Tuesday, March 22, 2016

અબ્રાહમ લિંકન

લિંકન નો સ્વભાવ એટલો ભલો હતો કે ઘણીવાર એ દુશ્મનને પણ માફ કરી દેતા. દુશ્મન ને કચડી નાખવાને બદલે એને માફી આપીને કે એના તરફ ઉદારતા બતાવીને એને પોતાનો મિત્ર બનાવવાનું વધારે પસંદ કરતા. તેઓ એમ કહેતા કે " શું હું આમ કરીને મારા દુશ્મનોને ખતમ નથી કરી રહ્યો?? "
લિંકન ના આવા સ્વભાવની જનરલ ગ્રાન્ટને ખબર હતી, એટલે એક વાર દુશ્મન દળના મોવડી જેફરસન ડેવિસ માટે એણે લિંકન ને પૂછ્યું, "જેફ ડેવિસને હું પકડી શકું એમ છું, પકડી લઉં કે છટકી જવા દઉં??"
લિંકને કહ્યું, "હું તમને એક વાત કહું. એક આઇરિશમેને એક વાર ફાધર મેથ્યુના નામે, શરાબ નહિ પીવાના સોગંદ લીધા. પછી બન્યું evu કે એને શરાબની બેહદ તલબ લાગી. પીઠામાં જઈને એણે લેમોનેડ (લીંબુનું શરબત) નો ઓર્ડર આપ્યો. પરંતુ પીઠાવાલો જયારે લેમોનેડ તૈયાર કરતો હતો ત્યારે તેની પાસે જઈને એ ગણગણ્યો, ' મારી તદ્દન જાણ બહાર એમાં થોડો વ્હીસ્કી ન ઉમેરી શકાય ?'  એટલું કહીને લિંકને ગ્રાન્ટને કહ્યું, "" આવું કંઈ થયી શકે તો કરવું !!! ""

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...