Tuesday, October 24, 2017

બચ્ચનનું બીમારી સામે 'યુદ્ધ', કરોડરજ્જુ થી લઈ લિવર ખલાસ થવા સુધી


યુદ્ધ સીરિયલના એક સીનમાં અમિતાભ બચ્ચન, આ સીરિયલમાં તેઓ ન્યૂરોસાયકોલોજીકલ ડિસઓર્ડરથી પીડાતા બતાવવામાં આવ્યા છે. 

યુદ્ધ(2014): આ સીરિયલમાં માયસ્થેનેસિયા ગ્રેવિસથી પીડાતા વ્યક્તિની ભૂમિકા કરી હતી, વાસ્તવમાં પણ તેને આ બીમારી છે

મજબૂર(1974): આફિલ્મમાં અમિતાભે બ્રેઈન ટ્યુમરથી પીડાતા વ્યક્તિની ભૂમિકા કરી હતી.

આંખે(2002):આ ફિલ્મમાં આવેશમાં આવી જતા વ્યક્તિની ભૂમિકા કરી હતી.

બ્લેક(2005): ફિલ્મમાં અલ્ઝાઈમરથી પીડાતા વ્યક્તિની ભૂમિકા કરી હતી.

પા(2009): આ ફિલ્મમાં પ્રજોરિયાથી પીડિત 12 વર્ષના બાળકની ભૂમિકા કરી હતી.

આખરી રસ્તા, યારાના માં પણ એક માનસિક અસ્થિર દર્દીની ભૂમિકા કરી છે.

૭૫ વર્ષીય બચ્ચનનું બીમારી સામે 'યુદ્ધ', કરોડરજ્જુ થી લઈ લિવર ખલાસ થવા સુધી

11 ઓક્ટોબરના રોજ ૭૫ વર્ષના થયેલા મહાનાયક અમિતાભ બચ્ચનનું સ્વાસ્થ્ય હંમેશથી હાલક ડોલક રહ્યું છે. ઘણીવાર તો પોતાની કોઈપણ ભૂલ વિના પણ બીમારીથી પીડાવુ પડ્યુ છે.બીજી તરફ ફિલ્મમાં પણ બિગ બીએ બીમાર વ્યક્તિની અનેક ભૂમિકા કરી છે.તેમણે 'મજબૂર'થી લઈ 'પા' જેવી ઘણી ફિલ્મ્સ અને છેલ્લે 'યુદ્ધ'માં પણ માયસ્થેનેસિયા ગ્રેવિસથી પીડાતી વ્યક્તિની ભૂમિકા કરી ચુક્યા છે.બિગ બીએ તેમની બીમારી અંગે 2010ની 23 એપ્રિલ અને 2 મેના રોજ બ્લોગ પોસ્ટ પણ લખી હતી.
 
બીમારી અને અકસ્માત સાથે અમિતાભનો અતૂટ સાથ રહ્યો છે. તેઓ બાળક હતા ત્યારે આખલાએ શિંગડું માર્યું હતુ, ફિલ્મોમાં તેઓ અસંખ્ય વાર ઈજાઓનો ભોગ બન્યા છે. ફિલ્મ 'કાલા પથ્થર'માં કામ કરતી વખતે દિવસોના દિવસો લગી ગંદા પાણીમાં રહેવાને લીધે કમળો થઈ ગયો.લાંબા સમય માટે એમણે 'બ્રેક' પાડવો પડ્યો. ફિલ્મ 'ગંગા,જમુના, સરસ્વતી'ના શૂટિંગ દરમિયાન અમરીશ પુરી એમને લાત મારવા ગયા એમાં ચૂક થઈ ગઈ; અમિતજીની આંખ અને નાક ઉપર અમરીશ પુરીનો બૂટ પહેરેલો પગ વાગી ગયો. લોહીની ધાર વહેવા માંડી.જરાક માટે આંખ બચી ગઈ.

