Thursday, April 14, 2016

ડાયાજેનીઝ - "સાચી દિશા"




સિકંદર હિન્દુસ્તાન આવવા નીકળ્યો. રસ્તામાં તેને સંત ડાયાજેનીઝ મળ્યા. તેમણે સિકંદરને પૂછ્યું, ‘ક્યાં જાય છે?’

સિકંદર બોલ્યો, ‘પહેલા એશિયા માઇનોર જીતવું છે. પછી હિન્દુસ્તાન જીતીશ.’

‘પછી?’ ડાયાજેનીઝે પૂછ્યું.

‘પછી આખી દુનિયા જીતીશ.’

‘પછી?’

‘બસ, પછી આરામ કરીશ.’

રેતીના પટ પર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં સૂતેલા ડાયાજેનીઝ મલકાયા. પોતાના કૂતરાને સંબોધીને બોલ્યા, ‘આ પાગલ સિકંદરને જો, આપણે અત્યારે આરામ કરી રહ્યા છીએ, જ્યારે તે આટલા બધા ઉપદ્રવ પછી આરામ કરશે.’ પછી સિકંદરને સંબોધીને બોલ્યા, ‘આટલા બધા ઉપદ્રવ પછી આરામ જ કરવો છે, તો અત્યારે જ આવીજા આપણે બંને આરામ કરીએ.’
‘ના, અત્યારે હું અડધે રસ્તે છું. પહેલા હું વિશ્વવિજેતા તરીકે મારી યાત્રા પૂર્ણ કરી લઉં. પછી દેશ પાછો ફરી આરામ ફરમાવીશ.’
અને ત્યારે ડાયાજેનીઝ બોલી ઊઠ્યા, ‘કોની યાત્રા પૂરી થઇ છે તો તારી થશે?’


અને સાચ્ચે જ હિન્દુસ્તાનથી પાછા ફરતા સિકંદર અવસાન પામ્યો. ન તો તે આરામ ફરમાવી શક્યો, ન પોતાની યાત્રા પૂરી કરી શક્યો.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...