Posts

Showing posts from September, 2017

૧લી ઓક્ટોબર: "યહાં કૌન હૈ તેરા, મુસાફિર જાયેગા કહાઁ?"

Image
૧ ઓક્ટોબર, આ મહાન સંગીતકાર સચિન દેવ બર્મન ― સચિનદા નો જન્મદિન....આવો થોડુંક ડોકિયું કરીયે આ ઇતિહાસ રચયતાના ઇતિહાસ પર!! ૧૯૪૯માં આવેલી ફિલ્મ શબનમ, તેમાં સચિન દેવ બર્મને બનાવેલું અને સમશાદ બેગમે ગાયેલું ગીત એવું હિટ સાબિત થયું કે સચિન હવે આવનારા સમયમાં સંગીતકાર એસ.ડી. બર્મન તરીકે ઓળખાવાના હતા. પણ અચાનક જાણે એસ.ડી.ને મુંબઈ નગરીનો મોહ ભંગ થયો અને તેઓ અશોક કુમારની ફિલ્મ મશાલ કરી રહ્યા હતા તે અધુરી છોડી પહેલી ટ્રેનમાં કલકત્તા રવાના થઈ જવાનું નક્કી કર્યુ. પણ હિન્દી સિનેમા જગતના એક સુપર સ્ટારને લીધે તે રોકાઈ ગયા. કોણ હતા એ સુુપર સ્ટાર?? ૧૯૫૦માં  તેમણે દેવ આનંદના નવકેતન પ્રોડક્શનસાથે ટીમ બનાવી અને કામ શરૂ કર્યુ. અફસર ફિલ્મથી શરૂ થયેલી આ સફરટેક્સી ટ્રાઈવર, નૌ દો ગ્યારહ, કાલા પાની, મુનીમજી, પેઈંગ ગેસ્ટ વગેરે અનેક ફિલ્મો છે લીસ્ટ આથી પણ લાંબુ છે. એસ.ડીની દોસ્તી દેવ આનંદ સાથે હોય અને તેનો સંબંધ ગુરૂદત્ત સાથે નહીં બંધાય તે કઈ રીતે બની શકે. ગુરૂદત્ત સાથે પણ એસ.ડીની જોડી જામી ગઈ. પ્યાસા, કાગઝ કે ફૂલ હોય કે દેવદાસ, હાઉસ નં. ૪૪ અને ફંટૂસ અને આ બધા પછી આવી ૧૯૫૯માં બિમલ રૉયની માસ્ટરપીસ ફિલ્મ સ...

અહમ, અહંકાર, અમિતાભ, અભિમાન અને અમિયા!!

Image
સામાન્ય માનવીની જેમ જ અહમની અથડામણ બે કલાકારો (પતિ-પત્ની)ની વચ્ચે પણ થતી રહેતી હશે જ ને?  સમજુ વાંચકો સમજી ગયા હશે કે મારી કલમ ફિલ્મ 'અભિમાન'ની દિશામાં જઈ રહી છે. હકીકતમાં જ્યારે 'ઝંઝીર' બની રહી હતી, ત્યારે જ ઋષિકેશ મુખરજી પણ બે ફિલ્મો નિર્માણાધિન હતી, નમકહારમ અને અભિમાન . એક દિવસ જયા ભાદુડી સામે ચાલીને ઋષિકેશ મુખર્જી પાસે ગયાં અને રજુઆત કરી, " ઋષિદા! અમિત આજકાલ ડીપ્રેસનમાં રહે છે. ઝંઝીર પછી એની પાસે બીજી એક પણ ફિલ્મ નથી. એ ખૂલીને હસતો નથી કે બરાબર વાત પણ કરતો નથી. મને એની ચિંતા રહ્યાં કરે છે. તમે એના માટે કંઈક કરો ને! " " તું જ બોલ ને કે હું શું કરું ?"ઋષિદા હસ્યા. "તો એ ફિલ્મના નિર્માણ માટેના પૈસા અમે આપીશું. ", જયાએ દરખાસ્ત મૂકી. ઋષિદા સમજતા હતા કે આ વાક્યમાં રહેલો શબ્દ 'અમે' એટલે 'એકલી જયા' એવો થતો હતો. કારણ કે 'ઝંઝીર' હજુ રીલિઝ થઈ ન હતી, માટે અમિતની આર્થિક સ્થિતિ દુષ્કાળગ્રસ્ત રાજ્યની સરકારના જેવી હતી. ઋષિકેશ મુખર્જીએ કહ્યું, " જોઊ છું. કંઈક વિચારીને તને જણાવું છું. " વાસ્તવમાં ઋષ...