ફિલ્મ '
ઝંઝીર'માં રેલ્વેના ઓવરબ્રિજ પરની ફાઈટના દ્રશ્યમાં અમિતાભને પગની એડીમાં ઈજા થઈ. મહિનાઓ સુધી તેઓ લંગડાતા રહ્યા. ફિલ્મ 'પરવાના', 'દીવાના' વખતે પણ ઈજાઓ થઈ હતી. ફિલ્મ 'સુહાગ'માં હેલિકોપ્ટરમાંથી છલાંગ મારવાનું સ્ટંટ દ્રશ્ય જાતે જ ભજવ્યું તે વખતે જરાક માટે જીવ જતાં રહી ગયો હતો. એકવાર દિવાળી પ્રસંગે ફટાકડા ફોડતા હતા, ત્યારે એક ફટાક હાથમાં જ ફૂટી ગયો અને આંગળીઓ દાઝી ગઈ હતી.

1978માં જ્યારે કમળો થયો, ત્યારે અમિતજી દિવસોના દિવસો લગી એમના બંગલામાં આરામ ફરમાવતા રહ્યા હતા. એ વખતે જાતજાતની અફવાઓ પ્રસરી ગઈ હતી. 'પ્રતીક્ષા' બંગલાની બહાર જમા થયેલા લોકો વાતો લઈ આવતા હતા કે અમિતજી ગાંડા થઈ ગયા છે, ચીસો પાડ્યા કરે છે, પોતે જ પોતાના માથાના વાળ ખેંચે છે. પછી કોઈ વાત લઈ આવ્યું કે અમિતજીને તો બ્લડ કેન્સર થયું છે. અને છેલ્લી કક્ષાની અફવા હતી: "અમિતાભ મૃત્યુ પામ્યા છે !!"
અચાનક થયુ લીવરની બીમારીનું નિદાન 
બિગ બીએ તેમની બીમારી અંગે 2010ની 23 એપ્રિલના રોજ એક બ્લોગ પોસ્ટ પણ લખી હતી.જેમાં લખ્યું હતું કે, 'મને 'કુલી'ના સેટ પર થયેલી ઈજાની ઘણી આડ અસરો હતી. આ સિવાય મોડુ નિદાન અને ત્યાર બાદ આવેલા કોમ્પ્લિકેશન્સને કારણે થોડાં દિવસોમાં જ બીજી સર્જરી કરાવવી પડી, આ કારણે તાત્કાલિક રક્તની જરૂરીયાત ઉભી થઈ. આ માટે અનેક સ્વયંસેવકો દોડી આવ્યા અને તેમાના 200 સ્વયં સેવકોએ રક્ત આપ્યું અને 60 બોટલની જરૂર હતી જે એકઠુ કરી મને ચડાવવામાં આવ્યું હતું. મિત્રો, સંબંધીઓ અને શુભેચ્છકો, કાર્યકરો અને અમારી ફાર્માસ્યુટીકલ ફેક્ટરીના સ્ટાફે તમામ ગોઠવણ કરી અને હું જીવી ગયો. આ વર્ષ 1982નું હતું, પરંતુ 2000-2002 સુધી તો કંઈ થયું નહીં પણ આ સમયે રૂટીન તપાસ થઈ ત્યારે જાણવા મળ્યું કે 1982માં એક અજાણ્યા રક્તદાતાને ઓસ્ટ્રેલિયન એન્ટીજન હિપેટાઈટીસ બી નો ચેપ લાગેલો હતો, જેનામાં સિસ્ટમમાં સક્રિય થવાની એક અદભૂત ગુણવત્તા હોય છે
બીજાની ભુલે બનાવ્યા લીવરના દર્દી
