મારા વિષે

આ બ્લોગ એ એક મારી જીવન યાત્રા દરમ્યાન મને પ્રેરણા આપનાર યાદગાર પ્રસંગો નો એક એવો સંગ્રહ છે કે જે હું આપ સો સમક્ષ રજુ કરવા માગું છુ, મને પ્રેરણા આપનાર આ પ્રસંગો ને વાંચીને આપ સૌ વાચક મિત્રોને ચોક્કસ હજી વધુ વાંચવાની ઈચ્છા થશે.

આ બ્લોગ હજી તેના બાલ્યાવસ્થામાં જ છે એવું કહી  શકાય કેમ કે હજી ઘણા બધા એવા મહાનુભાવો ના જીવન ચરિત્ર માંથી પ્રસંગો વર્ણવવાના બાકી છે, જેને અપલોડ કરતા થોડો વધુ સમય જશે.

પ્રેરક પ્રસંગો એ નાનકડી ખાટી મીઠી ગોળી જેવા છે, પ્રસંગની સાથે તેની પાછળનો અર્થ સમજવાનો આનંદ એ સ્વાદમાં અનેકગણો વધારો કરી જાય છે. ક્યારેક સમય મળે, મન નવરાશમાં હોય ત્યારે આવા પ્રસંગોનું વાંચન અને મનન તથા એ પ્રસંગો વડે પ્રસ્તુત થતો તેમની પાછળનો ભાવ, ભાવક માટે એક આગવો અનુભવ આપનારી સ્થિતિ બની રહે છે. આ તમામ પ્રસંગોની પોતાની આગવી વાત છે અને સ્પષ્ટ સંદેશ પણ છે.
નાનકડા અને સુંદર પણ પ્રેરણાદાયી આ પ્રેરક પ્રસંગો નામી-અનામી વૈશ્વિક હસ્તીઓના જીવનસફર માંથી સાભાર લેવામાં આવ્યા છે. તબીબશ્રી કાર્તિકભાઈ શાહનું આ સંકલન જેટલું સુંદર અને મનોહર છે, એટલું જ વિચારપ્રદ અને જરૂરી પણ છે અને ટૂંક સમયમાં આ પુસ્તકનું મુદ્રણ થાય તેવી લોક ઈચ્છા એ બતાવે છે કે લોકોએ આ બ્લોગને કેટલું સરસ રીતે વધાવ્યું છે.
જો આપ સૌને આ બ્લોગ ગમે તો ચોક્કસ આપના મિત્ર વર્તુળ માં તથા સગા-સંબધીઓ માં આ બ્લોગ ની ચર્ચા કરશો અને શેર પણ અચૂક કરશો એવી મને આશા છે.

આપના માર્ગદર્શન ની તથા આપના સુઝાવ કે  સજેશન / ટીપ્પણી  માટે આપ મારો સંપર્ક મારા ઈ-મેલ પર કરી શકો છો.

-એ જ આપનો
કાર્તિક શાહ
drkartik01@gmail.com

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...