અમિતાભ બચ્ચન - સંસ્કાર

Image
અમિતાભ બચ્ચન નાનામાં નાનાં માણસને પણ મોટામાં મોટું માન આપતા રહે છે. આ એમના સંસ્કાર છે. પણ આ માન એ એમનો શિષ્ટાચાર છે. ખરેખર હ્રદયમાંથી એ જેનો આદર કરે છે એવી જૂજ વ્યક્તિઓ કેટલી છે અને કોણ છે?! અમિતજી જાહેરમાં માત્ર ચાર જ ફિલ્મી હસ્તિઓના ચરણ સ્પર્શ કરે છે. ૧. અબ્બાસ સાહેબ   કે જેમણે અમિતાભને 'સાત હિન્દુસ્તાની' માટે પસંદ કરીને હિંદી ફિલ્મોમાં કામ કરવા માટેની પ્રથમ તક આપી હતી. ૨. ઓમ પ્રકાશ (ચરીત્ર અભિનેતા જેમણે ફિલ્મ 'નમક હલાલ'માં બિગ-બીના દદ્દુનું યાદગાર પાત્ર ભજવ્યું હતું) એ એક એવા પીઢ કલાકાર હતા જેમણે સૌ પ્રથમ વાર અમિતાભના અભિનયના મોંફાટ વખાણ કર્યા હતા. પછી તો સૌ કોઇ એમની પ્રસંશાના કોરસ ગાવા લાગ્યા હતા, પણ મહત્વ 'પ્રથમ વાર'નું હોય છે. ઓમ પ્રકાશના હ્રદયની આ વિશાળતા અમિતાભજી જિંદગીભર ભૂલ્યા નહીં.  ૩. હ્રષિદાએ અમિતજીને લઇને આનંદ, ચુપકે ચુપકે, મિલી અને અભિમાન જેવી સુંદર, સફળ અને યાદગાર ફિલ્મો બનાવી એ એકમાત્ર કારણ ન હતું જેના લીધે અમિતજી એમને જાહેરમાં આટલું માન આપતા હતા. હકીકત એ હતી કે હ્રષિદા રોજ-બ-રોજની જિંદગીમાં પણ વડીલની અને માર્ગદર્શકની ભ...

કુલી સમયની ઇમરજન્સી -- તબીબી ભાષામાં

Image
સેંટ ફિલોમિના હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં સદીનું સૌથી જાણીતું ઓપરેશન શરૂ થયું. દર્દી હતા હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન અને ડોક્ટરોની ટુકડીમાં હતા ડો. ભટ્ટ, ડો. જોસેફ એન્ટોની અને ડો.જયસિંહ. પેટ ચીરતાંની સાથે જ ફુવારો ઉડ્યો. પેટની અંદર જમા થયેલું લોહી, ગેસ અને પરુ દબાણ હેઠળ એકઠા થયેલા હતા, તે અચાનક દબાણ હટી જતાં ફુવારાની પેઠે બહાર ઘસી આવ્યા. હવે હોસ્પિટલના સ્થાનિક સર્જનોને પોતની ભૂલ સમજાણી. અંદર થયેલી  ઇજાની કોઇ જ બાહ્ય નિશાની ભલે દેખાતી ન હતી, પણ ડો. ભટ્ટે એક્સ-રે જોઇને કરેલું નિદાન સાચું પડ્યું હતું. પેટની અંદરનો તમામ બગાડ બહાર કાઢી લીધા પછી ડો. ભટ્ટે આખું નાનું આંતરડું તપાસવાનું શરૂ કર્યું. બાવીસ ફૂટ લાંબું આંતરડું બારીક નજરે તપાસતાં ગયા. જ્યાં નાનું આંતરડું મોટા આંતરડાને મળતું હતું તે જગ્યાએ એની દિવાલમાં એક છિદ્ર જોવા મળ્યું. તો બધી જ તકલીફનું કેન્દ્રબિંદુ ત્યાં હતું. ડોક્ટરોએ ટાંકા લઇને એ છિદ્રને સાંધીને બંધ કરી દીધું. પછી પેટની દિવાલ બંધ કરતાં પહેલાં ત્રણ જગ્યાએ ડ્રેઇન્સ મૂક્યાં. (અંદર જમા થનારો બગાડ બહાર આવી શકે તે માટેની નળીઓ જેનો એક છેડો પેટની અંદર હોય...

