Friday, April 1, 2016

માર્ક ટ્વેઇન


માર્ક ટ્વેઇન (1835-1910)
મૂળ નામ સેમ્યુઅલ લેંજહોમ ક્લેમેંસ 
ધ ગ્રેટ અમેરિકન નોવેલ ના લેખક 
વિલિયમ ડીન હોવેલ્સ અને માર્ક ટ્વેઇન એક પ્રાર્થનાસભા પતાવીને બહાર નીકળ્યા, જોયું તો બહાર ભારે ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો.
હોવેલ્સે ટ્વેઇન ને અમસ્તા કહ્યું, " શું લાગે છે, આ વરસાદ બંધ થશે? "
"અત્યાર સુધી તો કાયમ એવું જ બન્યું છે !!!", માર્ક ટ્વેઈને હસીને જવાબ આપ્યો.

માર્ક ટ્વેઈન

માર્ક ટ્વેઇન (૧૮૩૫-૧૯૧૦) ના પરિચયની જરૂર નથી. તેની કારકિર્દિમાં નિમ્નલિખિત વૈવિધ્યપૂર્ણ વ્યવસાયનો સમાવેશ થાય છે. – મુદ્રક, મિસિસિપ્પી નદી પર હોડી હંકારનાર, પત્રકાર, પ્રવાસ-વર્ણન લેખક અને પ્રકાશક. તેનાં શ્રેષ્ઠ પુસ્તકોમાંનાં કેટલાંકની પાછળનું પ્રેરક કારણ ભૂતકાળ પ્રત્યેનો તેમનો અણગમો છે. અમેરિકાના સાહિત્યમાં તેઓ મહાન કલાકાર-લેખક તરીકે જીવતા છે. તેમને વિલિયમ ડીન હોવેલ્સે ‘ અમારા સાહિત્યના લિંકન ’ કહેલા છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...