્યા.

એ લુટારો ફરી પકડાઈ ગયો અને ફરી તેમની જ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. એણે ગળગળા થઈને ન્યાયાધીશને કહ્યું, " તમે મને કોઈ ઈજ્જતની નોકરી અપાવો, તો હું મારો ધંધો છોડી દેવા તૈયાર છું."

અને એ ન્યાયાધીશે ન કેવળ એ ગુનેગારને માફ કરી દીધો, પણ પોતાના જ ઘરે કામ ઉપર રાખ્યો. અને પોતાના બાળકને નિશાળે લઇ જવા માટે નું મુખ્ય કામ સોંપ્યું.

આ ન્યાયાધીશનું નામ છે, ભગવાનચંદ્ર બોઝ, વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ ના પિતા.

"કન્ફ્યુસીયસ"

કન્ફ્યુસીયસ (ઇ.પૂ. 551-478)
મહાન ચાઇનીઝ શિક્ષક, તત્વચિંતક, રાજનીતિજ્ઞ અને લેખક

ચીનના મહાન ફિલસૂફ, શિક્ષક અને રાજનીતિજ્ઞ કન્ફ્યુંશીયસની 70મી જન્મજયંતી પ્રસંગે તેમને શુભેચ્છાઓ આપવા ગયેલા ચાઉ વંશના સમ્રાટે વાતવાતમાં કહ્યું, " મને એવો કોઈ માણસ બતાવો કે જે દેવતાઓથી પણ મહાન હોય..!"

કન્ફ્યુંશીયસએ હસીને જવાબ આપ્યો, " દર્પણમાં જુઓ. એ મહાન માણસ તમે જ છો, કારણકે જે સત્યને જાણવાની ઈચ્છા ધરાવે છે તે પોતે જ મહાન છે. "

" એવું હોય તો તમે મારાથી પણ મહાન માણસને બતાવો" સમ્રાટે કહ્યું. કન્ફ્યુંશીયસએ તરત જવાબ આપ્યો, " તમારાથી મહાન હું છુ, કારણકે હું સત્યને પ્રેમ કરું છું. "

પણ સમ્રાટે કન્ફ્યુંશીયસનો પીછો ના છોડ્યો અને ફરી પૂછ્યું, " તમારાથી પણ મહાન કોઈ હશે જ ને ? મને એની પાસે લઇ જાઓ."

" રાજન ! બીજે ક્યાય જવાની જરૂર નથી. મારી અને તમારી આસપાસમાં જ મહાન વ્યક્તિ રહે છે. " એમ કહીને કન્ફ્યુંશીયસએ બાજુના ખેતર તરફ હાથ લાંબો કરીને ઉમેર્યું, " પેલી વૃદ્ધાને જુઓ. એ મૃત્યુની નિકટ પહોંચી ગઈ છે, છતાં કોદાળી લઈને ખાડો ખોદી રહી છે, જયારે કે એના પરિવારમાં શ્રમ કરનારા બીજા લોકો પણ છે.આ કામ એ વૃધ્ધા પોતાના આનંદ માટે કરે છે. અને જે વ્યક્તિ આનંદપૂર્વક તેમ જ ઉત્સાહ સાથે કરવા જેવું કામ કર્યા કરે છે એ જીવતા જીવ જન્મ-મૃત્યુની બધી સીમા પાર કરી જાય છે. એનાથી બીજું મહાન કોણ હોઈ શકે ??"

આશુતોષ મુખર્જી


આશુતોષ મુખર્જી 
બંગાળી શિક્ષણશાસ્ત્રી અને ન્યાયવિદ, 1864-1924

કલકત્તા હાઇકોર્ટ ના જજ અને યુનિવર્સીટીના કુલપતિ આશુતોષ મુખર્જીએ મિત્રો અને સંબંધીઓના આગ્રહ છતાં વિલાયત જવાની નાં પાડી. કારણ ફક્ત એટલુંજ કે તેમના માતુશ્રીનો વિરોધ હતો. આ વાત સાંભળીને ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને તેમને કહ્યું : " તમે તમારા માતાને એમ કહો કે ગવર્નર જનરલે મને વિલાયત જવાનો હુકમ આપ્યો છે. એ પછી તેઓ વિરોધ નહિ કરે. "

"મને માફ કરશોજી, હું મારી માતાને આવું કહી શકું નહિ, કેમ કે મારે મન ગવર્નર જનરલની આજ્ઞા કરતા મારી માતાની આજ્ઞા વધારે મહત્વની છે...!"

