Posts

Showing posts from 2022

દેશ-પરદેશ!!

Image
પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને ! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર (એટોર્નિઝ એટ લૉ.) ધીકતી પ્રેકટિસ, સુખી જીવન ! એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડૉકટરો ખરા, પણ સરકારી હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ એક માઈલ દૂર. વળી ઘરમાં બીજું ત્રીજું કોઈ માણસ નહિ. રમાએ સૂચન કર્યું : ‘ઈન્ડિયાથી મારા બાને બોલાવી લઈએ તો ?’ ‘ભલે, જેવી તારી ઈચ્છા !’ ચન્દ્રકાન્તે સંમતિ દર્શાવી. અને જેમણે પોતાના શહેર બહાર યાત્રા નિમિત્તે પણ કદી પગ મૂક્યો નહોતો એવા કમળાબા વિમાનમાં ઊડીને સીધાં આફ્રિકાની ધરતી પર ઊતરી આવ્યાં. રમા રાજી થઈ. ચન્દ્રકાન્તને નિરાંત થઈ. કમળાબાને આનંદ થયો, દીકરી જમાઈની સુખી સમૃદ્ધ જીંદગી જોઈને. દિવસો પસાર થવા લાગ્યા. કમળાબા એ ક્ષણની રાહ જોતાં હતાં, જે માટે એ જન્મભૂમિ છોડીને આ પરદેશીઓ વચ્ચે, કાળા લોકો વચ્ચે આવ્યાં હતાં. પહેલાં પહેલાં તો એમને જરાયે ગમ્યું નહોતું. ભાષા અજાણી, કાળા કદરૂપા આફ્રિકન લોકો અને વાત કરનારું સ...

ખરો જ્ઞાની કોણ?

Image
યૂનાનનાં પ્રાચીન ડોલ્ફીના દેવીનાં મંદિરમાં દેવી તરીકે એક સ્ત્રી બીરાજમાન રહેતી. તત્વચિંતક જેવું જ્ઞાન અને ક્ષમતા ધરાવતી આ સ્ત્રી અમુક વિશેષ પ્રસંગોએ કેટલીક ઘોષણાઓ કરતી તો ક્યારેક મંદિરમાં એકઠા થયેલા સમાજનાં લોકો એમને ભવિષ્યની વાતો પૂછતાં. એકવખત ટોળામાંથી એક વ્યક્તિએ દેવીને પૂછ્યું કે, “યૂનાનમાં અત્યારે સૌથી બુદ્ધિમાન અને જ્ઞાની પુરૂષ કોણ છે?” . દેવીએ જવાબ આપ્યો, “સુકરાત”. . આ સાંભળીને લોકો સુકરાત પાસે ગયા અને તેને જણાવ્યું કે દેવીએ આવું કહ્યું છે. . સુકરાતે કહ્યુ, “તદન ખોટી વાત. હું તો અજ્ઞાની છું. હા, જ્ઞાન મેળવવા માટેની મારી જિજ્ઞાસા થોડી વધારે જરૂર છે.” . આ વાત લોકોએ ફરી વખત જ્યારે દેવી પાસે એકઠા થયા ત્યારે દેવીને જણાવી કે, “તમોએ સૌથી જ્ઞાની સુકરાતને કહ્યો પણ સુકરાત તો કહે છે કે હું તો અજ્ઞાની છું.” . દેવીએ કહ્યું, “બસ આ જ તો વાત છે. જેને જ્ઞાની હોવા છતાં પોતાનાં જ્ઞાનનું અભિમાન નથી એ જ સૌથી મોટો જ્ઞાની છે.” .

