Friday, April 1, 2016

જેરી લ્યુઇસ

જેરી લ્યુંઈસ (જન્મ: 1926)
અમેરિકન કોમેડિયન (વિદુષક)

દાન મેળવવા માટે યોજવામાં આવેલ એક લાઈવ પ્રસારણના આયોજકે પ્રખ્યાત હાસ્ય અભિનેતા જેરી લ્યુઈસને પૂછ્યું: " જો તમે અમારા આ પ્રોગ્રામ માં તમારું માથું બોડું કરાવવા તૈયાર થશો તો અમે તમને બે લાખ પચાસ હજાર ડોલરની રકમ પુરસ્કાર તરીકે આપીશું."
અને જેરીએ તો વગર સંકોચે તરત જ એ માટે પોતાની સંમતિ આપી દીધી. અમેરિકાના કરોડો દર્શકોએ ટીવી પર આ પ્રોગ્રામ જોયો અને ખુબ તાળીઓ વગાડી.
સ્વયં જેરીના મુખે એમના જીવનનો આ પ્રસંગ સાંભળીને એમના ચિત્રકાર મોરીસ ઝોલોટોએ તેમને પૂછ્યું: " એ આયોજકે પ્રોગ્રામ પત્યા પછી તમને 2,50,000 ડોલર ખરેખર આપ્યા હતા ખરા??? "
" ના " એણે જવાબ આપ્યો.
" કેટલી શરમજનક છે આ વાત !! ", મોરિસે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું.
ત્યારે જેરીએ હસતાં-હસતાં જવાબ આપ્યો: " એ માણસે મને 5,00,000 ડોલરની રકમ આપી હતી !!! "

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...