Tuesday, March 29, 2016

ધીરજ

અમેરિકાના કોલોરાડો પ્રદેશમાં સોનાની ખાણો નીકળી ત્યારે ધનાઢ્ય લોકો ત્યાની જમીન ખરીદવા માટે પડાપડી કરવા લાગ્યા. એક કરોડપતિએ તો પોતાની બધી મૂડી રોકીને એક આખો પર્વત ખરીદી લીધો. પણ ઘણું ખોદકામ કરાવ્યા પછીય એમાંથી સોનું ન નીકળ્યું અને તે પોતાની ધીરજ ગુમાવી બેઠો. અને એ રોકાણ માંથી બહાર નીકળી જવા માટે જમીન તેમજ ખોદકામના સાધનો વેચવાની જાહેરાત કરી.
એ જોઇને લોકો કહેવા લાગ્યા જે જમીનમાંથી કશુય નીકળ્યું નથી એ જમીન કયો મૂરખ ખરીદશે? પણ થોડાં દિવસોમાંજ લોકોને એ જોઇને આશ્ચર્ય થયો કે એક સાહસી માણસ એ જમીન ખરીદવામાં રસ ધરાવે છે.
જમીનના વેચાણ દસ્તાવેજ થઇ ગયા પછી, એ જમીનને કારણે પાયમાલ થઇ ગયેલ કરોડપતિએ સાહસી માણસને પૂછ્યું,' આ જમીનમાંથી સોનું નથી નીકળ્યું અને એના કારણે મને અસહ્ય આર્થિક ખોટ થઇ છે, એ  જાણવા છતાં તમે આ જમીન ખરીદવાનું સાહસ શા માટે કર્યું છે?'
સાહસીએ ખુબજ સરળતાથી જવાબ આપ્યો, " તમે જેટલું ખોદકામ કરાવ્યું છે તેનાથી વધારે અગર ખોદવામાં આવે તો કદાચ સોનું નીકળે?!!!"
અને ખરેખર એવુંજ બન્યું!! એની ધીરજ અને દૂરદર્શિતા ફળી.
નોંધ:- આ સત્યઘટના ઉપરથી એક-બે ફિલ્મો બની છે, અને એની હિન્દી રૂપાંતરિત ફિલ્મ પણ બની છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...