Thursday, April 14, 2016

ડેઇલ કાર્નેગી ""દલીલ""


ડેઇલ કાર્નેગીએ દલીલબાજી વિષે  પોતાના જીવનનો એક સરસ દાખલો ટાંક્યો છે. તે અહી રજુ કરું છું.

તેઓ જયારે યુવાન હતા ત્યાર દલીલ કરવામાં બહુજ ઉગ્ર હતા. યુવાનો મોટાભાગે ઉગ્ર જ હોય છે. એક વાર પાર્ટીમાં એમની પાસે બેઠેલ માણસે એક રમુજી વાત કરી. એ વાત એક અવતરણ ઉપર--વાક્ય ઉપર--આધારિત હતી. પેલાએ વાતવાતમાં કહ્યું, કે એ વાક્ય બાઈબલ નું છે.

તરત જ કાર્નેગી વચ્ચે કુદી પડ્યા, તેમણે કહ્યું કે, ના એ વાક્ય શેક્સપિયરનું છે.

પેલો માણસ જીદ્દી હતો. તેણે પોતાની વાત પકડી રાખી. કાર્નેગીને ખાતરી હતી કે વાક્ય શેકસપિયરનું જ હતું. તેમણે પણ સામે દલીલો કરવાનું શરુ કરી દીધું.

એ જ પાર્ટીમાં શેક્સપિયરના એક ઊંડા અભ્યાસીની પણ સદનસીબે હાજરી હતી. પાછા કાર્નેગીના તે મિત્ર હતા. પાર્ટીના લગભગ બધા જ માણસોને એમની વિદ્વતામાં વિશ્વાસ હતો. કાર્નેગીએ તેમને પૂછવાનો પ્રસ્તાવ મુક્યો. બધા એ વાતમાં સંમત થયા.

કાર્નેગી અને તેમના હરીફે પેલ વિદ્વાન પાસ પોતપોતાની વાત વિસ્તારથી રજુ કરી પેલાએ ધ્યાનથી વાત સાંભળી. કાર્નેગીની બાજુમાં તે બેઠા હતા. ટેબલની નીચેથી તેમણે કાર્નેગીને પગ અડાડ્યો, અને કહ્યું, " ડેઈલ તારી વાત બરાબર નથી, આ વાક્ય બાઈબલનું છે."
કાર્નેગી કહે છે કે, પાછળથી મેં તે મિત્રને કહ્યું, ' તમે તો જાણતા જ હતા કે એ વાક્ય શેકસપિયરનું છે.'

'હા, પણ એથી શું ફાયદો?? ખુદ શેક્સપીયર આવીને કહેત તોપણ તે માણસ ન માનત.'


દલીલની વાત આવી છે. જયારે  કોઈ માણસને દલીલનું ગાંડપણ વળગે છે ત્યારે તેને ભાન નથી રહેતું કે પોતે શું કરી રહ્યો છે. એવા માણસ સાથે દલીલ કરીને પણ કશુંજ મેળવી શકાતું નથી. એને હરાવવામાં આવે તોપણ  તે નિરર્થક હોય છે. એવી દલીલો માત્ર કડવાશ છોડી જાય છે.

ડેઇલ કાર્નેગી એટલે જ કહે છે કે, " દલીલ કરવાનો એક જ ઉત્તમ રસ્તો છે કે દલીલ ન કરવી !"

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...