Thursday, October 18, 2018

કોણ હતું આ સુપરહિટ ગુજરાતી સંગીતકાર ?


નમસ્કાર, દર શુક્રવારે રજુ થતા રોચક પ્રસંગો વાંચવાની આપ સૌને જે ઇંતેજારી હોય છે જાણી મને ખુબ આત્મવિશ્વાસ મળી રહ્યો છે. આપ સૌનો સ્નેહ અને વાંચનરસ આમ બન્યો રહે અભ્યર્થના સાથે આજે એક એવા ગુજરાતી વિષે વાત કરવી છે કે જેના ગુજરાતી હોવાની બહુ ઓછા લોકોને ખબર છે !!


ઓર્કેસ્ટ્રાની ટીમ 
ડાહ્યાભાઈ પંચાલ  જમાનામાં પંચાલ લોકો મોટે ભાગે મિસ્ત્રી કામ કરતાં હતાં. એટલે ડાહ્યાભાઈ મિસ્ત્રીના નામથી તેઓ જાણીતા હતાં. ડાહ્યાભાઈનું મિસ્ત્રી કામ ચોખ્ખું રહેતું હતું. ત્યારે પરિવાર સુરત નજીકના કોસંબામાં રહેતો હતો. જ્યાં એક પુત્રનો જન્મ 4 નવેમ્બર, 1929ના રોજ  થયો હતોકોસંબાનો રાજવી અને ડાહ્યાભાઈ વચ્ચે કામને લઈને ગેરસમજ થતાં ડાહ્યાભાઈ પરિવારને લઈને વાંસદામાં વસ્યાં સમયે બાળકની વય હશે એકાદ વરસની. ડાહ્યાભાઈના પત્નીનું નામ અંબાબહેન હતું. પરિવાર ધર્મભીરુ હતો. અને રામ રાખે ત્યમ રહીએ તે મુજબ રહેતો હતો. પરિવારમાં નવ જેટલાં બાળકો હતાં. પુત્રીઓ અને ત્રણ પુત્રો હતાં. આવક ઘણી નજીવી હતીક્યારેક બે ટંકના ખાવાના પણ ફાંફાં પડી જતાં હતાં. આવી સ્થિતીમાં બાળકનો ઉછેર થયો હતો

નાનકડા બાળકના હાથમાં હારમોનિયમ આવતાં ખીલી ઉઠતાં હતાં અને નીચું જોઈ તેમની આંગળીઓ હારમોનિયમની પટ્ટી પર ફરવા લાગતી.. સમયની રફતાર સખત ચાલતી રહી. શંકરરાવ વ્યાસ, ખેમચંદ પ્રકાશ, મા કૃષ્ણરાવ, પંકજ મલિક, તિમિર બરત, આર.સી.બસીલ, હુસ્નલાલ ભગતરામ, ગુલામ હૈદરથી લઈને નૌશાદ, રામચંદ્ર, એસ.ડી. બર્મન, રોશન, મદનમોહન, વસંત દેસાઈ અને પછી કલ્યાણજી-આણંદજી થી લઈને શંકર જયકિશન ફિલ્મ સંગીત ક્ષેત્રે પ્રવેશ્યાં અને ભારતીય ફિલ્મ સંગીતમાં વાત ન્યારી છે એટલી રોચક પણ છે. અહીં આપણે એમાંથી  એક એવા ગુજરાતી કે જેણે હિંદી ફિલ્મ સંગીતમાં એક નવો અધ્યાય રચ્યો. તેવા સંગીતકાર વિષે વાત કરવી છેઅને જે  બાળક મોટો થઈને થવાનો હતો....!!  કોણ ? કલ્યાણજી આણંદજી કે પછી બીજું કોઈ ? વાંચો આગળ...

એને બીજા બે ભાઈઓ, મોટાનું નામ બળવંત હતું. એનાથી નાનાનું નામ બટુંક હતું. ડાહ્યાભાઈનો કંઠ સારો હતો. મીઠાશભરી હલકથી તેઓ ભજન કિર્તન કરતાં હતાં. વાંસદા રાજ્ય અલગ હતું. અને ત્યાંના રાજવીને સંગીતનો જબરો શોખ હતો. જેના કારણે અનેક સંગીતકાર ત્યાં આવતાં હતાં. જેમને સંગીત શીખવાનો શોખ હોય તેમને શીખવતાંઆમાં ડાહ્યાભાઈના ત્રણેય પુત્રો સંગીત શીખવા આવતાંજેમાં બાળકને ગાયન કરતાં વાદનનો જબરો શોખ હતો. અને જમાનામાં હારમોનિયમ વાદ્ય સામાન્ય રીતે વપરાતું હતું. એટલે   નાના હતાં ત્યારથી હારમોનિયમ પર આંગળી ફેરવતાં થઈ ગયાં હતાં