આ અંગે બગ બી આગળ લખે છે કે, 'થોડાં મહિનાઓ સુધી શાંત રહ્યા બાદ તે સક્રિય થાય છે.1982માં હિપેટાઈટીસ પણ અજાણ્યો હતો, આથી કદાચ અતિ આવશ્યક્તા હોવાથી તેની તપાસ કરવાનું પણ ચુકી ગયા આથી તે મારી સિસ્ટમમાં ઘુસી ગયુ, સડો બેસી ગયો અને મારા લિવર પર હુમલો કરી દીધો, 2002માં એમઆરઆઈ કોર્સ દરમિયાન તેમણે મારુ 25 ટકા લિવર ખલાસ કરી દીધુ. જેને અમારી મેડિકલ ભાષામાં લીવર સિરોસીસ કહે છે. આમ થયા બાદ તે નિષ્ક્રિય છે. આ રીતે હું ટેકનિકલી કે મેડિકલ ભાષામાં કહીએ તો કોઈપણ ચુક વિનાનો હું દર્દી છુ. આ પ્રકારની બીમારી વધુ પડતા શરાબ સેવનથી થાય છે. અહીં હું નોન આલ્કોહોલિક અને દારૂ વિરોધી છું. મારામાં આવેલો આ રોગ રક્તદાતાના રક્ત લેવાથી થયો.આ સંબંધિત બીમારી ખૂબ જ સંવેદનશીલ હોય છે અને મારે પણ સતત સતર્ક રહેવુ પડે છે કે લિવરને બીજુ કોઈ નુકસાન થયુ છે કે નહીં.એમઆરઆઈ મારા માટે દર ત્રણ મહિને મારી જિંદગી સાથે વળાયેલી પ્રક્રિયા છે'
'કુલી' બાદ તુરંત જ માયસ્થેનેસિયા ગ્રેવિસમાં સપડાયા
૧૯૮૨માં ફિલ્મ ‘કૂલી’ના સેટ પર પ્રાણઘાતક અકસ્માતમાંથી ઊગર્યા બાદ અમિતાભ માંડ કામે પાછા વળ્યા જ હતા ત્યાં આ અકસ્માતને પગલે તેમણે લેવી પડેલી હાઈ ડોઝની દવાઓને લીધે ૧૯૮૩માં તેમને એક વધુ બીમારી લાગુ પડી ગઈ.આ બીમારીનું નામ છે માયસ્થેનિયા ગ્રેવિસ. અમારી મેડિકલ વિજ્ઞાનની ભાષામાં ક્રૉનિક ઑટોઇમ્યુન ન્યુરોમસ્ક્યુલર ડિસીઝ તરીકે ઓળખાતી આ બીમારીનો સીધોસાદો અર્થ મગજ અને સ્નાયુઓ વચ્ચેની ફોનલાઇનમાં ડિસ્ટર્બન્સ જેવો કરી શકાય જેના કારણે મગજ દ્વારા સ્નાયુઓ માટે મોકલાયેલો સંદેશ એમના સુધી પહોંચતો જ ન હોવાથી વ્યક્તિના શરીરની મૂવમેન્ટ અટકી જાય છે. અમુક અંશે પૅરેલિસિસ જેવી આ બીમારીને પગલે બેંગ્લોરમાં એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન હોટેલના દાદરા ચડતી વખતે અમિતજી પડી ગયા હતા. પરિસ્થિતિ કંઈક એટલી વિચિત્ર હતી કે તેઓ પોતાનો હાથ પણ ઊંચકી નહોતા શકતા. કેટલાંક ડગલાં ભર્યા બાદ ચાલી નહોતા શકતા.અરે, બીજું બધું તો જવા દો; બ્રશ કરવું, પાણી પીવું જેવી સામાન્ય ક્રિયાઓ પણ તેમનાથી નહોતી થઈ રહી.
અસ્થમાને કારણે એસ્થાલાઈન પમ્પ હોય છે સાથે
જોકે દવાઓ અને દુઆઓની મદદથી અમિતજીના કિસ્સામાં થોડા જ સમયમાં આ બીમારી અન્ડર ગ્રાઉન્ડ જતી રહી, પરંતુ વિજ્ઞાન હજુ સુધી તેને લગતા બધા સવાલોના જવાબ શોધી શક્યું ન હોવાથી આજે પણ બિગ બીના ચાહકો માટે એ એક ચિંતાનો વિષય તો ખરો જ. માત્ર એટલું જ નહીં તાજેતરમાં પ્રસારિત થયેલી તેમની પ્રથમ ટીવી સીરિયલમાં પણ તેમણે માયસ્થેનેસિયા ગ્રેવિસથી પીડાતા વ્યક્તિની ભૂમિકા કરી હતી.