અ નો ચમત્કાર: આનંદ, અબ્બાસજી, ઓમ પ્રકાશજી અને અમિતાભ

Image
અમિતાભ બચ્ચનને જિંદગીમાં સાંપડેલા કેટલાંક સારા માણસોમાંના એક એટલે એ જમાનાના જાણીતા ફિલ્મ નિર્દેશક ખ્વાજા અહેમદ અબ્બાસ. અમિતજી ની પ્રથમ ફિલ્મ 'સાત હિંદુસ્તાની'ના નિર્માતા તથા દિગ્દર્શક .....!! કોઈ પણ જાતની સિફારીશ વગર એક સાવ અજાણ્યા જુવાનને અબ્બાસ સાહેબે પોતાની ફિલ્મમાં તક આપી. પોતાના બજેટ અનુસાર એને મહેનતાણું પણ ચૂકવ્યું. આટલું ઓછું હોય તેમ એક દિવસ અમિતાભને લઈને તેઓ હિંદી ફિલ્મોના મહાન દિગ્દર્શક ઋષિકેશ મુખરજી ની પાસે પહોંચી ગયા. જે સમયે ચોપરા સાહેબ, મનમોહન દેસાઇ, તારાચંદ બડજાત્યા અને પ્રમોદ ચક્રવર્તી જેવા માંધાતાઓ અમિતજીને હતોત્સાહિત બની જવાય એ હદ સુધી ઠુકરાવી ચૂક્યા હતા, એવા કપરા સમયમાં અબ્બાસ સાહેબ કોઇ પણ જાતના સ્વાર્થ વગર અમિતનો હાથ પકડીને ખુદ ભલામણ વજન સાથે એક મોટા ગજાની છાવણીમાં લઇ ગયા. એક દિવસ બપોરના સમયે યુવાન અમિત અગાઉથી નિર્ધારીત થયેલી મુલાકાત અનુસાર ઋષિકેશને મળવા જઇ પહોંચ્યો. એ 1968નું વર્ષ હતું. ઋષિદા પગના દુ:ખાવાથી પીડાઇ રહ્યા હતા. એમને કૂતરાઓ પાળવા નો શોખ હતો. અમિતનું સ્વાગત એક કરતાં વધારે કૂતરાઓએ ભસીને કર્યું. અમિતજી ડરીને પાછળ હટી ગયા. ઋષિકેશ હસીને બોલ્યા...