જ્ઞાનનો અહમ

Image
ઓસ્પેન્સકી (૧૮૭૮-૧૯૪૭) એકવખત ઓસ્પેન્સકી (ચિંતક – જન્મ ૧૮૭૮) ગુર્જિએફ પાસે ગયો. પોતે ઘણું જાણે છે તેવા ગર્વ સાથે તે ગુર્જિએફ પાસે આવ્યો હતો. ગુર્જિએફ આ વાત જાણી ગયાં હતાં. તેમણે ઓસ્પેન્સકીને કહ્યું કે એ જે જાણે છે તે કાગળ ઊપર લખી આપે. આપણે બંને એ બધુ છોડીને એ સિવાયની ચર્ચા કરીશું. માણસ જ્યારે કાંઇ લખવા બેસે છે ત્યારે તેને સાચી ખબર પડે છે કે પોતે કેટલામાં છે. ઓસ્પેન્સકીનું પણ એવું જ થયું. તેને તેની મર્યાદાઓ સમજાય. એ પછી તે ગુર્જિએફનો શિષ્ય બની ગયો.

સ્વમાની હેન્સ એન્ડરસન

Image
હેન્સ એન્ડરસન (૧૮૦૫-૧૮૭૫) પરીકથાઓનાં લેખક હેન્સ એન્ડરસનનાં જીવનનાં શરૂઆતનાં દિવસોની આ વાત છે. મુશ્કેલ પરીસ્થિતીમાં એકવખત તે ત્યાંનાં રાજાની પાસે મદદ માંગવા ગયેલ. રાજાએ તેને મદદ તો ન કરેલ અને ‘મોચીનો દિકરો તો જીવે ત્યાં સુધી સીવે’ એમ કહીને તેને ઉતારી પાડેલ. એ પછી એન્ડરસન તેની પરીકથાઓને કારણે ખૂબ જ મશહૂર થયો. એ વખતે આ જ રાજાએ તેને મદદ આપવા માટે આમંત્રણ આપેલ. એ વખતે આમંત્રણનો અસ્વીકાર કરતાં એન્ડરસને કહેલ, ‘હવે હું શું માંગુ? મારે જે જોઇતુ હતું એ તો મેં મારી મેળે મેળવી લીધું છે.’

મનની કડવાશ

Image
આ સમગ્ર લેખ શ્રી ભુપત વડોદરિયા દ્વારા આલેખાયેલો છે જે આ બ્લોગના વાચકો માટે અહીં રજૂ કરું છું. અન્ય વ્યકિતઓ સાથેના વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક આપણા દિલમાં પેદા થયેલી કડવાશને દૂર કરવાની આપણે ખાસ જરૂર જોતા નથી. આ કડવાશ દૂર કરવાની જરૂર બીજા કોઈને માટે નહીં પણ આપણી પોતાની માનસિક તંદુરસ્તી માટે પણ હોય છે.  સ્વ. વિજિયાલક્ષ્મી પંડિતે વર્ષો પહેલા એક લેખ લખ્યો હતો.  ‘ ધી રીડર્સ ડાઈજેસ્ટ ’  નામના અંગ્રેજી માસિકમાં પ્રગટ થયેલા એ લેખનું મથાળું આવું હતું :   ‘ ધી બેસ્ટ એડવાઈસ આઈ એવર હેડ ’ . ગુજરાતી ભાષામાં તેનો ભાવાર્થ કરીએ તો  ‘ મને જિંદગીમાં મળેલી સર્વોતમ સલાહ ’  એવો થાય. વિજયાલક્ષ્મીએ એમાં પોતાની જિંદગીને એક ગંભીર ઘટના વિશે લખ્યું છે. વિજયાલક્ષ્મીના પતિ રણજિત પંડિતનું અવસાન થયું હતું. વિજયાલક્ષ્મીના શ્વસુર રાજકોટના શ્રીમંત રહીશ હતા. સારી જાગીર ધરાવતા હતા. વિજયાલક્ષ્મીને પુત્ર ન હતો. પુત્રીઓ હતી. વિજયાલક્ષ્મી તો સુશિક્ષિત, ખૂબ આગળ વધેલાં અને નવા વિચારનાં. એમને તો કલ્પના પણ ક્યાંથી આવે કે મારા સસરા મારી બાળકીઓ માટે મારા પતિની મિલકતમાંથી ભાગ આપવાની ના પાડશે...