Wednesday, April 13, 2016

ડાયાજેનીઝ



ગ્રીક ફિલસૂફ અરિસ્ટીપસે ખુશામદખોરી વડે સીરેક્યુસના રાજા ડાએનીસાસના દરબારમાં પ્રવેશ મેળવી લીધો હતો.પોતાની એ સફળતા પર ફૂલીને ફાળકો થઇ ગયેલો અરિસ્ટીપસ એકવાર પોતાના મિત્ર ડાયાજેનીઝ ને મળવા ગયો. શિયાળાની ઋતુ હતી, ડાયાજેનીઝ પોતાના આંગણામાં શિયાળાનો હુંફાળો તડકો માણવાની સાથે સાથે માટીની એક હાંડીમાં મસૂરની દાળ ચડાવી રહ્યો હતો. 

એ જોઇને અરિસ્ટીપસે તેમને કહ્યું: ' મિત્ર! તમે ડાએનીસાસ ની પ્રશંશા કરવાનું શીખી લીધું હોત, તો આજે તમને મસૂરની દાળ પર જ જીવનનિર્વાહ ન કરવો પડત !!'

ડાયાજેનીઝે એવી જ રીતથી ગર્વપૂર્વક જવાબ આપ્યો: ' તમે મસૂરની દાળ પર જીવનનિર્વાહ કરવાનું શીખી લીધું હોત, તો તમને એની ખુશામદખોરી  ન કરવી પડત !!'

-- ડાયાજેનીઝ (ગ્રીક ચિંતક, આ.ઇ.પૂ. 412-323)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...