Sunday, September 24, 2017

લતા મંગેશકર અને પંચમદા....


લતા મંગેશંકરને બધાંની જેમ આર.ડી.બર્મન પણ ‘દીદી’ના નામે સંબોધતા. 


લતાજી કહે છે કે પંચમે મારી પાસે ‘રૈના બીતી જાયે’ અને ‘નામ ગુમ જાયેગા’ જેવાં કલાસિકલ ગીતો એકબાજુ ગવડાવ્યાં તો બીજી તરફ ‘બાહોં મેં ચલે આ ઓ’ જેવું ચુલબુલું ગીત પણ ગવડાવ્યું. આ ગીત માટે એમણે મને ભારપૂર્વક સમજાવ્યું હતું કે મારે આ લો-પિચના સોફટ ટોન્સમાં ગાવાનું છે જેથી ગીતનો રોમેન્ટિક મૂડ ઊભરીને આવે. આ ગીતમાં ‘આ…ઓ’ શબ્દને સ્ટ્રેચ કરીને ગાવો એ પણ પંચમનું જ સૂચન હતું. આવું જ એક ગીત હતું. ‘દિલબર દિલ સે પ્યારે’ જેમાં પંચમે ‘નૈનોં-વાલે’ શબ્દને પાંચ અલગઅલગ રીતે ગાવાનું કહ્યું હતું. પંચમે લતાજી પાસે ગવડાવેલાં ગીતોમાંથી લતાજીને ‘ઐસા સમા ના હોતા’ અને ‘તેરે લિએ પલકોં કી ઝાલર બૂનું’ બહુ ગમે છે. લતાજી કહે છે કે આ ગીતો જેમાં હતાં એ ફિલ્મો બોક્સ ઓફિસ પર બહુ ના ચાલી પણ એનાં ગીતો મારાં ફેવરિટ છે.

આશા ભોંસલે સાથે લગ્ન કરતી વખતે પંચમે લતાજીને કહ્યું હતું કે મને લગ્નપ્રસંગે કોઈ ભેટ નહીં આપતાં પણ એક પત્ર લખજો-જિંદગીમાં મારે શું કરવું, શું ન કરવું અને કેવી રીતે પ્રસન્ન દાંપત્યભર્યું જીવન જીવવું. લતાજીએ આવો પત્ર લખીને આર.ડી.બર્મનને આપ્યો હતો જે પાછળથી એમના લોકરમાં સાચવીને મૂકી રાખવામાં આવ્યો હતો. લતાજી કહે છે કે મારી સિંગિગ કરિયરમાં જો મારા માટે સૌથી મોટા અફસોસની વાત હોય તો તે એ છે કે ‘કુછ ના કહો’ મારે પંચમનાં ગયા પછી ગાવાનું આવ્યું. મને યાદ છે કે ૧૯૯૩ના છેલ્લા મહિનાઓમાં એક યુવાન માણસે આવીને મને સંદેશો આપ્યો હતો કે આર.ડી.બર્મન તમારા અવાજમાં એક ગીત રેકોર્ડ કરવા માંગે છે. એ પછી ખુદ પંચમદાએ મને કહ્યું હતું કે દીદી, મને તમારા અવાજની જરૂર છે- આ ર્પિટક્યુલર ગીતમાં અને એમાં તમારો જ અવાજ મને જોઈશે. અનફોર્ચ્યુનેટલી, મેં એમને કહ્યું કે હમણાં શક્ય નથી કારણકે હું યુ.એસ.એ. જઈ રહી છું, લાઈવ કોન્સર્ટ માટે. એટલે મારા આવ્યા પછી તમે રેર્કોિંડગ સ્ટુડિયો બુક કરજો. હું ઈન્ડિયા પાછી આવી કે તરત મારે એક અર્જન્ટ કામસર દિલ્હી દોડવાનું થયું અને ૪ જાન્યુઆરી ૧૯૯૪ના અશુભ દિવસે મને સમાચાર મળ્યા કે પંચમદા હવે નથી.

