Wednesday, March 23, 2016

" ટોલ્સટોય "


ટોલ્સટોય (રશિયન નવલસર્જક, 1828-1910)

ટોલ્સટોય ની એક વાર્તામાં કોઈ પ્રવાસી જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે એક જંગલી હાથીએ એનો પીછો કર્યો. એનાથી ગભરાયેલો પ્રવાસી ભાગવા લાગ્યો, પણ હાથી એ એનો પીછો છોડ્યો નહિ અને થોડી વારમાં એની નજીક આવી પહોંચ્યો. 
હાથીથી બચવાનો કોઈ ઉપાય ન દેખાતા પ્રવાસી એક અવાવરૂ કુવામાં જઈને કુદી પડ્યો. એ કુવાની દીવાલોની ફાટમાં વડ અને પીપળી ઉગી નીકળી હતી. પ્રવાસી એની શાખાઓથી અથડાયો અને સદભાગ્યે એના હાથમાં વાદની એક શાખા આવી જતા એ કુવાને તળિયે અથડાતા બચી ગયો.
પ્રવાસીએ હાશકારો અનુભવ્યો. થોડીવારમાં એની નજર કુવાના પાણી તરફ ગયી. એક મગર જડબું ખોલીને એની રાહ જોઈ રહ્યો હતો. એ દ્રશ્ય એટલું ભયંકર હતું કે એના અખા શરીરમાં કંપારી પ્રસરી ગઈ. એણે પોતાની નજર ત્યાંથી ખસેડી લીધી અને કુવાના મોં તરફ જોવા લાગ્યો. ત્યાં કોઈ શાખામાં મધપુડો લાગેલો હતો ને એમાંથી મધ ટપકી રહ્યું હતું. પ્રવાસીના મોં માં પાણી આવી ગયું। વડ-પીપળની શાખાઓનો સહારો લેતો એ ત્યાં પહોંચ્યો. અને મધના ટીપાં પોતાના મોં માં ઝીલવા લાગ્યો.
મધ ખુબ જ સ્વાદિષ્ટ હતું. એનો સ્વાદ માણી રહેલો પ્રવાસી એ ભૂલી ગયો કે કુવાની જ અંદર મગર એની રાહ જોતો બેઠો છે અને કુવાની બહાર જંગલી હાથી નો ભય ઝળુંબી રહ્યો છે.
બસ, અહી આ વાર્તા-પ્રસંગ પૂરો થાય છે. પ્રવાસી નો પીછો કરી રહેલ હાથી એ સમય છે, મગર એ મૃત્યુ છે, અને મધ એ માનવજીવનનો આનંદ અને મોજમજા છે.આ બધાનો ચકરાવો, એ માનવ જીવન છે.

--ટોલ્સટોય (રશિયન નવલસર્જક, 1828-1910)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...