Friday, September 22, 2017

બચ્ચન ને પિતાજી નો ઠપકો


ફિલ્મ સ્ટાર બનવાના ઓરતા લાખો યુવક-યુવતીઓ ધરાવતા હોય છે, પરંતુ આ વ્યવસાય પણ ઓછો જોખમી નથી. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચને એકવાર પુત્રને શૂટિંગના સેટ પર જ ઠપકો આપેલો કે આ શું ગાંડપણ છે? આવા સાહસો શા માટે કરે છે?

'મનમોહન દેસાઇની 'સુહાગ' (૧૯૭૯) ફિલ્મનું એ દ્રશ્ય હતું. ડાયરેક્ટરે અમને કહ્યું કે ડુપ્લીકેટ તૈયાર રાખ્યા છે. પરંતુ મને અમિતાભે સમજાવ્યો કે ખૂબ મઝા પડે એવું દ્રશ્ય છે. એટલે તું પણ મારી જેમ ડુપ્લીકેટની ના પાડજે. પછી ખરેખરું દ્રશ્ય શરૃ થયું. મારે અને અમિતાભે હેલિકોપ્ટર પર લટકી જવાનું હતું. હેલિકોપ્ટર ઊંચકાયું એ સાથે મારા પેટમાં ગૂંચળા વળવા લાગ્યા...એ હવામાં અદ્ધર થયું અને લગભગ ચારસો પાંચસો ફૂટ ઊંચે ચડી ગયું...અચાનક પવન ફૂંકાવા માંડયો. હું થરથર ધૂ્રજતો હતો. ત્રાંસી આંખે જોયું તો અમિતાભ તો મોજમાં હતો, મલકતો હતો...મને તો જેનિફર અને મારાં બાળકો યાદ આવી ગયાં...મારો જીવ અદ્ધર થઇ ગયો હતો...સતત પ્રાર્થના કરતો રહ્યો...માંડ માંડ દ્રશ્ય પૂરું કર્યું. ધરતી પર ઊતર્યા પછી હું તો ખૂબ ગુસ્સે થયો...અમિતાભ એકધારો મારી માફી માગવા લાગ્યો...' શશી કપૂરે અમિતાભ બચ્ચનના બાયોગ્રાફર સૌમ્ય બંદોપાધ્યાયને આપેલા ઇન્ટરવ્યૂમાં આ કહ્યું હતું.  

અમિતાભે તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે જુવાનીના જોશમાં કરેલા સ્ટંટ આજે મને વિવિધ પીડા રૃપે પજવે છે.આજે તો કોમ્પ્યુટર ગ્રાફિક્સની કલા (રાધર ટેક્નોલોજી)એ આપણી કલ્પના બહેર મારી જાય એવા સ્ટંટ સર્જવાની સગવડ કરી આપી છે. ક્રીશ થ્રી વિશે ઋત્વિક રોશને પોતે સ્વીકાર્યું છે કે શાહરુખ ખાનની કંપનીએ અમને કેટલાંક એેક્શન દ્રશ્યો સર્જવાની સગવડ ટેક્નોલોજીની મદદથી કરી આપી હતી. આયમ થેંકફૂલ ટુ શાહરુખ ! આમ છતાં અક્ષય કુમાર જેવા કલાકારો સ્ટંટ કરતાં રહે છે અને જાનનું જોખમ ખેડતાં રહે છે એ પણ આશ્ચર્યજનક હકીકત છે.


No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...