Wednesday, March 23, 2016

મહાન વ્યાકરણ આચાર્ય -- "પાણીની"

મહાન વ્યાકરણ આચાર્ય  --  "પાણીની" 
(સંસ્કૃત ભાષાના વ્યાકરણ આચાર્ય, અષ્ટાધ્યાયી ના કરતા અને સંસ્કૃતના કવિ, ઈ.પૂ.4થી સદી)

એક મહત્વાકાંક્ષી કિશોરની હથેળી જોઇને કોઈ જ્યોતિષીએ કહ્યું: " તારા હાથમાં વિદ્યા નથી, એ સિવાયની બધી રેખાઓ સારી છે. તું સમૃદ્ધિ અને કીર્તિ મેળવીશ પણ વિદ્યા નહિ, કેમ કે એ રેખા ઘણી ટૂંકી અને આછી છે. "
 " પંડિતજી,..!" એ કિશોરે કહ્યું, " વિદ્યા વિનાની કીર્તિ અને સમૃદ્ધિ નું હું શું કરીશ? મારા હાથમાં એ રેખા ટૂંકી છે, તો એને લાંબી કરી દઈશ." અને તરત એક ચપ્પુ લઈને એણે હથેળીમાં મોટો ચીરો પાડીને વિદ્યાની રેખા લાંબી કરી નાખી.

'અરે ગાંડા !' આ રીતે તો કઈ ભાગ્ય ઘડી શકાય ભલા ?? જ્યોતિષી એ ગભરાઈને કહ્યું।
એ કિશોર મોટો થઈને સંસ્કૃતનો એક મહાન વ્યાકરણ આચાર્ય બન્યો, જેનું નામ છે પાણીની.
--પાણીની (સંસ્કૃત ભાષાના વ્યાકરણ આચાર્ય, અષ્ટાધ્યાયી ના કરતા અને સંસ્કૃતના કવિ, ઈ.પૂ.4થી સદી)

" ટોલ્સટોય "


ટોલ્સટોય (રશિયન નવલસર્જક, 1828-1910)

ટોલ્સટોય ની એક વાર્તામાં કોઈ પ્રવાસી જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે એક જંગલી હાથીએ એનો પીછો કર્યો. એનાથી ગભરાયેલો પ્રવાસી ભાગવા લાગ્યો, પણ હાથી એ એનો પીછો છોડ્યો નહિ અને થોડી વારમાં એની નજીક આવી પહોંચ્યો. 
હાથીથી બચવાનો કોઈ ઉપાય ન દેખાતા પ્રવાસી એક અવાવરૂ કુવામાં જઈને કુદી પડ્યો. એ કુવાની દીવાલોની ફાટમાં વડ અને પીપળી ઉગી નીકળી હતી. પ્રવાસી એની શાખાઓથી અથડાયો અને સદભાગ્યે એના હાથમાં વાદની એક શાખા આવી જતા એ કુવાને તળિયે અથડાતા બચી ગયો.
પ્રવાસીએ હાશકારો અનુભવ્યો. થોડીવારમાં એની નજર કુવાના પાણી તરફ ગયી. એક મગર જડબું ખોલીને એની રાહ જોઈ રહ્યો હતો. એ દ્રશ્ય એટલું ભયંકર હતું કે એના અખા શરીરમાં કંપારી પ્રસરી ગઈ. એણે પોતાની નજર ત્યાંથી ખસેડી લીધી અને કુવાના મોં તરફ જોવા લાગ્યો. ત્યાં કોઈ શાખામાં મધપુડો લાગેલો હતો ને એમાંથી મધ ટપકી રહ્યું હતું. પ્રવાસીના મોં માં પાણી આવી ગયું। વડ-પીપળની શાખાઓનો સહારો લેતો એ ત્યાં પહોંચ્યો. અને મધના ટીપાં પોતાના મોં માં ઝીલવા લાગ્યો.
મધ ખુબ જ સ્વાદિષ્ટ હતું. એનો સ્વાદ માણી રહેલો પ્રવાસી એ ભૂલી ગયો કે કુવાની જ અંદર મગર એની રાહ જોતો બેઠો છે અને કુવાની બહાર જંગલી હાથી નો ભય ઝળુંબી રહ્યો છે.
બસ, અહી આ વાર્તા-પ્રસંગ પૂરો થાય છે. પ્રવાસી નો પીછો કરી રહેલ હાથી એ સમય છે, મગર એ મૃત્યુ છે, અને મધ એ માનવજીવનનો આનંદ અને મોજમજા છે.આ બધાનો ચકરાવો, એ માનવ જીવન છે.

