Friday, July 14, 2017

ભારતીય શાસ્ત્રોની મૂડી


સર આઇઝેક ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ, આઘાત પ્રત્યાઘાતના નિયમો શોધ્યા...એ શું સાચું છે? વિવાદિત પ્રશ્ન છે પણ એનો જવાબ ન્યુટન એટલે કે ઇસવીસન 1640-1700ના સમયગાળાથી સેંકડો (હા સેંકડો!!) વર્ષો પહેલા ભારતીય શાસ્ત્રોમાં મોજુદ છે! શું પહેલા સફરજન ઝાડ પરથી નીચે નહોતું પડતું?? એટલે ન્યુટન ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનો આવિષ્કારક હતો એ અંગ્રેજોએ ફેલાવેલી ભ્રમજાળ માત્ર જ છે!!

ન્યુટનથી ખૂબ અગાઉ આ સિદ્ધાંત ભારતીય શાસ્ત્રોમાં સૂર્ય સિદ્ધાંત તરીકે જોવા મળે છે. સૂર્ય સિદ્ધાંત અપૌરુષેય માનવામાં આવે છે અને તેમ માનવામાં ન પણ આવે તો પણ તેની હયાતી ઈસુના સેંકડો વર્ષો પહેલા હોવાના પ્રમાણ છે!! જેમાં ગ્રહ ગણિત, સૂર્ય-ચંદ્રગ્રહણો, શ્રુંગોન્નતી, વેધ, ગ્રહયુદ્ધ, પૃથ્વીનો આકર્ષણ વિકર્ષણ સિદ્ધાંત, ગ્રહોનો આકર્ષણ વિકર્ષણ સિદ્ધાંત વિગેરે ખૂબ સુત્રાત્મક રીતે નિરૂપણ પામ્યા છે!

આ સિદ્ધાંતોની રચના પછી આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય તેમ જ બ્રહ્મગુપ્ત અને વરાહમિહિર દ્વારા પૃથ્વીના આકર્ષણ સિદ્ધાંત ને પરિષકૃત કરવામાં આવ્યો.
ન્યુટન આ બધાજ ગ્રંથોને ખૂબ જ રસથી ઉંડાણપૂર્વક વાંચતો અને રાત-દિવસ અધ્યયન કરતો. તે ભારતીય જ્યોતિષ અને ખગોળશાસ્ત્રોનો ખૂબ જ અદનો પ્રશંશક અને દીવાનો હતો!!

એમના વૈજ્ઞાનિક મિત્ર હેલીએ એમની આ ટેવ પાર કટાક્ષપૂર્વક કહ્યું હતું: " why do you believe in indian astrology and other literature? "


ન્યુટને બહુ જ શાંતિથી અને ધૈર્યપૂર્વક કહ્યું: " because I have read and studied them and you have not!!! "

ન્યુટનની આ પ્રતિક્રિયા ખૂબ જ પ્રતિભાવ સૂચક છે એમના માટે કે જેઓએ ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યો અને એનો ઉપહાસ કરી રહ્યા છે!!

આ જ વાત આગળ વધારતાં એક પ્રશ્ન પૂછું છું, "રવિવાર પછી સોમવાર ને પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એમ જ કેમ આવે?? આનું પ્રમાણ કોઈ અંગ્રેજી સાહિત્ય કે કહેવાતા સાયન્ટિસ્ટ આપી શક્યા છે આજ દિન સુધી??? આવો પ્રશ્ન કદી તમને થયો છે? મારા વિદ્વાન મિત્રો, જવાબ આપશો??

આનો જવાબ આપતો વિસ્તૃત લેખ હવે પછી...

-- ડો. કાર્તિક દિલીપકુમાર શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...