Thursday, March 31, 2016

કવિ ન્હાનાલાલ દલપતરામ

કવિ ન્હાનાલાલ દલપતરામ 
(કવિશ્વર, 1877-1946)


જ્યોતીન્દ્ર દવે સુરતની એક કોલેજમાં ફેલો હતા ત્યારે મહાકવિ ન્હાનાલાલનું ભાષણ ત્યાં યોજવામાં આવ્યું હતું. બધી તૈયારીઓ થઇ ગયા પછી અતિથિગૃહ થી  ભાષણ ના સ્થળ સુધી કવિને લઇ આવવાનું કામ જ્યોતીન્દ્ર દવે ને સોંપવામાં આવ્યું.



તેઓ અતિથિગૃહ પહોંચ્યા. કવિ એ અમસ્તા ઔપાચારીકતા ખાતર જ્યોતીન્દ્રને પૂછ્યું, ' તમે કવિતા કરો છો?'

મશ્કરા સ્વભાવના જ્યોતીન્દ્રે રમુજમાં ફટ દઈને જવાબ આપ્યો: ' એ મૂર્ખાઈ હું નથી કરતો !' 


ન્હાનાલાલનો ચેહરો એક ક્ષણમાં લાલચોળ થઇ ગયો, 'હું કવિતા કરું છું એ શું મૂર્ખાઈ છે?!!' એમણે ગુસ્સે થઈને પૂછ્યું.



જ્યોતીન્દ્રના આ વ્યવહારને કવિ એ પોતાનું અપમાન ગણ્યું અને ભાષણ માટે જવાની ના પાડી. અને આ વાત વણસતા સહુની મુશ્કેલી વધી ગઈ.



અંતે જ્યોતીન્દ્રે કવિને મનાવતાં-મનાવતાં સ્પષ્ટતા કરી: 'સાહેબ! ખરેખર મારા કહેવાનો આશય એ હતો કે, જો હું કવિતા કરું તો તે મૂર્ખતા કહેવાય, અને જો તમે કવિતા ન કરો તો તે મૂર્ખતા કહેવાય  !!'


આ સાંભળીને ન્હાનાલાલ હસી પડ્યા, અને બગડેલી બાજી સુધરી ગઈ.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...