--ટોલ્સટોય (રશિયન નવલસર્જક, 1828-1910)

Tuesday, March 22, 2016

" પરિવર્તન "


ફારસી સાહિત્યમાં ઈરાનના એક રાજકુમારની એક પ્રખ્યાત દૃષ્ટાંત કથા છે. રાજકુમાર વિકલાંગ હતો. તેના શરીરનાં અંગો અવિકસિત હતા. અને ખુંધ નીકળેલી હતી. એ શરીરને સૌષ્ઠવયુક્ત બનાવવા માટે એક વિદ્વાન પુરુષે રાજા ને સલાહ આપી કે,

" રાજકુમારના મહેલમાં તેના જ કદની અને આબેહુબ તેના જ ચેહરા મહેરાની હોય તેવી પણ સુંદર, શરીરસૌષ્ઠવ વાળી મૂર્તિ મુકવામાં આવે. રાતદિવસ રાજકુમાર એ સૌષ્ઠવ વાળી મૂર્તિના સંસર્ગમાં જ રહે, તેની છાપ જ તેના મન માં અંકિત થતી રહે, તેના જ વિચારો તેના મન માં ઘોળાતા રહે અને એને આદર્શ માનીને રાજકુમાર શારીરિક વ્યાયામ કરતા રહે, તો તેના શરીરમાં ચોક્કસ ફેર પડી શકે."

અને કહે છે કે એ પ્રયોગની જાદુઈ અસર રાજકુમારના શરીર ઉપર થયી. તેની ખુંધ ધીમે ધીમે ચાલી ગઈ. તેના અંગો વિકસવા લાગ્યા. અને સમય જતા તે પેલી મૂર્તિ જેવો જ સુંદર રાજકુમાર બની ગયો.

આમ તો આ કથા છે પણ મનની વિધેયક શક્તિની અદ્ભુત વાત તેમાં વર્ણવાઈ છે. વિખ્યાત મનોવિજ્ઞાની વિલિયમ જેમ્સ કહેતા કે માણસ પોતાના મનનું વલણ બદલીને પોતાના સમગ્ર જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

-- "આપણે માણસ" માંથી.

" પપ્પા "



પપ્પા રીટાયર્ડ થાય છે –
આજે પપ્પા રીટાયર્ડ થાય છે.
શું પપ્પા કદી રીટાયર્ડ થઈ શકે ?
દરેક સંતાનનો પ્રથમ પુરુષ એકવચન એટલે પપ્પા.
આમ તો, પોલાદ મે કદી સ્પર્શ્યું નથી,
હા, હું મારા પપ્પાને અડ્યો છું.
મારા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા;
આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા;
હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા;
સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા;
પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારૂ બાવડું પકડ્યુ છે.. ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે .
મમ્મીએ મને ડરતા શીખવ્યું; પપ્પાએ મને લડતા શીખવ્યું.
મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે; પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી છે.
મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો; જ્યારે પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે.
પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે.
મમ્મીને સમજી શકાય પણ પપ્પાને સમજવા સંતાનોની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.
આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે.
આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે.
આ પપ્પા જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવને બાઈક અપાવે.
આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે.
આ પપ્પા જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે.
આ પપ્પા જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરાવે.
આ પપ્પાને સમજવા આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે.
આ પપ્પા રીટાયર્ડ થઈ શકે, ટાયર્ડ નહીં...!
તમે સ્વીકારો કે ન સ્વીકારો હું તો સ્વીકારૂ છું કે આપણા પપ્પા પાસે આપણે કંઈ જ નથી.
પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા મે જોઈ છે એ દુનિયા તો મને આજે મારી ફોર વ્હીલર કારમાંથી પણ નથી દેખાતી.   ક્યાંક એ દુનિયા પપ્પા સાથે રીટાયર્ડ તો નથી થઈ ગઈ ને ?
પપ્પાએ માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા.
છતા’ય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો.
પપ્પાને મારી કિંમત છે, ને પપ્પા મારી હિંમત છે.
એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા-
બહારથી કડક અને અંદરથી ભીના ભીના..!
પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય કારણ કે ઈ પપ્પા છે;
પપ્પાને એની તમામ મર્યાદા સાથે સ્વીકારાય કારણ કે ઈ પપ્પા છે;
યાદ રાખજો... પપ્પા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે , મગજથી નહીં....
મારો અહમ, મારી બુદ્ધી, મારૂ સ્વમાન, મારૂ જ્ઞાન , મારી આવડત અને મારૂ આવું ઘણુ બધું જ....
મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે.
પપ્પા હંમેશા મહાન જ હોય છે.  તોય એના મહાન સંતાનો એની ક્રેડીટ મમ્મીને આપે છે.
છતા પપ્પા મૌન સેવે છે. બસ એટલે જ પપ્પા મહાન છે.
પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી
બસ એટલે પપ્પા મહાન છે.    

