Friday, April 1, 2016

ગૌતમ બુદ્ધ


એક ગામમાં વિહાર કરી રહેલા ભગવાન બુદ્ધે અહિંસા વિષે પ્રવચન આપ્યું, પણ એમની વાત લોકોના ગળે ઉતરી નહિ. એ લોકોએ એમની ટીકા કરી અને પુષ્કળ ગાળો આપી.

બુદ્ધ ચુપ થઇ ગયા. થોડી વાર પછી લોકો ધીમા પડ્યા ત્યારે એમણે જવાબ આપ્યો, ' તમારે જેટલી ગાળો આપવી હોય એ જલ્દીથી પૂરી કરી લો. મારે બીજે ગામ પણ જવાનું છે અને સુર્યાસ્ત પહેલા ત્યાં પહોંચવાનું છે. '

એ સાંભળીને એક વ્યક્તિએ કહ્યું:- "તમને આટલી બધી ગાળો દીધી અને તમારું અપમાન કર્યું તેમ છતાં તમારા પર તો એની કોઈ અસર જ નથી થઇ !!!"

બુદ્ધે હસતા હસતા જવાબ આપ્યો, " તમે ગાળો ભલે દીધી, પણ મેં એનો સ્વીકાર જ ક્યાં કર્યો છે??!! "

એમની આ વિચિત્ર વાત સાંભળીને લોકો એકબીજાનું મોં જોવા લાગ્યા. એટલામાં એમણે પોતાની વાત ચાલુ રાખતાં કહ્યું, " આજે સવારે જ એક ગામનાં લોકોએ મારી સામે મીઠાઈનો થાળ ધર્યો હતો, પણ મેં એનો પણ અસ્વીકાર કર્યો હતો. મેં એમાંની એક પણ વાનગી સ્વીકારી નહોતી."

એટલું કહીને તેઓ બે ક્ષણ અટક્યાં અને પછી મલકતાં મલકતાં એમણે કહ્યું: " એ પછી શું થયું એ તમે જાણો છો?? એ મીઠાઈ ગામનાં એ લોકોએ જ આપસમાં વહેંચી લીધી !!!"

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...