Thursday, October 12, 2017

વિવેક

વિશ્વમાં જો કોઈ વધુ ને વધુ જીવનોપયોગી તત્ત્વ હોય તો તે વિવેક છે. દીપોત્સવીના શારદાપુજનમાં ચોપડાના પેજ ઉપર એક જ શબ્દ લખવો જોઈએ – વિવેક

એક સન્નારી ચોમાસામાં ફરવા નીકળ્યાં અને વરસાદ ટપકી પડ્યો. સન્નારી એક સ્ટોરના દ્વારે ઓટલા ઉપર ઉભાં રહી ગયાં. સ્ટોરના કર્મચારીઓ એક પછી એક જવા લાગ્યા. સહુની નજર સન્નારી પર હતી, સૌ લાચારીને વશ થઈ ઘેર ચાલ્યાં ગયાં. છેલ્લા એક કર્મચારી કે જે સ્ટોર બંધ કરી જવાના હતા તેમણે બહાર આવતાં જ સન્નારીને જોયાં અને વીનયપુર્વકની વીવેકવાણીથી કહ્યું, ‘આપશ્રી અહીં સ્ટોરમાં પધારો. ઘડી બેસો ત્યાં વરસાદ રહી જશે.’ સન્નારીએ આભાર વ્યક્ત કર્યો.વરસાદ થંભી ગયા પછી સન્નારીએ કહ્યું, ‘આ મારું વીઝીટીંગ કાર્ડ. મને કાલે મળજો.’ પેલા કર્મચારી સન્નારીના ઘરે ગયા. એ વૈભવશાળી બંગલો હતો. કર્મચારીને આદર આપી સન્નારીએ કહ્યું, ‘ભાઈ, સ્કોટલેન્ડમાં મારી મોટી મીલકત છે. તેના મુખ્ય વ્યવસ્થાપક તરીકે હું તમારી નીમણુંક કરવા ઈચ્છું છું.’ કર્મચારીના પ્રારબ્ધનાં દ્વાર તેના વીવેકે ખોલી આપ્યાં. આ સન્નારીનું શુભ નામ હતું ‘શ્રીમતી કાર્નેગી.’

અને છેલ્લે:-
૧. હાલ તુરત જે નાનાં કામ તારી સામે આવ્યાં હોય તે કરવા માંડ, પછી મોટાં કામ તને શોધતાં આવશે.
૨. પ્રવૃત્તી આપણને છોડે તે કરતાં સમજીને પ્રવૃત્તી છોડવી સારી.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...