"મિ. રિઝવાન આડતિયા"



એક નાની સત્ય ઘટના
પોરબંદરનો 16 વર્ષનો છોકરો પિતાને ખારી સિંગ અને દાળીયા વેચતા જોઈને, ગામના નોવેલ્ટી સ્ટોરમાં પિતાના મદદ કરવાના આશયથી પરચૂરણ કામ  કરવા લાગ્યો.
પહેલા પગારમાં શેઠે મહેન્તુ હતો એટલે 175 રૂપિયા આપ્યા. ખીસ્સામાં પૈસા મૂકી પહેલો પગાર હતો એટલે ખુશ થતો ઘરે જતો હતો ત્યારે રસ્તામાં દવાની દુકાન પાસે એક ડોસો પોતાના બિમાર દિકરાના ઈલાજ માટે દવા લેવા ઉભા હતા.
તેમની પાસે માત્ર ત્રીસ રૂપિયા જ હતા. છોકરાએ તેમને દુકાનદાર પાસે કાકલુદી કરતાં જોયા અને પગારના 175માંથી ખૂટતાં 110 રૂપિયા આપી દીધાં. ડોસો તેના મા બાપનાે આભાર માનવા છેક તેના ઘર સુધી ગયો અને આશિર્વાદ આપ્યા.
તેના દિલમાંથી નિકળેલી દુવા ભવિષ્યવાણી બની ગઈ.  છોકરો ઈસ્ટ આફ્રિકાના ઉદ્યોગજગતમાં સૌથી મોટું માથુ ગણાતા રીઝવાન આડતીયા બની ગયો. આજે તે કોગેફ ગ્રુપનો ચેરમેન છે અને વર્ષો પહેલાં દીધેલા 110 રૂપિયામાંથી આજે તે 110થી વધુ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિક બની ગયા છે.
તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતું. 3000 હજાર કમાતા હોવ તો ત્રણસો સારા કામમાં ખર્ચી નાંખજો, ઘર ચલાવવામાં કદાચ ત્રણસોની તૂટ વધારે પડશે પણ ઉપરવાળાની રહેમ જ્યારે વરસસે તો તમે જોતા રહી જશો.

"નવ્વાણું નો ધક્કો"

મેનેજમેન્ટ સ્ટોરી :~ ‘નવાણુનો ધક્કો’.
નાના ગામમાં એક શેઠ રહેતા હતા. પૈસેટકે ખુબ સુખી. પણ જીવનમાં સુખ અનુભવાય નહીં.
તેમની હવેલીની બાજુમાં એક ઘાંચી રહે, આખો દિવસ ‘ઘાણી’ ચલાવે (આજની ‘ઓઈલમીલ’) અને આનંદથી રહે.
શેઠાણીને આશ્ચર્ય થાય કે આ ઘાંચીને ખાવા પુરતી આવક છે છતાં કેટલો સુખી છે. રાત્રે આરામથી ઉંઘે છે અને અમે અનિંદ્રા ભોગવીયે છીએ. એક દિવસ એણે શેઠને આ રહસ્ય પુછ્યું.
શેઠે ટુંકમાં જવાબ આપ્યો ‘ એને હજુ નવાણુનો ધક્કો નથી લાગ્યો.’. શેઠાણીએ આગ્રહ રાખ્યો કે મારે જાણવું છે કે આ નવાણુંનો ધક્કો શું છે ?
શેઠે થોડી ધીરજ રાખવા કહ્યું. એ રાત્રે શેઠ છાનાછપના એક કોથળીમાં ૯૯ સિક્કા ભરી ઘાંચીની ઘાણીમાં સરકાવી દીધી.
બીજે દિવસે ઘાંચીએ આ કોથળી જોઈ, સિક્કા ગણ્યા, ઘાંચણને કહ્યું ‘આ કોથળી કોઈક રીતે આવી છે પણ તેમાં નવાણું સિક્કા છે આપણે એક સિક્કો એમાં ઉમેરી દઈએ તો સો પુરા થઈ જાય. સાંચવીને મુકી દે.’