બચ્ચને 2 મે 2010ની બ્લોગ પોસ્ટમાં અસ્થમા વિષે લખ્યુ છે કે, 'હું અસ્થમેટિક હોવાથી મારા પોકેટમાં નિયમિત્ત એસ્થાલાઈન પમ્પ રહે છે, હજારો એક્શન સિકવન્સ દરમિયાન મારા પગને ઈજાઓ અને હાડકાઓ તેમજ વાલ્વના ટૂકડે ટૂકડા થઈ ગયા હોવાથી પરિભ્રમણ થવામાં મુશ્કેલી થાય છે, અને ડોન તેમજ પરવરિશના એકશન સીન દરમિયાન એલ4 અને એલ5 (કરોડરજ્જૂ ના છેલ્લા અને એથી ઉપરના મણકા સંબંધિત)ને નુકસાન થયું હતું.આ જ રીતે ગળાને પણ ક્ષતિ પહોંચી હતી પણ હું ઘણા ઓપરેશન કરાવી ચુક્યો હોવાથી બધું ઈશ્વર પર છોડી દીધુ.' 

અમેરિકન તબીબ મુકાયા આશ્ચર્યમાં
બિગ બી આગળ લખે છે કે, 'ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે હું હજુ કેવી રીતે જીવુ છું.' ન્યૂયોર્કમાં રહેલા અમેરિકન તબીબ પાસે હું મારા માયસ્થેનિયા અંગે સલાહ લેવા ગયો હતો, આ અંગે તેઓ મેડિકલ રિપોર્ટ જોવા માગતા હતા. આ સમયે તેમણે પૂછ્યુ કે- 'શું આ વ્યક્તિ હજુ જીવે છે'. તેઓ જે સારવાર થઈ ચુકી છે તેનાથી વિશેષ તેમને કંઈ સલાહ આપી શક્યો નહીં, પણ હું તે વ્યક્તિને મળવા માગતો હતો,તે મેં કર્યું. આ અહેવાલ વાંચ્યા બાદ તમારામાંના ઘણા લોકો માંદા પડી જશે અને ચિડાશે. પરંતુ કોઈપણ જો મને પૂછે કે હું કઈ રીતે જીવુ છું તો અચકાયા વિના કહી દઉ કે મારા હર્યોભર્યા પરિવારને કારણે જીવી ગયો છુ'
ડાયવર્ટીક્યુલિટીસ ઓફ ધ સ્મોલ ઈન્ટેસ્ટાઈન 
વર્ષ 2005માં અમિતાભની તબિયત લથડી હતી.તેમને લાગતુ હતું કે ગેસ્ટ્રો બીમારી ડાયવર્ટીક્યુલિટીસ ઓફ ધ સ્મોલ ઈન્ટેસ્ટાઈનમાં બદલાઈ છે. તબીબોએ કહ્યું કે, આ બીમારી જ્વેલ્લે થતી હોય છે અને જો સમયસર સારવાર ન કરાવી હોત તો ઘાતક સાબિત થઈ શકત. જેમાં દર્દીની નાના અને મોટા આંતરાડાની દિવાલો નબળી પડી જાય છે. આ બીમારીને અટકાવવા માટે હાઈ ફાઈબર ડાયટ્સ અને એન્ટીબાયોટિક્સની જરૂર રહે છે.જોકે બચ્ચન કેસમાં ઓપરેશનની જરૂર રહે છે.આ કારણે અમિતાભ 2005ના નવેમ્બર માસમાં બે માસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતાં.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...