Wednesday, October 11, 2017

કૌન બનેગા કરોડપતિ અને મોહબ્બતેં - કમબેક



અમિતાભ બચ્ચનનો જાણીતો શો 'કૌન બનેગા કરોડપતિ'ની નવમી સિઝન 28 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. સૌ પહેલી સિઝન વર્ષ 2000માં થઈ હતી. આ સમયે અમિતાભ બચ્ચન આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યાં હતાં. લોકો દરવાજે આવીને ગાળો આપી દીધા હતાં. દેવામાંથી બહાર આવવા માટે બિગ બીને 'મહોબ્બતે' ફિલ્મ તથા 'કેબીસી'એ મહત્વનો ભાગ ભજવ્યો છે. અમિતાભે આ વાત કબૂલ કરી હતી. અમિતાભની એબીસીએલ કંપની પર કરોડોનું દેવું થઈ ગયું હતું.

શું કહ્યું હતું બિગ બીએઃ
જાન્યુઆરી 2013માં આપેલા ઈન્ટરવ્યૂમાં અમિતાભે કહ્યું હતું કે તે ક્યારેય નહીં ભૂલી શકે કે કેવી રીતે લેણદારો તેના ઘરના દરવાજે આવીને ધમકી ને ગાળો આપી જતાં હતાં અને પૈસા માંગતા હતાં. તેઓ પ્રતિક્ષા ખરીદવા તૈયાર થઈ ગયા હતાં. 44 વર્ષની કરિયરનો આ સૌથી ખરાબ તબક્કો હતો. આ સમયે તેમણે વિવિધ ઓપ્શન્સ જોયા અને તમામને ઈવેલ્યૂએટ કર્યાં હતાં. તે તરત જ સ્વ. યશ ચોપરા પાસે કામ માંગવા ગયા હતાં. આ સમયે યશ ચોપરાએ તેમને લઈને 'મોહબ્બતે' બનાવાની ઓફર કરી હતી. આજ રીતે શહેનશાહ પણ ટીનુ આનંદે ઓફર કરેલી, તે સમય પણ બચ્ચનનો કપરો હતો અને શહેનશાહ એક કમબેક ફિલ્મ હતી.


'કેબીસી' માટે થયો એપ્રોચઃ
2000માં સ્ટાર પ્લસ પોતાના નવા પ્રોજેક્ટ માટે અમિતાભ બચ્ચનનો એપ્રોચ કર્યો હતો. તે સમયે ખ્યાલ નહોતો કે આ શો આટલો લોકપ્રિય થશે. 'કેબીસી'એ બિગ બીને દેવામાંથી બહાર લાવવા ઘણી જ મદદ કરી હતી. અમિતાભે કહ્યું હતું કે આ શો ત્યારે એમની પાસે આવ્યો જ્યારે તેમને સૌથી વધુ કામની જરૂર હતી. આ શો તેમના માટે બૂસ્ટર સાબિત થયો હતો. પછી તે પ્રોફેશનલી હોય કે પર્સનલી. આ શોએ તમામ લેણદારોને પૈસા ચૂકવવામાં ઘણી જ મદદ કરી હતી. આ વાત તેઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે 'કેબીસી'ની શરૂઆતની ત્રણ સિઝન સ્ટાર પ્લસ પર આવી હતી અને ચોથી સિઝન પછીના રાઈટ્સ સોની ટીવીએ ખરીદ્યા હતાં.


આમ કંગાળ બની ગયા હતાં બિગ બીઃ
1996માં અમિતાભ બચ્ચને 'અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ'ની શરૂઆત કરી હતી. જોકે, આ પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ 'ગુલાબી' ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ જ સમય દરમિયાન બ્યૂટી કોન્ટેસ્ટ બેંગ્લોરમાં યોજી હતી. આમાં અમિતાભે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ કમાણી બિલુકલ થઈ નહોતી. 


બંગલો મૂક્યો હતો ગીરવેઃ
અમિતાભ બચ્ચન પર કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. તેમની કંપનીની સામે અનેક કેસો કરવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં બેંકે લોન વસૂલી માટે અનેક નોટિસ મોકલી હતી. અમિતાભે પોતાનો બંગલો પ્રતિક્ષા ગીરવે મૂકી દીધો હતો. 


ચાહકોએ બિગ બીના નિર્ણયને ગણાવ્યો હતો ખોટોઃ
ઓગસ્ટ 2011માં આપેલા એક અંગ્રેજી સાઈટમાં આપેલા ઈન્ટરવ્યૂમાં અમિતાભે કહ્યું હતું કે 2000માં જ્યારે તેમણે 'કેબીસી' જોઈન કર્યું ત્યારે ચાહકોએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. આટલું જ નહીં પરિવારે પણ આ નિર્ણયને જીવનનો સૌથી મોટો ખોટો નિર્ણય કહ્યો હતો. જોકે, જ્યારે તેમણે લંડનના શો 'હૂ બિકમ મિલિયોનર્સ' જોયો ત્યારે તેમને આ શો ગમી ગયો હતો.

મળ્યાં આટલાં રૂપિયાઃ
'કેબીસી'ના 85 એપિસોડ માટે બિગ બીને 15 કરોડ રૂપિયા મળ્યાં હતાં. આટલું જ નહીં એક જાણીતી ઈન્ટરનેશનલ બેંકે બચ્ચન સાથે 10 કરોડ રૂપિયાનો કરાર પણ કર્યો હતો. 


મોટાભાગના સવાલોના નથી આવડતા જવાબઃ
અમિતાભે 2011માં આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'કેબીસી'માં પૂછાયેલા મોટાભાગના સવાલોના જવાબ તેમને ખબર હોતી નથી. આ શોને કારણે તેમનું જનરલ નોલેજ વધ્યું છે.


ઘરે કરે છે રિહર્સલઃ
2011માં અમિતાભે આ વાતનો ખુલાસો કર્યો હતો કે 'કેબીસી' માટે તેઓ ઘરે રિહર્સલ કરે છે. જ્યારે ઘરે કોઈ હોતું નથી ત્યારે તે સોની ચેનલની ટીમ સાથે મોક 'કેબીસી' રમે છે. અમિતાભે કહ્યું હતું કે તેમની દીકરી શ્વેતા ઘરમાંથી સૌથી વધુ હોંશિયાર છે. 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...