Monday, October 23, 2017

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?


પૃથ્વી ગોળ છે, એ કોણે શોધી  કાઢ્યું ?
અને પૃથ્વીના પરિઘની ચોક્કસ પ્રથમ માપણી ખરેખર કોણે કરી?

આપણાં પુસ્તકો આપણને આવું કહે છે અને શીખવે છે : કેપ્લર, ક્પોરનિકસ અને ગેલેલિયો. આ ત્રણેય વૈજ્ઞાનિકો ૧૬મી અને ૧૭મી સદીના છે.

પ્રાચીન સમયમાં આ વિશે ભારતની માન્યતા કેવી હતી ? પૃથ્વી ગોળ છે, એમ તેઓ જાણતા હતા?

આનો જવાબ 'હા' છે. તેઓ એટલે કે ભારતીયો આ હકીકતને પ્રાચીન સમયથી એટલે કે યુગોથી જાણતા હતા. અહીં એ વિશેની હકીકતના કેટલાક સંદર્ભો પ્રસ્તુત છે.

૧. ભારતના સુખ્યાત ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે (ઈ.સ. ૪૭૬) આમ કહ્યું હતું: 'ભૂગોલ: સર્વતો વૃત્ત:-પૃથ્વી બધી બાજુએથી ગોળ છે.' (આર્યભટ્ટીયમ્, ગોલપદ, શ્વલોક -૬ )

એણે પૃથ્વીના વ્યાસની ક્ષતિરહિત ગણતરી પણ કરી હતી. (આર્યભટ્ટીયમ્, પ્રકરણ -૧, શ્વલોક -૫ )

૨. પોતાના આ ગ્રંથનાં ગોલપદના શ્વલોક -૩૭માં આર્યભટ્ટે ગ્રહણનાં કારણો પણ આપતાં કહ્યું છે: 'છાદ્યતિ સૂર્યમ્ શશિનમ્ મહતી ચ ભૂચ્છાયા - જ્યારે ચંદ્ર સૂર્યને ઢાંકી દે કે સૂર્ય પર ચંદ્રનો પડછાયો પડે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને જ્યારે પૃથ્વી ચંદ્રને ઢાંકી દે કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.'

એમણે ગ્રહણની ક્ષતિરહિત ગણતરી પણ કરી હતી. સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા કરવામાં પૃથ્વીને ૩૬૫ દિવસ, ૬ કલાક, ૧૨ મિનિટ અને ૩૦ સેકંડ લાગે છે. અને પૃથ્વી પોતાની ધરીની આસપાસ ૨૩ કલાક, ૫૬ મિનિટ, ૪.૧ સેકન્ડમાં ફરે છે.

૩. ૬ઠ્ઠી સદીના વરાહમિહિર નામના એક બીજા ભારતીય ખગોળશાત્રીએ પોતાના પુસ્તક 'પંચ સિદ્ધાંતિકા' માં આમ કહ્યું છેઃ 'પંચ મહાભૂત માયાસ્ત્રારાગણા પંજરે મહીગોલાહા-ગોળ પૃથ્વી પંચ મહાભૂતોની બનેલી છે અને અવકાશમાં તારે છે. તે તારાઓથી મઢેલા પાંજરામાં લટકતા લોખંડના ગોળા જેવી છે.' (પંચ સિદ્ધાંતિકા, પ્રકરણ-૧૩, શ્વલોક-૧)
    
૪. હવે આપણે આ ઋગ્વેદ (૧.૩૩.૮) મંત્ર જોઈએ : 'ચક્રણાસ: પરિણહં પૃથિવ્યા - પૃથ્વીના પરીઘની સપાટી પર લોકો રહે છે.' એમ આ મંત્રમાં કહ્યું છે. આવા ઘણા વૈદિક મંત્રો છે. એમાંના ઘણા પૃથ્વી ગોળ છે એવું વિધાન કરે છે.
    
૪. 'સૂર્યસિધ્ધાંત' નામના એક પ્રાચીન ખગોળવિદ્યાના ગ્રંથ (૧૨.૩૨) આમ કહ્યું છે: 'મધ્યે સમાનાતાંઙસ્ય ભૂગોલો વ્યોમની તિષ્ઠતિ -બ્રહ્માંડની વચ્ચે ગોળ પૃથ્વી અવકાશમાં અડગ ઊભી છે.
      
૫. ભાસ્કરાચાર્ય (૧૧મી સાદી) નામના સુખ્યાત ગણિત શાસ્ત્રીએ પોતાના ગ્રંથ 'લીલાવતી' માં એક નાની બાલિકા લીલાવતીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આ શબ્દોમાં આપે છે : 'તમારી આંખ જે જુએ છે તે વાસ્તવિકતા નથી. તમે જુઓ છો એવી પૃથ્વી સપાટ નથી. તે વર્તુળકાર છે, જો તમે એક મોટું વર્તુળ દોરો અને તેના ચોથા ભાગના પરિઘ પર દ્રષ્ટિ કરો તો તે તમને સીધી રેખા જેવો લાગશે. પણ વાસ્તવિક રીતે તો એ વર્તુળ જ છે. એવી જ રીતે પૃથ્વીનો આકાર ગોળ છે.'

