Friday, July 14, 2017

સાત વારોના ક્રમનું રહસ્ય ― ભારતની વિશ્વને દેન

ચિત્ર: ડો. કાર્તિક શાહ

"રવિવાર પછી સોમવાર ને પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એમ જ કેમ આવે?? આનું પ્રમાણ કોઈ અંગ્રેજી સાહિત્ય કે કહેવાતા સાયન્ટિસ્ટ આપી શક્યા છે આજ દિન સુધી??? આવો પ્રશ્ન કદી તમને થયો છે?

આ રહ્યો જવાબ:


સાત વારોની ગણતરી માટે જે પદ્ધતિ ભારતીય વેદોમાં અને શાસ્ત્રોમાં નિર્ધારિત કરવામાં આવી છે તેને સંસારના સર્વ દેશો શરૂઆતથી માન્યતા આપતા આવ્યા છે. તે ક્રમમાં પરિવર્તન કરવાની ક્ષમતા આજ સુધી કોઈ પણ વિજ્ઞાને પ્રાપ્ત નથી કરી!!

દરેક વર્ષને ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.પ્રત્યેક વારને પણ બે ભાગમાં વિભાજીત કરેલ છે. દિવસ અને રાત્રી. જે વારનો દિવસ હોય એ જ વારની રાત્રી ગણવામાં આવે છે! ભારતમાં સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો દિવસ માનવામાં આવે છે પણ ખબર નહીં કેમ વિદેશોમાં ને પશ્ચિમના દેશોમાં દિવસ/વાર રાત્રીના 12 વાગ્યે જ બદલી નાખવામાં આવે છે!! અહીં એક hippocracy રજૂ કરું છું:

" અમુક સમયમાં પૃથ્વી પોતાની ધરી પર કેટલી વાર ફરી એ જાણવું હોય તો પૃથ્વી પરના કોઈ એક સ્થાનને આદર્શ કે માન્યતા દેવી પડે અને એને સમીક્ષક પોઇન્ટ તરીકે માની ગણતરી કરવી પડે. વર્તમાન સમયમાં ઇંગ્લેન્ડના ગ્રીનવિચ શહેરને તે માન્યતા આપી છે. આથી બધા રાષ્ટ્રો પોતાના સમયની ગણતરી આ શહેરને કેન્દ્ર માની ઉજ્જૈન રેખાથી કર્યાં કરે છે!! આ શહેરને કેન્દ્ર મનાયું તેના હજારો વર્ષો પહેલાથી ભારતમાં સૂર્યોદયથી દિવસ શરૂ થાય એમ ગણાતું!  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આશરે 5 કલાક અને 30 મિનિટનો તફાવત છે. સૂર્યોદયના સમયે જ્યારે આપણે અહીં વાર પરિવર્તન કરીયે છીએ બરાબર તે જ સમયે ત્યાં મધ્યરાત્રીએ તેઓ પણ વાર પરિવર્તન કરે છે!!! જો કે ત્યાં સૂર્યોદયને હજી ઘણી વાર હોય છે..! છતાંય ગુરુ એવાં ભારત દેશને માન્યતા કે ક્રેડિટ આપવાને બદલે તે લોકો આવું કર્યા કરે છે. તેઓ આજે પણ રાત્રીના 12 વાગ્યે વાર બદલી નાખવાની રીત પર અટલ છે!!! " છે ને hippocracy!!!

સંસ્કૃતમાં દિન માટે अह અને રાત્રી માટે रात्रि શબ્દનો પ્રયોગ થાય છે. એટલેકે દિવસ રાતને अहोरात्रि એમ કહેવાય. જેના આદિ અંત અક્ષરોને બાદ કરતાં "होरा" શબ્દ રહ્યો. (જેના પરથી "hour" આવ્યું છે એ...!!Horizon પણ ) પૂર્વ ક્ષિતિજ પર જો આ સમયે મેષ રાશિમાં ઉદય થાય તો કાલે એજ રાશિનો ઉદય થશે. એટલે કે દિવસ દરમ્યાન 12 રાશીઓનું એક ચક્ર પૂરું થાય એ જ રીતે રાત્રે પણ.આમ એક अहोरात्रिમાં 24 હોરા વિભાગ માનવામાં આવ્યા છે!

