Wednesday, September 20, 2017

ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર


ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર


.
આ પોસ્ટનો હેતુ ગુજરાતી બ્લૉગિંગનો ઇતિહાસ લખવાનો નથી. ગુજરાતી નેટ જગતનો પૂરો ઇતિહાસ એટલો લંબાઈ જાય કે તે ઘણો સમય માગી લે. ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર આજે તો સમૃદ્ધિનો પાર નથી. અહીં આપણે ગુજરાતી નેટ જગતના ‘શિલારોપણ’ પર ઊડતી નજર નાખીશું. ગુજરાતી બ્લોગ જગતની આરંભયાત્રાનું મારી દ્રષ્ટિએ વિહંગાવલોકન માત્ર કરીશું.
ગુજરાતી નેટ જગત પર પાયાના યોગદાનની વાત આવે તો સ્વ. રતિલાલભાઈ ચંદેરિયા તથા તેમની ટીમના ભગીરથ કાર્યની નોંધ પ્રથમ લેવી પડે.
આ પોસ્ટનો હેતુ સમગ્ર ગુજરાતી નેટ જગતનો પરિચય આપવાનો પણ નથી કારણ કે ગુજરાતી બ્લૉગ જગત (ગુજરાતી બ્લોગ જગત) આજે એટલું ફૂલ્યું ફાલ્યું છે કે તેનો વિસ્તાર નાનકડી પોસ્ટમાં ન સમાય! આમ છતાં, આજે  ગુજરાતી બ્લૉગિંગ વિશાળકાય વટવૃક્ષ સમાન વિસ્તર્યું છે. ગુજરાતી નેટ જગત કે ગુજરાતી બ્લૉગ જગતનો વ્યવસ્થિત, નિષ્પક્ષ, અને તટસ્થતાથી સર્વાંગસમ ઇતિહાસ લખાય તે બહુ જરૂરી છે. ગુજરાતી ભાષાના બ્લૉગિંગ પર સંશોધન થાય અને ગુજરાતી બ્લૉગિંગનો ઇતિહાસ લખાય ત્યારે ઘણી ધીરજથી ખંતપૂર્વક ગુજરાતી નેટ જગતનો અભ્યાસ કરવો પડશે.
બ્લોગર / બ્લૉગર / બ્લોગપોસ્ટની સેવાઓ બ્લૉગિંગ જગતમાં પ્રથમ પ્રચલિત થઈ.
મેં 2005માં મારી અંગ્રેજી ભાષાની બે વેબ સાઇટ્સ પબ્લિશ કરીજે વિશ્વના બૌદ્ધિક જગતમાં ભારે લોકપ્રિય થઈ. સાથે મેં બ્લૉગર પર અંગ્રેજી બ્લોગ્સ પબ્લિશ કરવા શરૂ કર્યા.
તે સમયે બ્લોગપોસ્ટ પર સીધે સીધાં ગુજરાતી લખવાની સગવડ ન હતી. ટેકનોલોજી અથવા જ્ઞાનના અભાવે ગુજરાતી પોસ્ટને મારે ઇમેજ સ્વરૂપે મૂકવી પડતી હતી. આપ આ વેબ સાઇટ્સ પર જોઇ શકશો કે મારે ગુજરાતી પોસ્ટની ‘ઇમેજ’ બનાવીને મૂકવી પડતી હતી.
મારી પ્રથમ પોસ્ટની પ્રથમ કોમેંટમાં ડૉ. સિદ્ધાર્થ શાહે યુનિકોડ વાપરવા સૂચન કર્યું. ( Special thanks!)
આ અગાઉ ગુજરાતી નેટ જગતના શ્રીગણેશ કરનાર સ્વ. કિશોરભાઈ રાવલ અને ‘એસવી’ તો ગુજરાતી ઇન્ટરનેટ પર હતાં જ. સાથે સ્વ.મૃગેશભાઈ શાહ તેમજ સર્વશ્રી સિદ્ધાર્થભાઈ શાહ, ધવલભાઈ શાહ, વિવેકભાઈ ટેલર, વિશાલભાઈ મોણપરા, કાર્તિકભાઈ, પ્રવીણચંદ્ર શાહ અને અન્ય ઘણા મિત્રો (નામ લખવા બેસું તો ય કોઈ રહી જ જાશે) એ ગુજરાતી નેટને વિકસાવવા પાયારૂપ કામ કર્યું. તેમાં અમે ઘણા બધા જોડાયા. 2006માં સ્નેહી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ મને ‘વર્ડપ્રેસ’ પર આવવા કીમતી સૂચન કર્યું અને બ્લોગપોસ્ટ પરથી હું વર્ડપ્રેસ પર શીફ્ટ થયો : જૂન 2006માં “મધુસંચય” વર્ડપ્રેસ પરનો મારો પ્રથમ બ્લૉગ. આભાર, સુરેશભાઈ! આ પછી સુરેશભાઈ અમારા મિત્ર જુગલકિશોરભાઈને પણ વર્ડપ્રેસ પર લઈ આવ્યા.
આ દરમ્યાન સર્વશ્રી અમિતભાઈ, ચિરાગભાઈ, જયદીપભાઈ, વિજયભાઈ શાહ, ડૉ રાજેંદ્રભાઈ, ડો. દિલીપભાઈ પટેલ, મૌલિક સોની તથા બહેનોમાં સુશ્રી નીલમબહેન, નીલાબહેન, ઊર્મિબહેન, જયશ્રીબહેન, નેહાબહેન ત્રિપાઠી અને અન્ય ઘણા મિત્રોએ ગુજરાતી બ્લૉગિંગને સમૃદ્ધ કર્યું. કેટલાંક બ્લૉગનાં નામ લખું તો પુસ્તકાલય, શબ્દપ્રીત, મને મારી ભાષા ગમે,  હેતલની દુનિયા, …. અને બીજાં પણ… ..

હરીશભાઈ, આભાર આપનો આ બ્લોગીંગ વિશે આટલું સુંદર લખવા બદલ અને અન્ય ગુજરાતી લેખક, કવિ અને વ્યક્તિવિશેષ નો નામોલ્લેખ કરવા બદલ....સૌને અભિનંદન.

- કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...