Sunday, August 13, 2017

સર જગદીશચંદ્ર બોઝ   

જગદીશચંદ્ર બોઝ્નો જન્મ ઇ.અ. ૧૮૫૮ બંગાળના મિમેનસિંઘ (હાલ બાંગ્લાદેશમાં) નામના ગામડામાં થયો હતો. કલકતાની સેન્ટ ઝેવિર્યસ શાળામાં અભ્યાસ કર્યા બાદ તેમણે કલકતા વિશ્વવિધાલયમાં પદાર્થ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ કેમ્બ્રીજ ગયા અને ઇ. સ. ૧૮૮૫ માં વિજ્ઞાન સ્નાતક થઇ પાછા ફર્યા.

સ્વદેશ આવતાં જ તેઓ કલકતાની પ્રેસિડન્સી કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નિમાયા. એ વખતે ભારતીય પ્રાધ્યાપકોને બ્રિટીશ પ્રાધ્યાપકો કરતાં ઓછો પગાર મળતો. બોઝે આનો વિરોધ કરી બ્રિટીશ સરકાર સામે સંઘર્ષ માંડયો. તેમણે સતત ત્રણ વર્ષ સુધી પગાર લીધો નહિ અને પગાર ધોરણો એક સમાન બન્યા.

નાનપણથી જ તેમણે પ્રાણી અને વનસ્પતિના જીવનમાં રસ હતો. અભ્યાસ કરતાં તેમને સમજાયું કે , નિર્જીવ અને જીવંત વસ્તુઓના આચરણમાં કંઇક સામ્ય છે. જોકે બીજાઓને આ પ્રતીતિ કરાવવાનું સરળ નહોતું. ખનિજસૃષ્ટિઓ એક જ છે અને તેમનામાં પુષ્કળ સામ્ય છે.
વનસ્પતિ ને ધાતુઓને પોતાનું આગવું જીવન છે. તેમની આ વાતો સાંભળી લોકો હસ્યા અને  એને મજાકથી વિશેષ મહત્વ આપ્યું નહીં.
જગદીશચંદ્ર બોઝે નિરાશ થયા વિના એક યંત્ર વિકસાવ્યું. વનસ્પતિની વૃદ્ધિ સહિતની તમામ ક્રિયાઓની નોંધ કરતું આ અદભૂત યંત્ર એટ્લે ‘ ક્રેસ્કોગ્રાફ ‘ ! ક્રેસ્કોગ્રાફ  વનસ્પતિની પેશીજાળના હલનચલનને ૨૦,૦૦૦ ગણું મોટું બતાવે છે આને ખાતર, અવાજ તથા બીજી ઉદ્ધીપક બાબતો પ્રત્યેની તેની નોંધ રાખે છે.

આ યંત્રે સાબિત કર્યુ કે વનસ્પતિ લાગની અનુભવે છે. વનસ્પતિની જોવાની શક્તિ તીવ્ર છે, તે પ્રકાશનાં કિરણો પ્રત્યે પ્રતિક્રિયા કરી શકે છે. અજાણ્યા માણસના આગમનની જાણ કરતી ઇદ્ધિય પણ વનસ્પતિમાં છે. અર્થાત ‘ વનસ્પતિ સજીવ છે.’ ઇ.સ. ૧૯૦૧ ની મે ની ૧૦ મીએ લંડનની રોયલ સોસાયટીના હોલમાં વિશ્વભરના વિજ્ઞાનીઓ સમક્ષ તેમણે ક્રેસ્કોગ્રાફ યંત્ર રજૂ કર્યું.

ઇ.સ. ૧૯૨૦માં તેઓ રોયલ સોસાયટીમાં ફેલો તરીકે ચૂંટાયા. ઇ.સ. ૧૯૨૭ના નવેમ્બરમાં મૈસૂર વિશ્વવિધાલયના પદવીદાન સમારંભમાં ભાષણ આપતાં તેમણે ભારતના ભૂતકાળના ગૌરવ વિશે કહ્યું કે, આ ગૌરવ માટે કાર્ય જ જવાબદાર છે, આળસ નહિ. ઇ.સ. ૧૯૩૭ના નવેમ્બરની ૨૩મીએ તેઓ મૃત્યુ પામ્યા તે અગાઉ તેમણે બોઝ ઇંન્સ્ટિટયૂટની સ્થાપના કરેલી.     

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...