દિવસ દરમ્યાન કંઈક પૈસાની જરુર પડી, ઘાંચીએ વિચાર્યું અત્યારે આ ૯૯ સિક્કામાંથી લઈ લઊં પછી તેમાં મુકી દઈશ.
હવે તેમાં પંચાણુ સિક્કા રહ્યા. દિવસભરની મહેનતની કમાણીમાંથી ઘાંચી ત્રણ સિક્કા તેમાં મુકી શક્યો.
એણે વિચાર્યું કાલે પુરા કરી દઈશ. બીજા દિવસે પણ સિક્કા એકઠા કરી શક્યો નહીં. એ રાત્રે સિક્કા પુરા કરવાની ચિંતામાં એને જીંદગીમાં પહેલીવાર ઉંઘ ન આવી.
ત્રીજા દિવસે થોડો ઘરખર્ચ ઘટાડીને સિક્કા પુરા કર્યા. બે-ત્રણ દિવસ પછી ફરી અચાનક પૈસાની જરુર પડી, કોથળીમાંથી સિક્કા કાઢ્યા અને ફરી સો પુરા કરવાની ફિરાકમાં લાગી ગયો.
આ સીલસીલો ચાલુ જ રહ્યો. હવે તેને ઘણીવાર રાત્રે ઉંઘ ન આવતી, ઘાંચણ સાથે પણ મથાકુટ થતી.
આમ, જીવનની શાંતિ હણાઈ ગઈ. મહીના પછી શેઠે શેઠાણીને દેખાડ્યું કે ઘાંચીને ‘નવાણુનો ધક્કો’ કેવી રીતે લાગ્યો.

કુંભાર જેવો માણસ

એક એસએમએસ:
“કુંભાર પણ કોઈ દિવસ મનમાં હસતો હશે કે માટલા પર ટકોરા મારી ચકાસતો માનવ આટલો જલ્દી કેમ તૂટી જતો હશે ?”
વાત તો સાચી છે. માણસ ક્યારેક ફટકીયા મોતીની માફક ફૂટી જાય છે. માટલુ ટકોરા ખાય છે અને ટકી રહે છે કારણ કે એને કોઈ ટકોરા મારે તે પહેલા માટીનો એ પીંડ બરાબર ગુંદાય છે. ખુંદી ખુંદીને માખણ જેવી થઈ જાય ત્યારબાદ આ માટી ચાકળે ચઢે છે. ચાકળે ચઢીને એ બરાબર ઘુમરાય છે એને ઘડવાવાળો આંગળી અને અંગૂઠાના કૌવતથી એને આકાર આપે છે. વાત આટલેથી પતતી નથી. તાજુ ઘડાયેલુ આ માટલુ સુકાવા માટે મુકાય છે. હજુ થોડો ભેજ હોય અને ફરી પાછો કુંભાર એ માટલાને પોતાના હાથમાં લઈ ટપલાથી ટીપે છે. વળી પાછું એ સૂકાય અને થોડી તાકાત પકડે એટલે એને અગ્નિપરીક્ષા માટે તૈયાર કરાય છે. ઉપરા ઉપર ખડકાયેલા માટલાની વચ્ચે કોલસી અને ઘાસ ભરાય છે અને ત્યારબાદ નિંભાડો સળગે છે. આ નિંભાડાની આગ ધુંધવાતી રહે તેવી હોય છે. દીવસોની આ ગરમી વેઠ્યા પછી માટલુ પાકીને નિંભાડામાંથી બહાર આવે છે ત્યારબાદ તરડવાળુ કે કાંકરી નીકળી ગઈ હોય એવો માલ જુદો પડાય છે અને બાકીનાને રંગ કરી વેચવા માટે તૈયાર કરાય છે. માટલુ ટકોરા ખાતુ થાય તે પહેલાં અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને એટલે એ ટકી જાય છે. માણસ આવી અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ શકે ખરો ?
સુખ અને દુઃખ એ જીવનનાં બે પાંસા છે. માણસનો મિજાજ એને દુઃખ સામે ટકરાવા માટે ઘડે છે. ક્યાંક નજર કે વિચારનો ફેર પણ એક જ પરિસ્થિતિમાં એક માણસને ખુશ રાખે છે બીજાને તોડી નાંખે છે. મારી પાસે પહેરવા માટે જોડાં નથી એમ વિચારી દુઃખી થઈ શકાય પણ ચાલવા માટે બન્ને પગ સાબુત છે એમ વિચારી ખુશ ન થઈ શકાય ? ક્યારેક એવું પણ બનતુ હશે કે પારકા ભાણે મોટો લાડુ દેખાય. માણસની સફળતા જ નજરે ચઢે છે એની વેદના દેખાતી નથી. જીવનમાં એક ખાનામાં ગુમાવ્યા વગર બીજા ખાનામાં કશું પામી શકાતુ નથી. તમે જે પામવા ઈચ્છો છો તે મેળવવા માટે જે ગુમાવવુ પડે તેનો કદી વિચાર કર્યો છે ? જો આ વિચાર કરશો તો કદાચ જે ગુમાવવુ પડે છે તેને ધ્યાને લઈ તમે જેની પાછળ દોડતા હતા તેને છોડી દેવાનુ વધુ પસંદ કરશો. આ પ્રકારની સ્થિતપ્રજ્ઞતા કેળવવી મુશ્કેલ છે પણ અશક્ય તો નથી જ. ક્યારેક વિચારી જો જો.
કવિ અનામીની પંક્તિઓ યાદ આવે છે –
આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી,
હૈયામાં હામ ભરી આપદા સૌ સહેવી... આપણી વ્યથાની વાત...
આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે,
આપણી કથા એ તો સૌની કથા છે,
આપણા પરાયાના, ભેદ સહુ ભાંગી,
ગમ કેરી ગઠડીને, નિજ શિરે વહેવી... આપણી વ્યથાની વાત...
ગમ કેરી દિલ્લગીમાં, આગવી મઝા છે,
માનનારા માને તો, આકરી સજા છે,
કુંદન કસોટીની કસપટ્ટી આપદા,
હસતાં હસતાં ભાઈ એને સહી લેવી... આપણી વ્યથાની વાત...
અને છેલ્લે...
ઘણા વર્ષો પહેલા જોયેલ એક નાટકનું ટાઈટલ સોંગ યાદ આવે છે –
સુખના સુખડ જલે મારા મનવા
દુઃખના બાવળ બળે
સુખડ જલે ને પડે રાખની ઢગલી
બાવળના કોયલા પડે મારા મનવા
સુખના સુખડ જલે.
છેવટે તો ક્યાંકને ક્યાંક વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. ચંદન બનીને રાખ થઈ જતા પણ મહેકવુ કે પછી બાવળના કોયલા બનવુ આપણે નક્કી કરવાનુ છે.

