Wednesday, March 30, 2016

શિખામણ

શિખામણ 

એક શિયાળે કોઈ તળાવ માં મરી ગયેલો હાથી જોયો. એનું કુમળું માંસ ખાવાની લાલચથી એ હાથીની પૂંછડી નીચેની બખોલમાં પેસી ગયું. આખો દિવસ ખાઈ-પીને ત્યાં જ આરામ કરવા લાગ્યું. રોજ રાત્રે બહાર નીકળીને તળાવને કિનારે લટાર મારતું અને સવાર થતાજ અંદર પેસી જતું.

થોડા વખત પછી ઉનાળો આવ્યો, તળાવના પાણી ઉતર્યા ને હાથીનું ચામડુ સુકાઈને લાકડા જેવું કડક થઇ ગયું. એના કારણે એક દિવસ શિયાળ કડક થઇ ગયેલ બખોલમાંથી બહાર નીકળી ન શક્યું અને હાથીના પેટમાં પુરાઈ ગયું !

ઘણા દિવસોની જેલ ભોગવ્યા પછી એક વાર એણે પક્ષીઓના ટોળાનો અવાજ સાંભળ્યો। આથી એ બુમ પાડીને બોલ્યું: 
' હે પક્ષીઓ, મારે તમને એક સરસ વાત કહેવી છે. જો તમે ચાંચમાં પાણી ભરીને હાથીની પૂંછડીનીચેની બખોલમાં નાખો અને એને પલાળો તો હું બહાર આવીને તમને એ વાત કહું। '

બધા પક્ષીઓને શિયાળની વાતમાં રસ પડ્યો. તેઓ પોતાની ચાંચમાં પાણી ભરીને હાથીની બખોલમાં નાખવા લાગ્યા. થોડી વારમાં એ બખોલ પલળીને નરમ થઇ ગઈ. એટલે શિયાળ બહાર આવીને કુદાકુદ કરતુ પોતાની પ્રસન્નતા પ્રગટ કરવા લાગ્યું.

એ જોઇને બધા પક્ષીઓએ કલરવ કરીને કહ્યું: ' તમારી મજાની વાત હવે જલ્દી થી કહો.'
શિયાળે નાટકીય ઢબે જવાબ આપ્યો: ' હું ક્યાં ભરાઈ પડ્યો હતો એ તમે જોયું ને? મોટા લોકોના પુંછડા માં પેસવાથી આવી દુર્દશા થાય છે એ તમે હવેથી યાદ રાખજો ! મારો આ અનુભવ તમે ગાંઠે બાંધી લો !!!'

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...