Thursday, May 5, 2016

કાર્લેટન બિલ્સ


કાર્લેટન બિલ્સ (1893-1979)

કાર્લેટન બિલ્સે એક નારંગી વેચવા વાળી બાઈનો કિસ્સો લખ્યો છે. બિલ્સ મેક્સિકોમાં હતો ત્યારે દરરોજ એક સ્ત્રી પાસેથી બે નારંગી ખરીદતો હતો. એ સ્ત્રી એના નિવાસની સામે જ બેસતી હતી. એક વાર બિલ્સે કેટલાક મિત્રોને પાર્ટી આપવાનું નક્કી કર્યું. પેલી સ્ત્રી પાસે ચારેક ડઝન નારંગી હતી એ બધી ખરીદી લેવાનું એણે નક્કી કર્યું અને ભાવ પૂછયો.

પણ એ વાત સાંભળીને પેલી સ્ત્રી ખુશ થવાને બદલે નારાજ થઇ ગઈ, " તમારે જોઈએ તો તમારી બે નારંગી લઇ જાઓ ",  એણે કહ્યું, " નારંગી વેચવી એ મારુ ' કામ ' છે અને એ કામ કરવા માટે હું નારંગી વેચું છું, તમને બધી નારંગી આપી દઉં તો પછી આખો દિવસ હું શું કરું ??"

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...