Friday, September 22, 2017

અમિતાભ બચ્ચન અને ધીરુભાઈ અંબાણી


એક રસપ્રદ વાતથી શરૂઆત કરીએ. ૨૦૦૨ની સાલમાં ન્યૂ યોર્ક સીટીમાં ખાલીદ મોહમ્મદે લખેલી અમિતાભ બચ્ચનની સચિત્ર બાયોગ્રાફી ‘ટુ બી ઓર નોટ ટુ બી: અમિતાભ બચ્ચન’ નું લોન્ચિંગ હતું. જયા બચ્ચન સાથે હતા. બચ્ચન પોતાના પેરેન્ટ્સ અને પોલીટીક્સની વાતો કરી રહ્યા હતા. ઓડીયન્સમાંથી જીતેન્દ્ર મુછાલ નામની વ્યક્તિએ ધીરુભાઈ અંબાણીના દેહાંત બાદની બચ્ચનની પબ્લિક સ્પીચને યાદ કરી એક પ્રશ્ન પૂછ્યો. એટલે બચ્ચને શુદ્ધ હિન્દીમાં કહ્યું: એ સમયે હું રાજનીતિમાં હતો. એટલે હતો કે નેહરુ પરિવારથી મારો સબંધ હતો. અને રાજકારણમાં આવવાનો મારો એક ભાવનાત્મક નિર્યણ હતો.

બોફોર્સ કાંડ પ્રચલિત થયો અને હું તથા મારો પરિવાર એમાં સંડોવાયેલા છીએ, એવો આરોપ આખા દેશમાં લાગી રહ્યો હતો. એ જે પણ હતું, હું રાજનીતિમાં આવ્યો અને ઈલેકશન જીત્યો, પછી મને ખબર પડી કે રાજનીતિ અને ભાવનાનો કોઈ પણ તાલમેલ નથી! રાજનીતિ એક અલગ ખેલ છે, અને એ ખેલમાં મારું કામ નથી. એટલે બોફોર્સ કાંડ વખતે, એનાથી લડવા હું મિત્રોને મળ્યો. એમાંના એક મારા મિત્ર ધીરુભાઈ. એમણે મને કહ્યું કે: આ જે બહાર થઇ રહ્યું છે, એ ફક્ત એક રાજનીતિક મુદ્દો છે. અને જો સચ્ચાઈ તારા હાથમાં હોય તો તું જે કામ કરે છે એ જ કર. તું કલાકાર છે. એક્ટિંગ કર. તને જે આવડે છે એ કર. બાકીનામાં ધ્યાન ન આપ. એ આપોઆપ બંધ થઇ જશે!

સીધી ને સો ટચની સાચી સલાહ આપનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડીસેમ્બર, ૧૯૩૨ના રોજ સૌરાષ્ટ્રના ચોરવાડ ગામે થયો. પિતા હીરાચંદભાઈ અને માતા જમનાબેનનું પાંચમું સંતાન. હીરાચંદભાઈ ગામડાના શિક્ષક. ધીરજલાલ એટલે કે ધીરુભાઈના બે ભાઈ- રમણીકલાલ અને નટવરલાલ તથા બે બહેન- ત્રીલોચના અને જાસુમતી. ચોરવાડમાં શાળાકીય અભ્યાસ કર્યો પણ આર્થિક અગવડને કારણે કોલેજ તો ન જ ગયા, પણ ઘરેથી ફોર્સ થતા વચ્ચેથી જ હાઈસ્કુલ પણ છોડવી પડી. ધીરુભાઈએ આર્થિક ઉપાર્જન માટે ગીરનાર ચડતા પદયાત્રીઓ માટે થોડો સમય ભજીયા પણ વેચ્યા છે!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...