Thursday, April 14, 2016

મેડમ મેરી ક્યુરી

મેરી ક્યુરી (1867-1934)
(રેડીયમ અને પોલોનીયમ ના શોધક)

મેડમ ક્યુરી યુરોપના વાર્સો શહેરમાં રેડિયોલોજીની એક નવી સંસ્થાનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. એ સભાના પ્રમુખપદે ત્યાના ક્રાંતિકારી રાષ્ટ્રપતિ પેડેરવસ્કી હતા. આ પ્રસંગે મેડમ ક્યુરીનો પરિચય આપતા તેમણે કહ્યું: 

"સજ્જનો! મેડમ ક્યુરી એક મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક મોટા દેશભક્ત પણ છે. તેઓ ક્રાંતિકારીઓને મદદ કરવાનું ક્યારેય ચુકતા નથી. આવો એક પ્રસંગ મને આજ સુધી યાદ છે. એમણે એક વાર રેલયાત્રામાં મને ઓશીકું (pillow) આપ્યું હતું, જેના લીધે એ લાંબી મુસાફરીમાં મને ખુબ જ સરસ ઊંઘ આવી હતી અને મને સરળતા પડી હતી!"

રાષ્ટ્રપતિની આ રમુજ સાંભળીને છંછેડાયેલા મેડમ ક્યુરીએ સીધા માઈક પાસે પહોંચીને ઠપકાના સ્વરમાં કહ્યું: "રાષ્ટ્રપતિ જી !! એ ઓશીકું તમે આજ સુધી મને પરત નથી કર્યું!!"

આવો રહસ્યમય ને માર્મિક જવાબ આપીને મેડમ ક્યુરીએ પોતાની વિદ્વતાનો પરિચય કરાવી દીધો.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...