Tuesday, March 22, 2016

સુખી રહેવાનો મંત્ર

એક ધનવાન માણસે સેનગાઈ પાસે આવીને એના કુટુંબ માટે સુખ સમૃદ્ધિનો એવો મંત્ર લખી આપવાનું કહ્યું કે જેને પેઢી દર પેઢી સાચવી શકાય.
સેનગાઈએ એક મોટો.કાગળ લીધો અને એમાં લખ્યું: 
"પિતા મૃત્યુ પામે. પુત્ર મૃત્યુ પામે. પૌત્ર મૃત્યુ પામે."

આ વાંચીને પેલો ધનવાન ગુસ્સે થયી ગયો. " મેં તમને મારા કુટુંબના સુખ માટે આશીર્વચન લખી આપવા કહ્યું ત્યારે તમે આવી મશ્કરી કરો છો??"
"આ મશ્કરી નથી." સેનગાઈ એ સ્વસ્થતાથી કહ્યું, " જો તમારા પહેલાં તમારો પુત્ર મૃત્યુ પામે તો તમને પારાવાર દુઃખ થાય. તમારા પુત્ર પહેલાં પૌત્ર મૃત્યુ પામે તો તમે બંને દુઃખી થયી જાઓ. પરંતુ જો તમારા કુટુંબમાં મેં લખ્યું છે એ નિયમ જાળવીને  એ ક્રમ માં મૃત્યુ આવે તો જીવનનો એક સ્વાભાવિક ક્રમ ગણાય અને પેઢી દર પેઢી કુટુંબમાં કોઈને દુઃખ ન થાય."

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...