અબ્રાહમ લિંકન

લિંકન નો સ્વભાવ એટલો ભલો હતો કે ઘણીવાર એ દુશ્મનને પણ માફ કરી દેતા. દુશ્મન ને કચડી નાખવાને બદલે એને માફી આપીને કે એના તરફ ઉદારતા બતાવીને એને પોતાનો મિત્ર બનાવવાનું વધારે પસંદ કરતા. તેઓ એમ કહેતા કે " શું હું આમ કરીને મારા દુશ્મનોને ખતમ નથી કરી રહ્યો?? "
લિંકન ના આવા સ્વભાવની જનરલ ગ્રાન્ટને ખબર હતી, એટલે એક વાર દુશ્મન દળના મોવડી જેફરસન ડેવિસ માટે એણે લિંકન ને પૂછ્યું, "જેફ ડેવિસને હું પકડી શકું એમ છું, પકડી લઉં કે છટકી જવા દઉં??"
લિંકને કહ્યું, "હું તમને એક વાત કહું. એક આઇરિશમેને એક વાર ફાધર મેથ્યુના નામે, શરાબ નહિ પીવાના સોગંદ લીધા. પછી બન્યું evu કે એને શરાબની બેહદ તલબ લાગી. પીઠામાં જઈને એણે લેમોનેડ (લીંબુનું શરબત) નો ઓર્ડર આપ્યો. પરંતુ પીઠાવાલો જયારે લેમોનેડ તૈયાર કરતો હતો ત્યારે તેની પાસે જઈને એ ગણગણ્યો, ' મારી તદ્દન જાણ બહાર એમાં થોડો વ્હીસ્કી ન ઉમેરી શકાય ?'  એટલું કહીને લિંકને ગ્રાન્ટને કહ્યું, "" આવું કંઈ થયી શકે તો કરવું !!! ""

સુખી રહેવાનો મંત્ર

એક ધનવાન માણસે સેનગાઈ પાસે આવીને એના કુટુંબ માટે સુખ સમૃદ્ધિનો એવો મંત્ર લખી આપવાનું કહ્યું કે જેને પેઢી દર પેઢી સાચવી શકાય.
સેનગાઈએ એક મોટો.કાગળ લીધો અને એમાં લખ્યું: 
"પિતા મૃત્યુ પામે. પુત્ર મૃત્યુ પામે. પૌત્ર મૃત્યુ પામે."

