Wednesday, March 30, 2016

કવિ અવધેશ નારાયણ


ભારતની આઝાદી પહેલાનો આ પ્રસંગ છે. દિલ્હીમાં યોજાયેલ એક મુશાયરામાં કવિ અવધેશ નારાયણ હાજર હતા. એ મુશાયરામાં આવેલ મુસ્લિમ શાયરો પોતાની શાયરીમાં મોટેભાગે ઇસ્લામની પ્રશંશા રજુ કરતા હતા.
એ જોઇને કવિ અવધેશ નારાયણ નું હિન્દુત્વ જાગી ઉઠ્યું અને એમણે પોતાની શાયરીમાં હિંદુ ધર્મનાં આખ્યાનો રજુ કર્યાં.
શાયરીનો આવો દુરુપયોગ (???!!!) ને વળી એમાં પણ 'ઇસ્લામ'ની પ્રશંશાનો બહિષ્કાર જોઇને મુસ્લિમ શાયરો ઘણા નારાજ થયા.
અને એમણે કવિ અવધેશ ને મુંજવણમાં મુકવા તેમજ તેમના મુખે ઇસ્લામ શબ્દનો ઉચ્ચાર કરાવવા માટે, મુશાયરો પૂરો થતા પહેલા ગઝલ પાદપૂર્તિની એક સ્પર્ધાનો કાર્યક્રમ ગોઠવી દીધો.
આ સ્પર્ધામાં ભાગ લેનારા શાયરો ગઝલની બે પંક્તિઓમાં ની બીજી પંક્તિ રજુ કરીને પોતાના હરીફને એની પ્રથમ પંક્તિ રજુ કરવા માટે પડકાર ફેંકે છે. આ સ્પર્ધાની મજા એ છે કે, એમાં ત્યાં ને ત્યાં 'એક્સટેમ્પર' કાવ્યસર્જન કરવાનું હોય છે.
અવધેશ જી આ પડકાર ઝીલવા તૈયાર થયી ગયા. એક પીઢ શાયરે અવધેશજી ના નામોલ્લેખ સાથે રજૂઆત કરી:
"હૈ વોહી કાફિર કી જો બંદે નહિ ઇસ્લામ કે"
'વાહ, સુભાનલ્લાહ!' કહીને અધ્યક્ષશ્રી એ આવી  જોરદાર રજૂઆત વધાવી લીધી. આખો સભાગૃહ હર્ષનાદથી ગુંજવા લાગ્યો. બધા લોકોની નજર અવધેશજી પર હતી કે જોઈએ હવે તેઓ કઈ રીતે 'ઇસ્લામ' શબ્દનો ઉપયોગ ટાળે છે!! અને જો એ એવું ના કરે તો એ એમની હાર ગણાશે.
પણ અવધેશજી નારાયણજી કોઈનાય ગાંજ્યા જાય એવા નહોતા. તેઓ અરબી ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. એ ભાષાના મુલાક્ષરોમાં એક અક્ષર છે 'લામ' જેનો આકાર અંગ્રેજી અક્ષર j જેવો વાન્કડિયો હોય છે. એમણે આ હકીકતનો ઉપયોગ કરીને 'ઇસ્લામ' શબ્દ ના બે ભાગ પાડ્યા  -- 'ઇસ' અને 'લામ' અને આ બે શબ્દ વડે ગઝલની પાદપૂર્તિ આ મુજબ કરી:
"લામ કે માનિંદ હૈ ગેસુ મેરે ઘનશ્યામ કે;
હૈ વોહી કાફિર કી જો બંદે નહિ ઇસ 'લામ' કે"

( મારા ઘનશ્યામના વાળ 'લામ" જેવા વાંકડિયા છે, જેઓ આ 'લામ' ના બંદા નથી તે કાફિર છે.)
'ઈર્શાદ! ઈર્શાદ!' ના ઉદગાર અને તાલીઓના ગડગડાટ થી સભાગૃહ ગુંજી ઉઠ્યું. અધ્યક્ષશ્રી ભાવ વિભોર થઇ અવધેશજીને ભેટી પડ્યા!!!

1 comment:

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...