ત્યારે સૌ એવું કહેતા કે  બાળકનો મુડ જરા પણ સારો ના હોય પરંતુ તેને હારમોનિયમ આપો તો બધુ ભૂલીને અમી નજર રાખી એવું બજાવવા લાગશે કે સંગીતદેવી તેના આંગળીના ટેરવા પર આવીને બેસી ગયાં હોય !!  સમય મ્યુઝિકલ પાર્ટીનો હતો નહીં. પરંતુ ડાહ્યાભાઈ ભજન ગાવા જતાં અને એક દિવસ તેમના કુટુંબ પર આભ ફાટી પડ્યું. ડાહ્યાભાઈનો અકાળે અકસ્માત થયો અને પરિવાર છત્રછાયા વિનાનો થઈ ગયો!! આર્થિક સ્થિતી ઘસાવા લાગી. પરિવારને જાળવી રાખવા માટે બીજાના ઘરકામ અને વાશીંદા કરવાના શરૂ કરી દીધા. ભાઈઓએ ભજન મંડળી શરુ કરીત્યારે બાળક પણ ભજન મંડળીમાં જતો પરંતુ તે માત્ર બહાર બેસીને આકાશને તાકી રહેતો હતો.

 આખરે બધાએ તેને તેની મોટી બહેનને ત્યાં સુરત મોકલી આપ્યો. કે કદાચ દિકરાનું મન ત્યાં ઠરે પણ ખરું. ત્યારે વલસાડમાં મોટા બનેવી ઘોડાગાડી બનાવવાનું કામ કરતાં હતાં. જેમાં એનું મન ચોંટ્યું નહીંએટલે થોડા સમયમાં મોટા બનેવીએ તેને મુંબઈમાં વચેટ બનેવી પાસે મોકલી આપ્યોબસ પછી તો શુંલપસવું હતું ને માર્ગ/ઢાળ મળી ગયો એમ કહીએ તો ચાલે. બનેવીને બોબિન બનાવવા માટેની ફેક્ટરી હતી. અને  બનેવીનું નામ છગનલાલ હતું. બાળકના માતા અંબાબહેનનો કંઠ ઘણો મીઠો અને સુરીલો હતો. સંગીતના આછાપાતળા જાણકાર હતાં. એટલે પ્રારંભિક સંગીત જ્ઞાન માતા તરફથી   મળ્યું.

અહીં એક વાત કરવી છે આજે સબ ટીવી પર જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પ્રસારિત થઈ રહી છે તેના નટુકાકા ઘનશ્યામ નાયકના પિતા રંગલાલ નાયક અને રંગલાલ નાયકના પિતા જેઓ સારા સંગીતજ્ઞ હતાં તેઓ વાંસદામાં રહેતા હતાં ત્યારે બાળકને તેમણે શાસ્ત્રીય સંગીત શીખવાડ્યું હતું. પહેલા વાડીલાલ અને પ્રેમશંકર નામના ગુણીજન પાસેથી શાસ્ત્રીય સંગીતના પાઠ ભણ્યાં હતાં. જો કે મુંબઈમાં પગ મુક્યા પછી બાળકને બર્મનદા જેવા સંગીતપ્રેમી પણ મળ્યાં હતાં. અને છેક સુધી હા, અત્યારે જોવા ના મળે રીતે, સ્વતંત્ર મ્યુઝિક ડાયરેક્ટર બન્યા પછી પણ બર્મનદા (એસ.ડી. બર્મન)ના સંગીતની પ્રંશસા તેઓ જાહેરમાં કરતા પણ નહોતા અચકાતા!!