આ વાંચીને પેલો ધનવાન ગુસ્સે થયી ગયો. " મેં તમને મારા કુટુંબના સુખ માટે આશીર્વચન લખી આપવા કહ્યું ત્યારે તમે આવી મશ્કરી કરો છો??"
"આ મશ્કરી નથી." સેનગાઈ એ સ્વસ્થતાથી કહ્યું, " જો તમારા પહેલાં તમારો પુત્ર મૃત્યુ પામે તો તમને પારાવાર દુઃખ થાય. તમારા પુત્ર પહેલાં પૌત્ર મૃત્યુ પામે તો તમે બંને દુઃખી થયી જાઓ. પરંતુ જો તમારા કુટુંબમાં મેં લખ્યું છે એ નિયમ જાળવીને  એ ક્રમ માં મૃત્યુ આવે તો જીવનનો એક સ્વાભાવિક ક્રમ ગણાય અને પેઢી દર પેઢી કુટુંબમાં કોઈને દુઃખ ન થાય."

થોમસ લિંકન


પ્રમુખ લિંકન ના પિતા થોમસ લિંકન વિષેની એક સરસ વાત છે. સારો ખેડૂત "આજની" અવગણના કરતો નથી. આવતી કાલના વિચારો કરીને પોતાની આજ બગાડતો નથી.

થોમસ લિંકન એક દિવસ પોતાના ખેતરમાંથી નકામા છોડ ખોદી રહ્યા હતા.એ વખતે એક પાડોશી ત્યાંથી પસાર થયો. "દાદા", તેણે કહ્યું, " મેં સાંભળ્યું છે કે, આ ખેતર તો તમે વેચી નાખવાના છો...!"

"વેચી તો નાખવાનો છુ" થોમસ લિંકને કહ્યું, " પણ, એ વાત હું મારા ખેતરને કહેવા માંગતો નથી....!:"

સંતોષ નું સ્મિત



વિયેતનામમા ગયેલ અમેરિકન સૈનિક બી. કીથ કોસિઍ ઍક હ્રદયસ્પર્શી વાત લખી છે. કોસી અને ઍનો ઍક મિત્ર સૈનિક વિયેતનામમા ઍક ખખડી ગયેલ દવાખાના મા મકાન પાસે બેસીને લંચ લઈ રહયા હતા. ભોજન પૂરુ થવા આવ્યુ ત્યારે તેમની નજર થોડે દૂર બેઠેલ ઍક ખખુડી મખુડી છોકરા પર પડી. તેમની સામે જ તે જોઈ રહ્યો હતો. તેની ઉંમર અગિયાર-બાર વરસ હશે. અને અપોશણ થી તે પીડાઈ રહ્યો હતો. કોસીને ખ્યાલ આવી ગયો કે તે અત્યંત ભુખ્યો હતો. પરંતુ કશુય માંગતો ન્હોતો--માત્ર મૈત્રી ભરી નજરે જોઈ રહ્યો હતો.

કોસીના મિત્રે, તેને નજીક બોલાવ્યો. ખાવાનુ તો ખતમ થયી ગયુ હતુ. પાછળ માત્ર ઍક ગોળ ચોકલેટ વધી હતી. છોકરા ના હાથમા તે ચોકલેટ તેમણે મૂકી. કશુંજ બોલ્યા વિના છોકરા ઍ ઍનો સ્વીકાર કર્યો. ખૂબ જ જાળવીને ચોકલેટના ત્રણ સરખા ટુકડા કર્યા. તેમાંથી, ઍક કોસીના હાથમા, અને બીજો તેના મિત્રના હાથમા મૂકીને તેણે સ્મિત કર્યુ. અને ત્રીજો ટુકડો લઈને, માથુ નમાવીને તે ચાલ્યો ગયો.

Monday, March 21, 2016

સલાહ

કોઈએ મુલ્લા નસરુદ્દીન ને પૂછ્યું:- " દુનિયામાં સૌથી મુલ્યવાન વસ્તુ કઈ છે?"

'સલાહ'!! તેમણે હસીને કહ્યું.

"તો પછી સૌથી સસ્તી વસ્તુ કઈ?"

'સલાહ'!! તેમણે ખડખડાટ હસીને પછી શાંતચિત્તે કહ્યું.

"મુલ્લા સાહેબ," પ્રશ્ન કરનારે નવાઈ પ્રગટ કરતાં કહ્યું, એક ની એક વસ્તુ સૌથી મુલ્યવાન હોવાની સાથેસાથે સૌથી સસ્તી કેવી રીતે હોઈ શકે??

