Tuesday, March 22, 2016

" પરિવર્તન "


ફારસી સાહિત્યમાં ઈરાનના એક રાજકુમારની એક પ્રખ્યાત દૃષ્ટાંત કથા છે. રાજકુમાર વિકલાંગ હતો. તેના શરીરનાં અંગો અવિકસિત હતા. અને ખુંધ નીકળેલી હતી. એ શરીરને સૌષ્ઠવયુક્ત બનાવવા માટે એક વિદ્વાન પુરુષે રાજા ને સલાહ આપી કે,

" રાજકુમારના મહેલમાં તેના જ કદની અને આબેહુબ તેના જ ચેહરા મહેરાની હોય તેવી પણ સુંદર, શરીરસૌષ્ઠવ વાળી મૂર્તિ મુકવામાં આવે. રાતદિવસ રાજકુમાર એ સૌષ્ઠવ વાળી મૂર્તિના સંસર્ગમાં જ રહે, તેની છાપ જ તેના મન માં અંકિત થતી રહે, તેના જ વિચારો તેના મન માં ઘોળાતા રહે અને એને આદર્શ માનીને રાજકુમાર શારીરિક વ્યાયામ કરતા રહે, તો તેના શરીરમાં ચોક્કસ ફેર પડી શકે."

અને કહે છે કે એ પ્રયોગની જાદુઈ અસર રાજકુમારના શરીર ઉપર થયી. તેની ખુંધ ધીમે ધીમે ચાલી ગઈ. તેના અંગો વિકસવા લાગ્યા. અને સમય જતા તે પેલી મૂર્તિ જેવો જ સુંદર રાજકુમાર બની ગયો.

આમ તો આ કથા છે પણ મનની વિધેયક શક્તિની અદ્ભુત વાત તેમાં વર્ણવાઈ છે. વિખ્યાત મનોવિજ્ઞાની વિલિયમ જેમ્સ કહેતા કે માણસ પોતાના મનનું વલણ બદલીને પોતાના સમગ્ર જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

-- "આપણે માણસ" માંથી.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...