Saturday, July 8, 2017

સચિન તેંડુલકર

સચિન તેન્ડુલકર ના જીવનનો એક યાદગાર પ્રસંગ

5મી ઓકટોબર 2007નો એ દિવસ હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ કિકેટ સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એકદિવસીય ક્રિકેટ મેચ ચાલી રહી હતી. 


ભારતીય ટીમ પોતાના જીતના લક્ષ્યાંકને પહોંચવા મથામણ કરી રહી હતી અને જેના પર જીતનો આધાર હતો એવા સચિન તેંડુલકરને 43 રનમા ક્લીન બોલ્ડ કરીને બ્રેડ હોગે સચિનની વિકેટ લીધી. 

ભારતીય ટીમ 47.4 ઓવરમાં માત્ર 243 રન કરીને ઓલ આઉટ થઇ ગઇ અને ભારત એ મેચ હારી ગયુ.
બ્રેડ હોગ પોતાની આ સફળતાથી ખુબ ખુશ હતો. જ્યારે મેચ પુરી થઇ ત્યારે બ્રેડ હોગ સચિન તેંડુલકર પાસે ગયો અને જે બોલથી વિકેટ લીધી હતી તે બોલ સચિનના હાથમાં આપીને બોલ પર ઓટોગ્રાફ આપવા માટે વિનંતી કરી. 

સચિને આ સમયે પોતાની મહાનતાનો પરિચય આપ્યો. ગુસ્સે થયા વગર બહુ પ્રેમથી બોલ પોતાના હાથમાં લીધો.

સચિને આ બોલ પર પોતાના ઓટોગ્રાફ આપ્યા અને એક વાક્ય લખ્યુ " This will never happen again Hoggy " ( હોગી ભવિષ્યમાં હવે આવું ક્યારેય નહી બને)

ઓસ્ટ્રેલિયન બોલર બ્રેડ હોગીએ તા. 2 માર્ચ 2008ના રોજ વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી ત્યાં સુધીમાં 7 વન-ડે અને 3 ટેસ્ટમાં સચિન તેંડુલકર સામે તેને બોલીંગ કરી. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સાચે જ બ્રેડ હોગને ત્યાર બાદ એકપણ વખત સચિનની વિકેટ નથી મળી.

લાખો લાખો વંદન છે આ ક્રિકેટના ભગવાનને અને ભારતના ગૌરવને.



No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...