Monday, March 28, 2016

આત્મવિશ્વાસ


બ્રિટીશ નૌસેનામાં સૈનિકોની ભરતી તો ઈન્ટરવ્યું ચાલતો હતો. એમાં પસંદગી-સમિતિના વડાએ એક યુવાનને પૂછ્યું, ' તમે કોઈ જહાજમાં મુસાફરી કરી રહ્યા હોવ, અને એકાએક સમુદ્રમાં તોફાન ચડે, તો તમે શું કરશો?'

'લંગર નાખી દઈશ.' પૂરી સ્વસ્થતાથી એણે તરત કહ્યું.

' માની લો કે થોડી વાર પછી ફરી તોફાન ચડે તો શું કરશો?'

'બીજું લંગર નાખી દઈશ.' તેણે સરળતાથી તરત કહ્યું.
' અને જો ફરી વાર તોફાન ચડે તો ?'

'તો હું ફરી વાર લંગર નાખીશ.' હવે એણે આત્મવિશ્વાસ સાથે નીડરતાથી જવાબ આપ્યો.

એ યુવાનની આવી મક્કમતા જોઇને હસી પડેલા કમાન્ડરે રમૂજમાં પૂછ્યું, " તમે આટલા બધા લંગરો ક્યાંથી લઇ આવશો ??"

' સાહેબ ! આપ જ્યાંથી આટલા તોફાનો લઇ આવશો બસ ત્યાંથી જ હું આટલા લંગરો લઇ આવીશ.'

એ યુવક પસંદગી પામ્યો. એટલું જ નહિ, ભવિષ્યમાં નૌસેનાપતિના હોદ્દા પર પહોંચ્યો. અરે એટલું જ નહિ, ભારતની આઝાદી વખતે 1947માં છેલ્લા વાઈસરોયના પદે પણ નીમાયો. એનું નામ હતું " લોર્ડ માઉન્ટબેટન "
આ છે વાગ્મિતા નો ચમત્કાર!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...