અમિતાભ ઉર્ફ અમિત શ્રીવાસ્તવ ઉર્ફ મુન્નો ઉર્ફ અમિતાભ બચ્ચન

Image
વાસ્તવિક જિંદગીમાં આ સવાલનો જવાબ શોધવા માટે બહુ દૂર સુધી લાંબા થવું પડે છે. કોઇએ કહ્યું છે ને કે મોરનું પીંછું શોધતાં-શોધતાં ગોકૂળમાં પહોંચી જવાય છે...!! અમિતાભનું પગેરુ શોધતાં-શોધતાં છેક ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાના ગામ અમોઢા સુધી પહોંચી જવાય છે. અમિતાભ બચ્ચનના પૂર્વજો મૂળ આ ગામ અમોઢામાં વસતાં શ્રીવાસ્તવ બ્રાહ્મણો હતા.બસ્તી જીલ્લો એ શ્રીવાસ્તવના અપભ્રુંશમાંથી બનેલુ નામ છે. પ્રાચિન શ્રીવાસ્તવના રાજઓ શ્રાવ નામથી પ્રખ્યાત હતા. શ્રીવાસ્તવ જાણીતા અને મહત્વના માણસો પોતાના નામની પાછળ શ્રીવાસ્તવ લગાડવા માંડ્યા. આના પરથી શ્રાવસ્તીના કાયસ્થ બ્રાહ્મણો ધીમે-ધીમે શ્રીવાસ્તવ બની ગયા.  આજથી લગભગ ત્રણસો એક વરસ પહેલાં શ્રાવસ્તીના અનેક કાયસ્થ બ્રાહ્મણ પરિવારો કોઇ અકળ કારણને લઈને શ્રાવસ્તી નગરી છોડીને ચાલ્યા ગયા. એમાંથી મનસા નામનાં એક દરીદ્ર પુરુષે પ્રતાપગઢમાં આવીને નિવાસ શરૂ કર્યો. આ મનસા અત્યંત કંગાળ બ્રાહ્મણ હતો. થોડાક સમય બાદ પત્નીને લઈને એ પ્રયાગમાં આવી વસ્યા. પ્રયાગ એ જ આજનું અલ્લાહાબાદ. અહીં જન્મેલો જાતક આગળ જતાં આવું ગાવાનો હક્કદાર ગણી શકાય : “મૈં છોરા ગંગા કિનારે વાલા...” મનસા એટ...

અમિતાભ બચ્ચન -- એન્ગ્રી યંગમેન

Image
ફિલ્મનું નામ યાદ નથી, પણ એમાં આવતો એક ડાયલોગ શબ્દશઃ યાદ છે. ફિલ્મનું પાત્ર ભજવતાં અમિતજી બોલે છે, “પૈસે આતે નહીં, પૈસે પૈદા કિયે જાતે હૈ.” આ જાલીમ જગત પાસેથી છીનવી લેવાની વ્યવહારુ વાતમાં મને ક્યારેય રસ પડ્યો નથી. પણ બચ્ચન સાહેબનાં ધેરા અવાજમાં અને દાદાગીરીભર્યા અંદાજમાં બોલાયેલું આ વાક્ય ત્યારે મને ગમી ગયું હતું.  શરદ ઠાકર પણ એમ કહે છે કે, ‘ દીવાર’ જોયું ત્યારે મારી ઉમર ઓગણીસ વર્ષની હતી. હું ત્યારે ફર્સ્ટ એમ.બી.બી.એસ.માં હતો. પણ અમિતાભનો અભિનય અને ખાસ તો આખી ફિલ્મમાં છવાઈ ગયેલા એક-એક વાક્યનાં ટૂંકા, ચોટદાર સંવાદો મારા મનને એ હદે સંમોહિત કરી ગયેલા કે ત્રણ દિવસમાં હું બે વાર એ ફિલ્મ જોઈ આવ્યો હતો. વાર્ષિક પરિક્ષા માથા ઉપર ગાજતી હોવા છતાં...! સલીમ-જાવેદની જોડીએ કેવા ધાંસુ સંવાદો લખ્યા હતાં અને અત્યાર સુધી લાંબો, પાતળો, કંઢગો લાગતો આવેલો અમિતાભ એની નવી હેરસ્ટાઈલને કારણે એટલો બધો હેન્ડસમ, સ્માર્ટ અને ડાયનેમિક લાગવા માંડ્યો હતો કે એની સામે અત્યાર સુધીનાં તમામ હીરાઓ ઝાંખા લાગવા માંડ્યા હતાં. ( આ નવો હેરલૂક હબીબ નામનાં હેર-આર્ટીસ્ટે અમિતાભને ફિલ્મ ‘જંઝીર’માં પહેલીવાર આ...

