Wednesday, September 20, 2017

ખલિલ ધનતેજવી અને અમિતાભ બચ્ચન


મારા પ્રિય અને આપણાં ગુજરાતના ખલીલ ધનતેજવી, ગુજરાતી અને ઉર્દૂના મોટા ગજાના શાયર છે. એક જમાનામાં તેઓ ફિલ્મ-પત્રકાર હતા. આમ તો જાણીતો પ્રસંગ છે... અમિતાભ બચ્ચન તે વખતે ફિલ્મજગતમાં નવાસવા હતા. થયું એવું કે ખલીલભાઈએ અમિતાભ બચ્ચનનો ઈન્ટરવ્યુ લેવા ગયા. 

ઈન્ટરવ્યુ પૂરો થયો, ત્યારે અમિતાભે ખલીલભાઈને કહ્યું: 'તમે પહેલા આટલા ઊંચા પત્રકાર છો, જેમણે મારો ઈન્ટરવ્યુ લીધો, જોકે તોયે હું તમારાથી થોડો ઊંચો છું.' ખલીલભાઈ ખાસ્સા લાંબા છે, પણ અમિતાભ વધારે લાંબા. ખલીલભાઈએ હાજરજવાબીથી અમિતાભને વળતું કહ્યું: 'નહીં બચ્ચન સા'બ, આપ મેરે સે લંબે હો, ઊંચે નહીં.'

અમિતાભ પણ હરિવંશરાય બચ્ચન જેવા મહાન કવિના દીકરા છે. ખલીલભાઈનો મર્મ એમણે બરાબર પકડ્યો. અમિતાભે ખેલદિલીપૂર્વક કહ્યું: 'હાં....યે બાત તો સહી હૈ. મૈં આપસે લંબા હૂં, ઊંચા નહીં.

કવિએ લંબાઈ અને ઊંચાઈનો ભેદ બરાબર બતાવી દીધો. છ ફૂટ બે ઇંચ અમિતાભની લંબાઈ છે અને અમિતાભ પોતાની બેશુમાર લોકપ્રિયતા પછીની કટોકટી બાદ, જે લગન અને સંકલ્પશક્તિથી ફરી ઊભા થઈને ટોચ પર પહોંચ્યા એ એમની ઊંચાઈ છે. આ ઉંમરે પણ અભિનયનાં નવાં શિખર સર કરવાં એ એમની ઊંચાઈ છે...!!!!

સંકલન અને રજુઆત: કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...