Monday, March 28, 2016

યુધિસ્ઠીર અને ભીમ

યુધિસ્ઠીર હસ્તિનાપુરના રાજા બન્યા એ પછી એક વાર રાજમહેલની અગાશી પર આંટા મારતા હતા. ત્યારે મહેલના દરવાજા પાસે ઉભા એક યાચકે 'ભિક્ષાન દેહિ' કહીને બુમ પાડી. યુધિસ્ઠીરએ કહ્યું, ' આજે હું ચિંતનમાં વ્યસ્ત છું, કાલે આવજે. હું તને બે દિવસનું સીધું સામટું આપી દઈશ.'

એ વખતે જ ત્યાં આવી ચડેલા ભીમે યુધિસ્ઠીરના આ શબ્દો સાંભળ્યા. એ સાથે તેમને એક ગમ્મત સુઝી, અને એક બુંગીયો ઢોલ લાવીને દાંડી પીટવા લાગ્યા.

' અરે!! આ શું માંડ્યું છે? ' યુધિસ્ઠીરએ પૂછ્યું, " હમણાં નગરના બધા લોકો અહી આવી ચડશે...!"

'મારે એ જ તો કરવું છે...!' ભીમે હસીને જવાબ આપ્યો.

' પણ શા માટે? ' યુધિસ્ઠીરએ નવાઈ પામીને પૂછ્યું.

' મારે આપણા નગરજનો ને એક અદ્ભુત અને આનંદજનક સમાચાર આપવા છે. મારે એમને જણાવવું છે કે તેમના મહારાજા યુધિસ્ઠીરએ કાળ પર વિજય મેળવી લીધો છે...!'

' અરે ભીમ! તુય આ શું બકે છે? ' યુધિસ્ઠીરએ પૂછ્યું. ' હું વળી કાળ પર કેવી રીતે વિજય મેળવવાનો હતો?'

'કેમ, મોટાભાઈ! તમે હમણાજ તો પેલા યાચકને કહ્યું કે આવતી કાલે આવજે, હું તને બંને દિવસનું સીધું એકસાથે સામટુંઆપી દઈશ!! એનો અર્થ શું એ નથી થતો કે તમને એવી ખાતરી છે કે તમે અને યાચક બંને આવતીકાલે જીવતા રહેવાના છો??' એમ કહીને ભીમ ખડખડાટ હસી પડ્યા.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...