"એ જ તો કમાલ છે!!" મુલ્લા નસરુદ્દીને જવાબ આપ્યો. " સલાહ માંગવામાં આવે છે ત્યારે તે મુલ્યવાન હોય છે, પણ એ સાંભળવામાં નથી આવતી ત્યારે એ સૌથી સસ્તી એટલે કે હલકી વસ્તુ બની જાય છે !!!"

આત્મવિશ્વાસ



ખા કે શિકસ્ત, ફતેહ પાના શીખો,
ગરદાબ મેં કહકહા લગાના શીખો,
ઇસી દૌરે-તલાતુમ મેં અગર જીના હે,
ખુદ અપને કો તુફાન બનાના શીખો!

--નાઝીર બનારસી.

અતિ

અતિ કા ભલા ન બોલના, અતિ કી ભલી ન ચુપ,
અતિ કા ભલા ન બરસના, અતિ કી ભલી ન ધૂપ.

અબ્રાહમ લિંકન

અબ્રાહમ લિંકન કોઈ મહત્વપૂર્ણ નિમણુંક કરવા ઇચ્છતા હતા. એ માટે તેમણે જનરલ રોબર્ટ લી પાસેથી એ ઉમેદવાર અંગેનો અભિપ્રાય મંગાવ્યો.
તેમણે ખુબ નિખાલસપણે પોતાનો અભિપ્રાય લખી નાખ્યો. તેમના સેક્રેટરીએ એ અભિપ્રાય વાંચીને નારાજગીના સ્વરમાં કહ્યું: "આ માણસ તમારાં વિષે કેટલું અશોભનીય બોલે છે એની તમને ખબર છે??"

રોબર્ટ લીએ મલકાઈને જવાબ આપ્યો: "મને એનાં અભિપ્રાયોની ખબર છે, પણ હું શું કરું? મિ.લિંકને એ માણસ અંગેનો મારો અભિપ્રાય મંગાવ્યો છે ન કે મારા વિષેનો એનો અભિપ્રાય!!!" - અબ્રાહમ લિંકન, 1809-1865

--"મારા શબ્દસંપુટ" માંથી
-- કાર્તિક શાહ.

દોનોતેલો અને ટીકા

ફ્લોરેંસના પ્રખ્યાત શિલ્પી દોનોતેલોની ઍના ગામ સિવાય યુરોપભરમા ખૂબ પ્રશંશા અને પ્રતિષ્ઠા થતી હતી. ઍક વાર તેને પીસા (ઈટાલી)મા શિલ્પો તૈયાર કરવાનો ઍક મોટો પ્રૉજેક્ટ મળ્યો. ઍણે ત્યા પહોંચીને પોતાની પ્રતિભા અને કલાનુ ઍવુ અદભૂત પ્રદર્શન કર્યુ કે યુરોપના ક્લા વિવેચકો અને શિલ્પ આશ્રયદાતાઓ ઍની ગગનચુંબી પ્રશંશાકરવા લાગ્યા. ઍટલુ જ નહી, વરસોવરસ ઍ પ્રશંશામા ઈજાફો થતો ગયો.

દોનોતેલો આનાથી ખુશ થવાને બદલે અકળાવા લાગ્યો. અને ઍક દીવસ ઍણે ઈટાલી છોડીને પોતાને ગામ ફ્લોરેંસ પાછા ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તેનાથી આશ્ચર્ય પામીને ઍક મિત્રઍ કહ્યુ, " અહી તને શું તકલીફ છે? માન-પાન, પૈસો, સમૃદ્ધિ, પ્રસિદ્ધિ અન ચાહકોંની ભરમાર.... બધુ જ તો તને અહી મળી રહ્યુ છે !!"

" ઍટલે જ હું ઈટાલી છોડીને મારા ગામ ફ્લોરેંસ જાઇ રહ્યો છુ !!" દોનોતેલોઍ રહસ્યમય સ્મિત કરતા કહ્યુ: " ત્યા લોકો મારા શિલ્પોની ક્રુર મશ્કરી અન ટીકા કરે છે ને ઍ રીતે મારો જુસ્સો બરકરાર રાખે છે. ઍ લોકો મને કદી આળસુ અને સંતોષી થવા દેતા નથી !!"

-"મારા શબ્દ-સંપુટ માંથી (કાર્તિક શાહ)
દોનોતેલો ફ્લોરેંસમા જન્મેલો ટૅસકૅન શિલ્પી હતો. (૧૩૮૬-૧૪૬૬)

કફન

સારું છે આંખ ને પાંપણ નું કફન છે,
નહીતર આ આંખ માં ઘણું બધું દફન છે.....!
............................."ગમતીલા શબ્દો"®