Tuesday, October 24, 2017

જો હવે ફિલ્મો ફ્લોપ જશે તો બનાવવાનું બંધ!!


અમિતાભ બચ્ચન ની કેરિયરમાં ત્રણ નિર્દેશકોનો બહુ મોટો ફાળો રહેલો, ઋષીકેશ મુખર્જી (જેમની સાથે તેમણે સૌથી વધારે મુવીઝ કરી), મનમોહન દેસાઈ અને પ્રકાશ મહેરા.

પ્રકાશ મહેરા નો જન્મ 13 જુલાઈ, 1939 માં બિજનોર (ઉત્તરપ્રદેશ) માં થયેલો. બાળપણ દિલ્હીમાં વિતાવ્યા બાદ 1950ના દાયકા માં પ્રોડક્શન કંટ્રોલર તરીકે ફિલ્મી કારકિર્દી શરુ કરેલી. 1968, તેમની પહેલવહેલી ડાયરેકશન ડેબ્યુ મુવી શશી કપૂર અને બબીતા અભિનીત હસીના માન જાયેગી. તેમની પાસે એક પોલીસ ઓફિસરની લાઈફ લઈને એક સ્ટોરી હતી, જે તેમણે ઘણા બધા એક્ટર્સને સંભળાવેલી. પણ બધાએ એ ફિલ્મમાં ઉતારવાનો ઇનકાર કર્યો. દરમ્યાન તેમણે મેલા (1971- સંજય ખાન, મુમતાઝ અને ફિરોઝ ખાન અભિનીત), ધર્મેન્દ્ર, આશા પારેખ અભિનીત સમાધિ (1971), રાખી, રાજેન્દ્ર કુમાર અભિનીત આન-બાન (1972) દિગ્દર્શિત કરી.

દરમ્યાન, એમના ડ્રીમ પ્રોજેક્ટમાં એક લંબુસ, પાતળા અને નિષ્ફળ એક્ટરને લઈને મુવી બનાવી, જેમાં જયા ભાદુરી હિરોઈન અને પ્રાણ સહાયક ભૂમિકામાં હતા. વિલન હતા અજીત અને તે હીરો હતા, અમિતાભ બચ્ચન. યસ, 1973માં રીલીઝ થયેલી ઝંઝીર. ઝંઝીરે એક નિષ્ફળ અભિનેતા, અમિતાભને "એન્ગ્રી યંગ મેન" બનાવ્યા અને એક મુવીઝ નો જુદો જ દોર શરુ થયો.

ઝંઝીર પછી અમિતાભ અને પ્રકાશ મહેરાની જોડી એ બીજી 7 મૂવીઝમાં સાથે કામ કર્યું,
  1. હેરાફેરી (1976)
  2. ખૂન પસીના (1977)
  3. મુકદ્દર કા સિકંદર (1978)
  4. લાવારિસ (1981)
  5. નમકહલાલ (૧૯૮૨)
  6. શરાબી (1984) અને
  7. જાદુગર (1989)
પ્રકાશ મહેરાએ અમિતાભને કહેલું કે "જયારે મુવીઝ ફ્લોપ થવા માંડશે, ત્યારે હું તારી સાથે મુવીઝ બનાવવાનું બંધ કરી દઈશ". જાદુગર ઉંધે કાંધ પટકાઈ; અમિતાભ અને પ્રકાશ મહેરા બંનેની ખુબ ટીકાઓ થઇ. 1989 પછી ખરેખર પ્રકાશ મહેરા અને અમિતાભે સાથે કામ ના કર્યું. જો કે પ્રકાશજીએ ઝીંદગી એક જુઆ (1992), ઝખ્મી (1993), ઝુલ્મ (1994) અને બાલ બ્રહ્મચારી ડાયરેક્ટ કરી. બાલ બ્રહ્મ્ચારીમાં તેમણે રાજ કુમાર ના પુત્ર પૂરુ રાજકુમાર ને લોન્ચ કરેલ. આ બધી મુવીઝ ફ્લોપ ગઈ અને તેમણે મુવીઝ બનવાનું બંધ કર્યું.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...