Thursday, October 12, 2017

કોણે કહ્યા હતા મિ. બચ્ચનને અપશુકનિયાળ અને ક્લાર્ક??!!


એક સમય હતો જ્યારે અમિતાભ તથા રાજેશ ખન્ના વચ્ચેની રાઈવલરીની મીડિયામાં અવાર-નવાર ચમકતી હતી.70ના દાયકામાં રાજેશે અમિતાભનું અપમાન કર્યું હતું.ફિલ્મ જર્નાલિસ્ટ અલી પીટર જોને કહ્યું હતું તેમણે આ ઘટના પોતાની આંખોની સામે જોઈ છે.2014માં અલીએ રાજેશ ખન્ના અંગે આ ખુલાસો કર્યો હતો. 


જ્યારે બિગ બીને અપશુકનિયાળ કહ્યાં હતાં રાજેશ ખન્નાએઃ

અલીના મતે,ફિલ્મ'બાવર્ચી'ના સેટ પર અમિતાભ બચ્ચન અવાર-નવાર જયા બચ્ચનન તથા અસરાની સહિતના ફ્રેન્ડ્સને મળવા આવતા હતાં.ત્યારે રાજેશ ખન્ના અનેકવાર અમિતાભનું અપમાન કરતાં હતાં. અલીએ કહ્યું હતું કે એકવાર જ્યારે અમિતાભ બચ્ચન સેટ પર આવ્યા તો રાજેશ ખન્નાએ સ્પષ્ટ શબ્દોમાં તેને અપશુકનિયાળ કહ્યો હતો.જયા બચ્ચને જ્યારે આ વાત સાંભળી ત્યારે તે ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ હતી.જયાએ રાજેશ ખન્ના પાસે જઈને ગુસ્સામાં કહ્યું હતું કે એક દિવસ જમાનો જોશે કે આ વ્યક્તિ(અમિતાભ)ક્યા હશે અને રાજેશ ખન્ના...પછી જયા બચ્ચનની વાત સાચી પડી.દુનિયાએ જોયું કે અમિતાભ કેવી રીતે સ્ટારમાંથી સુપરસ્ટાર બન્યાં અને રાજેશ ખન્નાની કરિયરની દિવસે દિવસે પડતી શરૂ થઈ.


રાજેશ ખન્ના એટલા માટે અમિતાભની ઈર્ષ્યા કરતાં હતાં કારણ કે બોલિવૂડમાં નવા આવેલા અમિતાભ ઘણી જ ઝડપથી સફળતાની સીડીઓ ચઢતા હતાં. અમિતાભ જ્યારે બોલિવૂડમાં આવ્યા ત્યારે રાજેશ ખન્ના સુપરસ્ટાર હતાં. રાજેશ ખન્નાની કરિયરની આ ઉત્તમ સમય હતો. ચારે બાજુ બસ રાજેશ ખન્નાની જ ચર્ચા થતી હતી. તમામ નિર્માતા-ડિરેક્ટર રાજેશ ખન્નાને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતાં. 


રાજેશ ખન્ના તથા અમિતાભને મહાનાયક બનાવવામાં કિશોર કુમારનો મોટો ફાળો છે. કિશોર કુમાર તથા રાજેશ ખન્ના એકબીજાના પૂરક હતાં. કિશોર કુમારને કારમે રાજેશ ખન્ના સુપરસ્ટાર બન્યા હતાં. તો અમિતાભ બચ્ચન પણ કિશોર કુમારને કારણે આગળ વધ્યા છે. આ જ કારણથી રાજેશ ખન્નાને અમિતાભની ઈર્ષ્યા થતી હતી. 


અજાણતા જ બિગ બી માટે કરી આપી જગ્યાઃ

બોલિવૂડમાં શરૂઆતના દિવસોમાં અમિતાભે રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું. જેમાં 'નમક હરામ', 'આનંદ'નો સમાવેશ થાય છે. તે સમયે આ ફિલ્મ હિટ રહી હતી. જોકે, પછીથી રાજેશ ખન્ના કરતાં અમિતાભની નોંધ વધુ લેવાઈ હતી. રાજેશ ખન્ના ડિરેક્ટર્સને ડેટ્સ આપતા નહીં અને તેને કારણે નિર્માતા-ડિરેક્ટર્સને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી. ઘણીવાર સવારનું શૂટિંગ હોય તો રાજેશ ખન્ના બપોરના જતા. બપોરના શૂટિંગ માટે રાતના જતાં હતાં. ઘણીવાર તો તેઓ શૂટિંગ પર જતાં જ નહીં. નિર્માતા-ડિરેક્ટર્સ મજબૂરીમાં આ બધું સહન કરતાં હતાં. તેઓ એક વિકલ્પની રાહ જોતા હતાં. અમિતાભ સમયના પાબંદ હતાં. 

રાજેશ ખન્ના સાથે જ્યારે અમિતાભની તુલના કરવામાં આવી તો તો તેમણે કહ્યું હતું કે ક્લાર્ક સમયના પાબંદ હોય છે. તે ક્લાર્ક નથી. કલાકાર છે. જે પોતાની મરજી પ્રમાણે કામ કરે છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...