આજે પણ મોટા ભાગની ભારતીય ભાષાઓમાં અંગ્રેજી શબ્દ 'જ્યોગ્રાફી' એટલે 'ભૂગોળશાસ્ત્ર' ના નામે વર્ણવાય છે. ભૂગોળ એટલે વર્તુળાકાર પૃથ્વી. એનો અર્થ એ થયો કે યુગો પેહલાં ભારતીય લોકો પૃથ્વીનો આકાર ગોળ છે એ જાણતા હતા.

આર્યભટ્ટની ગણતરી મુજબ પૃથ્વીનો પરિઘ 39,968.0582 કિલોમીટર છે, જે 40,075.0167 કિલોમીટરના વાસ્તવિક મૂલ્ય કરતાં માત્ર 0.2% ઓછો છે. ગ્રીક ગણિતશાસ્ત્રી, ઈરેટોસ્થેનસની ગણતરીઓ કરતાં આ નજદીકી નોંધપાત્ર પ્રગતિ હતી (c. 200 BCE), આધુનિક એકમ મુજબ તેમની ચોક્કસ ગણતરી અપ્રાપ્ય છે પરંતુ તેમના અંદાજમાં અંદાજિત 15-18%ની ભૂલ હતી.

તો પછી આપણે શાળામાં આપણાં બાળકોને 'પૃથ્વી ગોળ છે' એ મહાન શોધ પશ્ચિમના વૈજ્ઞાનિકો - ખગોળ શાસ્ત્રીઓએ કરી હતી, એમ શા માટે ભણાવીએ છીએ ?

('વિવેકાનંદ લાઈફ સાયકલ્સ એકેડમી' દ્વારા પ્રકાશિત અને જે. ચંદ્રશેખર અને એમ. ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ 'ઇટરનલી ટેલેન્ટેડ ઈંડિયા-૧૦૮ ફેક્ટ્સ' માંથી કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

ભુગોળ અને ખગોળ ને લગતી કેટલીક ઘટનાઓ અમુક સમયાંતરે બનતી હોય છે. આવી ઘટના વખતે લોકોમાં તેમજ ખાસ કરીને વિધ્યાર્થિઓમાં ખુબ ઉત્સુકતા હોય છે. આ પ્રસંગે સદર ઘટનાનું અવલોકન, પ્રદર્શન, કરી જો સાચી સમજ વિધ્યાર્થીઓને/લોકોને આપીએ તો તેમના જ્ઞાનમાં વધારો કરી શકાય. તેમજ બાળકોની વિજ્ઞાન પ્રત્યેની રૂચી વધારી શકાય.

આવીજ એક ઘટના પડછાયાનું ગાયબ થવું છે. મકરવૃત અને કર્કવૃત વચ્ચે આવતા પ્રદેશોમાં આ ઘટના વર્ષમાં બે વખત બને છે. આ ઘટનાનું નિદર્શન કરી વિધ્યાર્થીઓ ને અક્ષાંસ,રેખાંશ, કર્ક્વૃત, મકરવૃત, સુર્યની દૈનિક ગતિ, અને તે દ્વારા પૃથ્વીનું પરિભ્રમણ, તેમજ પરિક્રમણ જેવી બાબતો સહેલાઈ થી સમજાવી શકાય. જો કે, આજથી 2200 વર્ષ પહેલાં એરેટોસ્થેનસ નામના વૈજ્ઞાનિકે ગણિતના સાદા નિયમો નો ઉપયોગ કરીને નાની લાકડીના પડછાયાની મદદથી સૌ પ્રથમ વખત પૃથ્વીનો પરિઘ માપી બતાવ્યો હતો. જેમાં લગભગ 15-18% ની ત્રુટી રહી છે તેમ છતાંય તેની યાદમાં વર્ષ દરમિયાન વિશ્વના દેશોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જ્યારે આર્યભટ્ટ કે જેમણે કોઈ પણ જાતના ભૌતિક સાધનો વગર પરિઘ માપ્યો અને ફક્ત 0.2 % ની ત્રુટી જ !તેમને આપણે અને આ પશ્ચિમી ઇતિહાસ યાદ પણ કરતાં નથી!!

આવુ જ જેમ્સ વોટનું પણ છે સ્ટીમ એન્જીન વિશેની પ્રથમ કહેવાતી શોધનું.... પણ એ હકીકત ફરી કયારેક.. .. 

-- કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...