એન્થની ગોન્સાલ્વીસ

Image
એન્થની ગોન્સાલ્વીસને કોણ નહીં ઓળખતું હોય? મનમોહન દેસાઈની ફિલ્મ‘અમર અકબર એન્થની’માં એન્થની ગોન્સાલ્વીસની ભૂમિકા કરનાર અમિતાભ બચ્ચને આ પાત્રને ઘેરઘેર જાણીતું કરી દીધું હતું. ‘ માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વીસ ’ ગીતની આ લીટી સાંભળીએ એટલે અનાયાસે જ તેના પછીની લીટી ‘મૈં દુનિયામેં અકેલા હૂં’ હોઠ પર આવી જાય. જાણકાર હોય એ એમ પણ કહે કે આ એન્થની ગોન્સાલ્વીસ નામની એક વ્યક્તિ વાસ્તવમાં છે અને એ પણ ફિલ્મી દુનિયામાં.આટલું જણાવીને એ રહસ્ય ખોલતા હોય એમ જણાવે કે અસલી એન્થની ગોન્સાલ્વીસ એટલે સંગીતકાર પ્યારેલાલના ગુરુ. અને આ ગીત દ્વારા પ્યારેલાલે ખરેખર તો પોતાના આ ગુરુને અંજલિ આપી છે. વાત સાચી છે.  ૨૦૧૨ના જાન્યુઆરીની ૧૯મી તારીખે એન્થની  ગોન્સાલ્વીસનું અવસાન થયું ત્યારે પણ ટી.વી.ચેનલ પર કે અખબારોમાં આટલી જ માહિતી આપવામાં આવી હતી. એ બહાનેય એન્થની ગોન્સાલ્વીસને યાદ કરાયા એ આનંદની વાત છે. પણ તેમની ઓળખ ફક્ત આટલી જ છે? આ ઓળખ  સાચી  ખરી,  પણ અધૂરી ...

લતાજી અને સચિનદા વચ્ચે એવું તે શું થયું ???

Image
હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે સચિન દેવ બર્મનની કારકર્દિીની શરૂઆત ફિલ્મ ‘શિકારી’ (૧૯૪૬)થી થઈ. જોકે તેમને લોકપ્રિયતા મળી ૧૯૫૧માં ફિલ્મ ‘સઝા’થી. ત્યાર બાદ તેમણે લતા મંગેશકર સાથે મળીને એકથી એક ચડિયાતાં અમર ગીતો સંગીતપ્રેમીઓને આપ્યાં. યાદ આવે છે આ ગીતો... તુમ ન જાને કિસ જહાં મેં ખો ગએ (૧૯૫૧, ‘સઝા’, સાહિર લુધિયાનવી) ઠંડી હવાએં, લહરા કે આએં, રુત હૈ જવાં, તુમ કો યહાં કૈસે બુલાએં (૧૯૫૧, ‘નૌૈજવાન’, સાહિર લુધિયાનવી) યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસતાં (૧૯૫૨, ‘જાલ’, સાહિર લુધિયાનવી) અને બીજા કેટલાય.... પરંતુ ૧૯૫૮માં એક એવી ઘટના બની જેના કારણે આ બે મહાન કલાકારોના મીઠા સંબંધોમાં કડવાશ આવી ગઈ. એવું શું બન્યું એની વિગતવાર વાત લતા મંગેશકર અમીન સાયાનીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહે છે... "દાદા કી એક ફિલ્મ થી. શાયદ ‘મિસ ઇન્ડિયા’. ઉસમેં નર્ગિસ હિરોઇન થી. ઉસકા એક ગાના રેકૉર્ડ હોનેવાલા થા. વો ફિલ્મ ક્યા થી, ઉસમેં નર્ગિસ કા ક્યા રોલ થા ઉસકા મુઝે કુછ પતા નહીં થા. દાદાને મુઝસે કહા, ‘લતા, ઇસમેં મુઝે મીઠાસ ચાહિએ.’ મૈંને કહા, અચ્છા દાદા. તો મૈંને ઉસ પ્રકાર સે ગાના થોડા સૉફ્ટ ગાયા. ઉનકો બહો...