Wednesday, October 4, 2017

આલ્બર્ટ આઈન્સ્ટાઈન



મહાન વૈગ્નાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન ના જીવન નો એક યાદગાર પ્રસંગ. 

આલ્બર્ટ આઈન્સ્ટાઈન ની "Theory of Relativity " ખુબજ પ્રસિદ્ધ થઈ એટલે એના વિશે લેક્ચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આલ્બર્ટ આઈન્સ્ટાઈન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેક્ચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળ માં બેસીને આઈન્સ્ટાઈન ને સાંભળતો. 

એક દિવસ ડ્રાઈવરે આઈન્સ્ટાઈનને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે, ત્યારે ગુસ્સે થવાને બદલે આઈન્સ્ટાઈન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિગ્યાન નુ જરા પણ ગ્નાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે. 

એ દિવસો માં મીડિયા એટલુ લોકપ્રિય હતુ નહિ. એટલે બધા લોકો આઈન્સ્ટાઈન ને ઓળખતા હતા પણ મોટા ભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા. 

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઈન્સ્ટાઈને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈગ્નાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઈન્સ્ટાઈન ડ્રાઈવર ના કપડાં પહેરીને બંને હોલ માં ગયા. છેલ્લી હરોળ માં બેસીને આઈન્સ્ટાઈન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.

ડ્રાઈવરે એટલી કુશળતા થી " Theory of Relativity " સમજાવી કે કોઈ ને શંકા ગઈ નહિ અંત માં પ્રશ્નોત્તરી થઈ એમા પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોંના સાચા અને સચોટ જવાબ આપ્યા કારણ કે મોટા ભાગના પ્રશ્નોં અગાઉના પ્રવચનોં માં પુછાય ગયા હોય એવા પ્રકારના જ હતા.

પરંતુ , અંત માં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મુંઞાઈ ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ. ડ્રાઈવર ને ચિંતા થઈ કે હવે શું કરવુ ? એને થયું કે જૌ બધાને ખબર પડી જશે કે આઈન્સ્ટાઈનની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારુ નહિ લાગે અને છાપ ખરાબ પડશે. માત્ર થોડીજ સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે " તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળ માં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરેં ." 

 આલ્બર્ટ આઈન્સ્ટાઈન પોતે પણ ડ્રાઈવરના જવાબથી આશ્ચર્યચકિત થઈ ગયા. આઈન્સ્ટાઈને પેલા માણસના સવાલ નો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિધ્ન પૂરો થયો. 


તમે કેવા પ્રકારના વ્યક્તિ સાથે રહો છો એ ઘણુ મહત્વનું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઈ ગયો. માણસ ની સોબત એના જીવન માં બહુ મોટો ભાગ ભજવે છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...