આકાશમાં ગ્રહોની સ્થિતિ આ પ્રકારે છે: સૂર્યને કેન્દ્રમાં રાખીને અનુક્રમે બુધ, શુક્ર, પૃથ્વી(ને તેની ફરતે ચન્દ્ર), મંગળ, ગુરુ, શનિ. વાર ના  નામ પણ એ જ મુજબ છે. હવે પૃથ્વી પર વરની ગણતરી માટે તેને કેન્દ્રમાં મૂકીને તેના પર અન્ય ગ્રહોની ઉર્જાનું મૂલ્યાંકન કરવું પડે. તેથી પૃથ્વીને સૂર્યની જગ્યાએ ને સૂર્યને પૃથ્વીની જગ્યાએ મૂકીને જ ગણતરી કરવી પડે. તો હવે ક્રમ રહેશે...ઉપરના ચિત્ર મુજબ

પૃથ્વી(ચંદ્ર)―બુધ―શુક્ર―સૂર્ય(રવિ)―મંગળ―ગુરુ―શનિ.

અહીં ક્રમ બહારથી કેન્દ્ર તરફ એ રીતે ચાલે છે.

પ્રાચીન જ્યોતિષીઓના મત પ્રમાણે સર્વ ગ્રહ પૃથ્વીની આસપાસ ફરે છે. તેનો ક્રમ છેલ્લેથી લઈએ તો શનિ, ગુરુ, મંગળ, રવિ, શુક્ર, બુધ અને ચંદ્ર છે. આમાંનો પહેલો શનિ લઈને પછી ચોથો ગ્રહ ફરી ફરી લઈએ તો સાતે વાર આપણા ક્રમ પ્રમાણે આવશે. દિવસના ૨૪ ભાગ કરીને તે પ્રત્યેક ભાગને હોરા સંજ્ઞા અપાય છે અને તે હોરાના સ્વામી તરીકે શનિ ઇત્યાદિ ગ્રહ ઉપર દર્શાવેલા ક્રમ‌ પ્રમાણે માને છે અર્થાત્ એ રીતે લેતાં એક દિવસમાં સર્વે ગ્રહો અનુક્રમે ત્રણ વાર સ્વામી થાય છે, ત્યારે એકવીસ કલાક પૂરા થાય છે. તે પછીના બાકી રહેલા ત્રણ કલાકમાં એકવીસમાં કલાકના સ્વામી થયેલા ગ્રહ પછીના ત્રણ ગ્રહો અનુક્રમે સ્વામી થાય છે.
દાખલા તરીકે, કોઈ એક ચોક્કસ દિવસે પહેલી હોરાનો સ્વામી શનિ માનીએ તો પછી ૨૧મા કલાકનો સ્વામી ચંદ્ર થશે ત્યાર પછી ૨૨, ૨૩ અને ૨૪મા કલાકના સ્વામી અનુક્રમે શનિ, ગુરુ ને મંગળ આવશે. આ પ્રમાણે શનિવાર પૂરો થયા બાદ વળતો દિવસ શરૂ થશે. તેની પહેલી હોરાનો સ્વામી તે જ પ્રમાણે રવિ થશે. એવી જ રીતે ત્રીજે દિવસે ચંદ્ર આવશે. પ્રત્યેક દિવસે પહેલી હોરાનો જે અધિપતિ હોય તે જ તે વારનો સ્વામી ગણવો.

આ પ્રમાણે રવિ, ચંદ્ર, મંગળ, એ ક્રમ પ્રથમ ઉત્પન્ન થયો અને પૃથ્વી ઉપર હાલમાં જ્યાં જ્યાં વાર ચાલે છે ત્યાં તે જ ક્રમ છે, એટલું જ નહિ પણ આપણા દેશમાં અત્યારે જે વાર છે તે જ વાર પૃથ્વી ઉપર સર્વત્ર છે.

આ વારનાં નામ પણ સર્વ દેશમાં ઘણું કરી એક જ અર્થનાં છે. એક દિવસ અને રાત્રિના સરવાળા જેટલો એક વાર પૂરેપૂરો ૨૪ કલાક અથવા ૬૦ ઘડીનો થાય છે.

આવી સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક સમજ દુનિયાના એકેય શાસ્ત્રમાં નથી જે વર્ષો પહેલા ભારતીય શાસ્ત્રોમાં વેદોમાં લખાઈ ચુકી છે. છે ને ગજબ મૂડી...છતાંય પાશ્ચાત્ય દેશો ભારતને ગુરુ માનવામાં નાનપ અનુભવે છે...આવી તો બીજી કેટલીય ક્રાંતિકારી શોધ ભારતે દુનિયાને આપી છે!! એ વિશે ફરી ક્યારેક...!!!

ચિત્ર અને લેખન-રજુઆત:- ડો. કાર્તિક દિલીપકુમાર શાહ

3 comments:

  1. But Earth is not the center, it is proved now.
    Why take the 4th planet from the saturn ? Is there any scientific explanation ?

    ReplyDelete

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...