Thursday, September 7, 2017

બુકર

બુકર ટી વોશિંગ્ટન ― કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા તેમજ સલાહકાર હતા. એમનો જન્મ વર્જિનિયામાં ઈ. સ. ૧૮૫૬ વર્ષના એપ્રિલ મહિનાની પાંચમી તારીખે થયો હતો.
એમની માતાએ એમને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. જાતમહેનત કરી નાણાંની વ્યવસ્થા કરી એમણે અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૮૮૧ના વર્ષમાં અલાબામા રાજ્યમાં આવેલા ટસ્કીગી (Tuskegee) ખાતે એક હબસી તાલીમશાળા ખોલવાનું મંજુર થતાં તેના સંચાલન માટે બુકર ટી. વોશિંગ્ટનની પસંદગી કરવામાં આવી હતી
બૂકર શરૂશરૂમાં શાળામાં દાખલ થયો, ત્યારે તેણે જોયું કે દરેક વિદ્યાર્થી માથે ટોપી કે હેટ પહેરીને જ નિશાળે આવતો. પણ બૂકર પાસે તે હેટ કે ટોપી કાંઈ હતું નહીં. તેણે માને કહ્યું. મા બિચારી ક્યાંથી લાવી આપે ? તેણે બૂકરને સમજાવ્યું કે હેટ લાવવા જેટલા પૈસા મારી પાસે નથી, પણ પૈસા આવતાં જરૂર તને ટોપી લાવી આપીશ.
થોડા દિવસ પછી માએ ક્યાંકથી હાથવણાટના બે કકડા મેળવ્યા અને તે સીવીને દીકરા માટે એક ટોપી તૈયાર કરી. બૂકર હોંશે હોંશે તે પહેરીને નિશાળે ગયો. જોકે બીજા છોકરા તેની ટોપી જોઈ મશ્કરી કરતા હતા. છતાં બૂકર પાછળથી નોંધે છે કે ટોપીની બાબતમાં મારી માએ મને જે પદાર્થપાઠ આપ્યો, તે હું કદી ન ભૂલ્યો. પોતાની પાસે કોઈ ચીજ ન હોય, તો તેનો ખોટો દેખાડો ન કરવો. દેવું કરીને કોઈ રોફ ન મારવો. બને તેટલાં સ્વાવલંબી થવું. બૂકર કહે છે કે ત્યાર પછી તો મેં કેટલીયે હેટ ને ટોપીઓ પહેરી હશે, પરંતુ મારી માએ સીવી આપેલી ટોપી પહેરતાં મને જે મગરૂબી આવતી, તે આજે નથી આવતી...!!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...