પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?
પૃથ્વી ગોળ છે, એ કોણે શોધી કાઢ્યું ? અને પૃથ્વીના પરિઘની ચોક્કસ પ્રથમ માપણી ખરેખર કોણે કરી? આપણાં પુસ્તકો આપણને આવું કહે છે અને શીખવે છે : કેપ્લર, ક્પોરનિકસ અને ગેલેલિયો. આ ત્રણેય વૈજ્ઞાનિકો ૧૬મી અને ૧૭મી સદીના છે. પ્રાચીન સમયમાં આ વિશે ભારતની માન્યતા કેવી હતી ? પૃથ્વી ગોળ છે, એમ તેઓ જાણતા હતા? આનો જવાબ 'હા' છે. તેઓ એટલે કે ભારતીયો આ હકીકતને પ્રાચીન સમયથી એટલે કે યુગોથી જાણતા હતા. અહીં એ વિશેની હકીકતના કેટલાક સંદર્ભો પ્રસ્તુત છે. ૧. ભારતના સુખ્યાત ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે (ઈ.સ. ૪૭૬) આમ કહ્યું હતું: 'ભૂગોલ: સર્વતો વૃત્ત:-પૃથ્વી બધી બાજુએથી ગોળ છે.' ( આર્યભટ્ટીયમ્ , ગોલપદ, શ્વલોક -૬ ) એણે પૃથ્વીના વ્યાસની ક્ષતિરહિત ગણતરી પણ કરી હતી. ( આર્યભટ્ટીયમ્ , પ્રકરણ -૧, શ્વલોક -૫ ) ૨. પોતાના આ ગ્રંથનાં ગોલપદના શ્વલોક -૩૭માં આર્યભટ્ટે ગ્રહણનાં કારણો પણ આપતાં કહ્યું છે: 'છાદ્યતિ સૂર્યમ્ શશિનમ્ મહતી ચ ભૂચ્છાયા - જ્યારે ચંદ્ર સૂર્યને ઢાંકી દે કે સૂર્ય પર ચંદ્રનો પડછાયો પડે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને જ્યારે પૃથ્વી ચંદ્રને ઢાંકી દે કે પૃથ્વીનો પડછાયો...

Comments
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...