Friday, September 22, 2017

બચ્ચનની થોડી અજાણી વાતો

વર્ષ 2003માં અમિતાભ બચ્ચનને ફ્રાંસના ડ્યૂવિલે શહેરની માનદ નાગરિકતા પણ મળી, જે કોઈપણ વિદેશીના માટે ખૂબ જ દુર્લભ ગણાય છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન ઉપરાંત આ સન્માન માત્ર બ્રિટનની મહારાણી એલિજાબેથ દ્વિતીય, પહેલીવાર અંતરિક્ષમાં પ્રવેશ કરનારા રૂસી અંતરિક્ષ યાત્રી યૂરી ગાગારિન અને પોપ જોન પોલ દ્વિતીયને જ મળ્યુ છે.

-અમિતાભ બચ્ચન મુંબઈમાં પોતાના શરૂઆતી દિવસોમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને નિર્માતા નિર્દેશક મહેમૂદના ઘરે પણ રહ્યા હતા, અને પછી તેમણે મહેમૂદની ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા'માં પણ કામ કર્યુ.

-વર્ષ 1999માં બીબીસી દ્વારા કરવામાં આવેલ એક પોલમાં અમિતાભ બચ્ચને માર્લોન બ્રાંડો અને ચાર્લી ચેપલિન જેવા દિગ્ગજ અભિનેતાઓને પછાડીને 'ગ્રેટેસ્ટ સ્ટાર ઓફ ધ મિલેનિયમ'નો ખિતાબ જીત્યો હતો. જો કે અમિતાભે એ સમયે કહ્યુ હતુ કે તેઓ પોતે માર્લોન બ્રાંડોને વોટ આપતા...

-ફિલ્મ 'કુલી'ના શૂટિંગ દરમિયાન ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી રહેલ પુનીત ઈસ્સરના હાથે મુક્કો ખાઈને ઘાયલ થયા બાદ જ્યારે અમિતાભ બચ્ચન ખૂબ જ ગંભીર સ્થિતિમાં બ્રીચ કેંડી હોસ્પિટલમાં દાખલ થયા હતા, ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધી તેમને જોવા હોસ્પિટલ ગઈ હતી. એ દરમિયાન તેમની પત્ની જયા બચ્ચન રોજ બ્રીચ કૈંડી હોસ્પિટલથી સિદ્ધિ વિનાયક મંદિર સુધી પગપાળા જતી હતી. જે લગભત છ કિલોમીટરનો રસ્તો છે. આ ઉપરાંત દેશભરમાંથી હજારો લોકો અલગ અલગ સ્થાન પરથી મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ગિરજાઘરમાં પ્રાર્થના કરી રહ્યા હતા.

-અમિતાભ બચ્ચન શુદ્ધ શાકાહારી છે, અને જાનવરોના હિત માટે કામ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા 'પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેંટ ઓફ એનિમલ્સ' (પેટા) દ્વારા કરાયલ પોલમાં તેમને 'હોટેસ્ટ વેજીટેરિયન એલાઈવ'નો ખિતાબ મળ્યો હતો..

-અમિતાભ બચ્ચને તત્કાલીન સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે બે ફિલ્મો 'નમકહરામ' અને 'આનંદ'માં કામ કર્યુ. અને ઉલ્લેખનીય તથ્ય એ છે કે આ બંને ફિલ્મોમાં અમિતાભને તેમના અભિનય માટે સર્વશ્રેષ્ઠ સહ અભિનેતાનો ફિલ્મફેયર પુરસ્કાર મળ્યો.

-મુકુલ આનંદની ફિલ્મ 'ખુદા ગવાહ'ની અફગાનિસ્તાનમાં શૂટિંગ દરમિયાન તત્કાલિન અફગાની રાષ્ટ્રપતિ નજીબુલ્લાહે અમિતાભ બચ્ચની સુરક્ષા માટે દેશના લગભગ અડધા સુરક્ષા તંત્રને ગોઠવ્યુ હતુ. એવુ કહેવાય છે કે 'ખુદા ગવાહ' અફગાનિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...