મુંબઈમાં બનેવીએ બાળકનો શોખ જોયો અને તેને દિશામાં આગળ જવા માટે પ્રોત્સાહન આપ્યું. મુંબઈમાં જમાનામાં પણ નૌશાદ, સી-રામચંદ્ર, એસ.એન.ત્રિપાઠી, જેવા સંગીતકારો જોશમાં હતાં સમયે ગુજરાતી નાટ્યજગત સાથે જોડાયેલા ચંદ્રવદન ભટ્ટ ફિલ્મ નિર્માણમાં હતાં. અને નવી નવી પ્રતિભાને ઉજાગર કરવાનું કામ પણ કરતાં હતાં. બાળક પોતે ગુજરાતી હતોએક ગુજરાતી બીજા ગુજરાતીને ચોક્કસ મદદ કરશે એવા વિચાર સાથે ભાઈ રોજ ચંદ્રવદન ભટ્ટની ઓફિસમાં આંટાફેરા કરતાં હતાં. અહીં અચાનક એક બીજા છોકરા જોડે એની મુલાકાત થઇ જે એની જેમ રોજ અહીં કામ માટે આવતાં હતાંઅને જેઓ પૃથ્વી થિયેટરમાં સંગીતકાર રામ ગાંગુલી સાથે કામગીરી બજાવતાં હતાં


લતા મંગેશકરને ગીત ગાયન  બાદ ટોકન ઓફ એપ્રિસિયેશન રૂપે સમયે 100 રૂપિયાની નોટ આપતા 

મુળ ગુજરાતી એવા બાળક વિશે મને પણ આટલી બધી ખબર હતી. એક સંગીતકાર તરીકેની ઓળખાણએ આજેએક ગુજરાતીતરીકેનું વિશિષ્ટ સ્થાન લીધુઆજથી 50 વર્ષ પહેલા, સન 1968માં ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકનુ ફ્યુઝન કરીને "જેઝ સ્ટાઇલ"નો કન્સેપટ પૂરો પાડનાર સૌ પ્રથમ વ્યક્તિ એટલે  બાળક અરે હવે તો ફૂટડો યુવાન!! અને પણ ભારતમા !! 

પહેલા આવુ ફ્યુઝન ઉસ્તાદ રવિશંકરે કર્યુ હતુ પણ તે અમેરિકા માં, અહીંયા નહિ!!  બાળકનો ઔરા એવો હતો કે જેની સમયના હિન્દી ફિલ્મ અભિનેતાઓને પણ ઈર્ષ્યા આવતી. એમના સમયના સૌથી મોંઘામાં મોંઘા સંગીતકાર તરીકે એમની ગણના થતીહા એકદમ સાચું વાંચી રહ્યા છો તમે!! અરે, અમુક અમુક સમયે તો પોતાના ખિસ્સામાં હોય બધા રૂપિયા પણ લોકોને મદદ કરવા આપી દેતાકેમકે, બાળકે પોતે કઠિનાઈના દિવસો જયારે જોયા હતા ત્યારે મદદની કિંમત સમજી ચુક્યો હતો. એની લોકપ્રિયતા   હદ સુધી હતી  કે, મુંબઈના ખાસ હોટેલ-રેસ્ટોરાંમાં એમના નામનું ટેબલ કાયમ માટે બુક રહેતું !! બીજી એક નવીન ઘટના હિન્દી ફિલ્મોમાં બાળક થકી ઘટી હતી ફિલ્મનું ટાઇટલ મ્યુઝિક!! હા, ટાઇટલ મ્યુઝિક !! આપણે ટાઇટલ સોંગની વાત નથી કરી રહ્યા!!  ગુજરાતીએ ફિલ્મના ટાઇટલ મ્યુઝિકની આખી સ્ટાઇલ બદલી કાઢી કે જેમાં તેઓ   ફિલ્મના ગીતો ને વેસ્ટર્ન જેઝ સ્ટાઈલમાં ફાસ્ટ લયમાં મઢી ટાઇટલ મ્યુઝિક તરીકે રજુ કરતા અને ખુબ લોકપ્રિય થયા

કોણ હતું બાળક ? અને કેવી રહી પ્રથમ ફિલ્મ અને એનું સંગીત? કેવી રહી એની આગળની સફર? કઈ રીતે સંજોગો સામે લડ્યા બધું લઈને ફરી મળીશ આવતા શુક્રવારે... ત્યાં સુધી  કલમને વિરામ... અને આપ સૌને બાળકનું નામ અહીં નીચે કોમેન્ટમાં લખવાની છૂટ છે!! કેમ કે, આપ સૌ એટલા રસિક વાચક છો કે અત્યાર સુધીમાં તમને એમના નામની ખબર પડી ગઈ હશે!!


રજૂઆત: ડો કાર્તિક શાહ 


No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...