Monday, March 28, 2016

"કન્ફ્યુસીયસ"

કન્ફ્યુસીયસ (ઇ.પૂ. 551-478)
મહાન ચાઇનીઝ શિક્ષક, તત્વચિંતક, રાજનીતિજ્ઞ અને લેખક

ચીનના મહાન ફિલસૂફ, શિક્ષક અને રાજનીતિજ્ઞ કન્ફ્યુંશીયસની 70મી જન્મજયંતી પ્રસંગે તેમને શુભેચ્છાઓ આપવા ગયેલા ચાઉ વંશના સમ્રાટે વાતવાતમાં કહ્યું, " મને એવો કોઈ માણસ બતાવો કે જે દેવતાઓથી પણ મહાન હોય..!"

કન્ફ્યુંશીયસએ હસીને જવાબ આપ્યો, " દર્પણમાં જુઓ. એ મહાન માણસ તમે જ છો, કારણકે જે સત્યને જાણવાની ઈચ્છા ધરાવે છે તે પોતે જ મહાન છે. "

" એવું હોય તો તમે મારાથી પણ મહાન માણસને બતાવો" સમ્રાટે કહ્યું. કન્ફ્યુંશીયસએ તરત જવાબ આપ્યો, " તમારાથી મહાન હું છુ, કારણકે હું સત્યને પ્રેમ કરું છું. "

પણ સમ્રાટે કન્ફ્યુંશીયસનો પીછો ના છોડ્યો અને ફરી પૂછ્યું, " તમારાથી પણ મહાન કોઈ હશે જ ને ? મને એની પાસે લઇ જાઓ."

" રાજન ! બીજે ક્યાય જવાની જરૂર નથી. મારી અને તમારી આસપાસમાં જ મહાન વ્યક્તિ રહે છે. " એમ કહીને કન્ફ્યુંશીયસએ બાજુના ખેતર તરફ હાથ લાંબો કરીને ઉમેર્યું, " પેલી વૃદ્ધાને જુઓ. એ મૃત્યુની નિકટ પહોંચી ગઈ છે, છતાં કોદાળી લઈને ખાડો ખોદી રહી છે, જયારે કે એના પરિવારમાં શ્રમ કરનારા બીજા લોકો પણ છે.આ કામ એ વૃધ્ધા પોતાના આનંદ માટે કરે છે. અને જે વ્યક્તિ આનંદપૂર્વક તેમ જ ઉત્સાહ સાથે કરવા જેવું કામ કર્યા કરે છે એ જીવતા જીવ જન્મ-મૃત્યુની બધી સીમા પાર કરી જાય છે. એનાથી બીજું મહાન કોણ હોઈ શકે ??"

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...