સામાજિક આભડછેટ, એક મહાન વૈજ્ઞાનિક અને ઉત્તમ વ્યક્તિત્વ
ચાલો આજે એક એવા છોકરાની વાત કરીયે કે જેણે બાળપણમાં સામાજિક આભડછેટ ભોગવી હતી અને આ જ છોકરો આગળ જતાં વિશ્વપ્રસિદ્ધિ પામ્યો અને ઇતિહાસમાં અમર થઇ ગયો... કોણ હતો આ? વાંચો આજે આ રોચક પ્રંસંગો: આ છોકરાનો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલ ટાપુ – ગામ રામેશ્વરમમાં એક મધ્યમવર્ગીય તામિલ કુટુંબમાં થયો હતો. એના પિતા જૈનુલબ્દીને ન તો વ્યવસ્થિત શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું કે ન તો તેમના પાસે ધન હતું; આવી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તે જન્મજાત, સહજ અને ભરપૂર ડહાપણ તથા ઉદાર ચિત્ત ધરાવતા હતા. આ બાબતોમાં તેમને, આશિયામ્મા, એક આદર્શ સહધર્મચારિણી તરીકે મળી ગયાં હતાં. તે દરરોજ કેટલાક લોકોને ભોજન કરાવતાં તે હું કંઈ ચોક્કસ કહી શકું તેમ નથી, પણ મને ખાતરી છે કે આ કુટુંબના બધા સભ્યોનો સરવાળો કરીએ તે કરતાં વધારે સંખ્યામાં બહારના લોકો એમની સાથે જમતાં હતા!!! આ માતાપિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. માતાના પૂર્વજો ગૌરવપ્રદ રીતે જીવ્યા હતા. એક પૂર્વજને બ્રિટિશરોએ ‘બહાદુર’નો ઈલ્કાબ પણ આપ્યો હતો. આપણે જે બાળકની વાત કરવા જઈ રહ્યા છીએ એ બાળક એમનાં અનેક સંતાનોમાંનો એક હતો. જેના મા...