અમે બધાં જ બહુ શોકમાં હતાં. પણ પંચમદાની છેલ્લી ઈચ્છા પૂરી કરવાની જ હતી. એટલે ફેબ્રુઆરીના એન્ડમાં અમે મુંબઈના વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોમાં ‘કુછ ના કહો’નું રેર્કોિંડગ કર્યું. સંજીવ કોહલી (સંગીતકાર મદન મોહનના હોનાહાર દીકરા જેઓ મોટી રેર્કોિંડગ કંપનીઓ સાથે કામ કર્યા પછી યશ ચોપરા સાથે જોડાયા હતા) એ રેર્કોિંડગ સંભાળ્યું હતું. સંજય લીલા ભણસાલી પણ ત્યાં હાજર હતા. પંચમ હોત તો મને ખાતરી છે કે એમણે મારી ગાયકીમાં તે જ વખતે સ્કુરેલા કોઈ નવા આઈડિયાઝ ઉમેરાવ્યા હોત અને ગીત વધારે સારું ગવાયું હોત. મારા માટે આ રેર્કોિંડગ એક ચેલેન્જ સમાન હતું કારણકે તે વખતે વારંવાર પંચમની અનેક સ્મૃતિઓ ઉમટયા કરતી હતી. મારી તબિયત બરાબર નહોતી છતાં દિલમાં એક વેદનાનો બોજ લઈને મેં મારી જવાબદારી પૂરી કરી. લતા મંગેશકરે ‘કુછ ના કહો’ ગીત વિશે આટલું લંબાણથી કહ્યું તેની પાછળનું કારણ મને એ લાગે છે કે એ ગાળામાં એમના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પંચમના મૃત્યુ પછી એમણે વિનોદ ચોપરા પાસે માંગણી કરી હતી કે મારે આ ગીત ગાવું છે. હાલાકિ, કવિતા કૃષ્ણર્મૂિતના અવાજમાં આ ગીત ઓલરેડી રેકોર્ડ થઈ ગયું હતું- આર.ડી.બર્મનની હયાતિમાં જ. પણ પંચમના સંગીતમાં છેલ્લું ગીત લતા મંગેશકરનું હતું એટલે ઈતિહાસ લખાય એટલે લતાજીએ આ માંગણી કરી અને ‘નાઈન્ટીન ફોર્ટી ટુઃ અ લવસ્ટોરી’ના નિર્માતા-દિગ્દર્શકે આ માંગણી સ્વીકારવી પડી. આવી તો અનેક અફવાઓ-ચર્ચાઓ લતાજી જ નહીં, કોઈપણ મહાન વ્યક્તિ વિશે થતી જ હોય છે અને આપણે સામાન્યજનો ખરાખોટાની ચકાસણી કર્યા વિના એને સાચી માની લેતા હોઈએ છીએ. કારણકે આપણને કહેવામાં આવ્યું હોય છે કે આ વાત લતાજીના કે કોઈપણ મહાન વ્યક્તિના અંગત સર્કલની કોઈ વ્યક્તિ દ્વારા કહેવામાં આવી છે, અથવા તો ફલાણા અત્યંત વિશ્વાસપાત્ર સોર્સ પાસેથી આ માહિતી મળી છે અને વર્સ્ટ ઈઝ ધિસઃ અરે ભાઈ, મેં છાપામાં વાંચ્યું કે ટીવી પર સાંભળ્યું કે પુસ્તકમાં લખ્યું છે. એઝ ઈફ છાપું-ટીવી-પુસ્તક ક્યારેય જૂઠું બોલે જ નહીં!

ગુલઝારે ‘ગાલિબ’ સિરિયલમાં એક અત્યંત સૂક્ષ્મવાત કરતું દૃશ્ય મૂક્યું છે. ગાલિબના પ્રતિસ્પર્ધી શાયરના ઘરે એ શાયરની મિત્રમંડળી બેઠી છે. ગાલિબના એક અંગત મિત્ર આ શાયરના પણ મિત્ર છે. વાતમાંથી વાત નીકળી છે ને પ્રતિસ્પર્ધી શાયર ગાલિબની બુરાઈ પર ઊતરી આવે છે ને બીજા મિત્રો એમની વાતોમાં ટાપસી પુરાવતાં હોય છે. ત્યાં જ પેલા ગાલિબના મિત્ર ઊભા થઈને ‘મારે એક જરૂરી કામ છે’ એમ જણાવીને ખુદા હાફિઝ કહીને સલામ કરી ત્યાંથી નીકળી જાય છે. સાચો મિત્ર આને કહેવાય.
આર.ડી.બર્મન પાસે આવા કેટલાંક ટ્રુ ફ્રેન્ડ્ઝની મિરાત હતી. વધુ નેક્સ્ટ વીક.

-- ચૈતન્ય પદુકોણના પુસ્તક ‘આર.ડી.બર્મેનિયા’ માંથી 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...