Posts

Showing posts from October, 2017

આઈન્સ્ટાઈન

Image
આઈન્સ્ટાઈનની બીજી પત્ની એલ્સા ઘણું ઓછું ભણેલી હતી. એના માટે તેમના સિદ્ધાંતો માત્ર ગૂઢ રહસ્યો જ હતા. આથી એકવાર એણે કહ્યું : ‘તમારા બધા સંશોધનોનો મને થોડો પરિચય આપો. લોકો એ અંગે ચર્ચાઓ કરે છે ત્યારે મને એ કહેતાં શરમ લાગે છે કે એ અંગે હું કંઈ જાણતી નથી.’ એકક્ષણ માટે આઈન્સ્ટાઈનનું માથું ચકરાવા લાગ્યું, ‘એને કઈ રીતે સમજાવું ! વળી ના પાડવામાં પણ જોખમ છે !’ પણ બીજી ક્ષણે તેમને એક યુક્તિ સૂઝી અને સ્મિત કરતાં તેમણે કહ્યું : ‘જ્યારે લોકો તને પ્રશ્નો પૂછે તો એમ કહેવું કે તું એ વિશે બધું જાણે છે, પણ આ અંગે કશું કહી શકે નહિ, કેમ કે એ એક મહાન રહસ્ય છે !’ અને છેલ્લે: ઈંગલેન્ડના વડાપ્રધાન ગ્લેડસ્ટન રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી રહ્યા હતા એ જોઈને એક મિત્રે કહ્યું : ‘તમારો પુત્ર હંમેશાં ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે ને તમે આ દેશના વડાપ્રધાન હોવા છતાં થર્ડ કલાસમાં ?’ ગ્લેડસ્ટને તેમના ખભે હાથ રાખીને જવાબ આપ્યો : ‘હું એક ખેડૂતનો પુત્ર છું, જ્યારે એ એક વડાપ્રધાન નો !’

એલેકઝાંડર ફ્લેમિંગ

Image
સ્કોટલેંડમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત તેનાં ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે તેણે અચાનક જ કોઇની મદદ માટેની ચીસ સાંભળી. સાંભળતા જ ફ્લેમિંગ એ તરફ દોડ્યો. જોયું તો એક છોકરો ત્યાંની રેતાળ જમીનમાં રેતીની અંદર ખૂપી રહ્યો હતો. દોડીને ફ્લેમિંગ બાજુમાંથી ઝાડની એક મોટી ડાળી લાવ્યો અને તેને તે છોકરા તરફ મદદ માટે લંબાવી. છોકરો તે ડાળી પકડીને બહાર આવીને બચી ગયો. એ પછીનાં દિવસે છોકરાનાં પિતા એવા એક ધનાઢ્ય સજ્જન તે ખેડૂત પાસે તેનો આભાર માનવા આવ્યાં. એ વખતે ફ્લેમિંગનો પુત્ર ત્યાં જ ખેતરમાં રમી રહ્યો હતો. તેનાં ભાવિ વિશે પૂછતા ફ્લેમિંગે જવાબ આપ્યો કે તે પણ મારી જેમ ખેતરમાં જ કામ કરશે. પેલા સજ્જને ફ્લેમિંગને એનાં પુત્રને શહેરમાં પોતાની સાથે લઇ જઇને અભ્યાસ કરે તે માટે મનાવ્યો. ફ્લેમિંગ તેમાં સમંત થયા. આગળ જતાં પેલા ધનાઢ્ય સજ્જનને ત્યાં અભ્યાસ કરતો પેલો ખેડૂતપુત્ર એલેકઝાંડર ફ્લેમિંગ નામનો મહાન વૈજ્ઞાનિક બન્યો. તેણે શોધેલ પેનિસિલિનને કારણે લાખો દર્દીઓને રાહત અને નવજીવન મળ્યું.   અને છેલ્લે:  એકવખત એવું બન્યું કે પેલા ધનિક સજ્જ્નનાં પુત્રને ન્યુમોનિયા થયો. એ વખતે તેનાં બચા...

ગોવિંદ રાનડે

Image
મહાદેવ ગોવિંદ રાનડે એક દહાડો એક છોકરાની સાથે રમનાર કોઈ ન મળ્યું. એકલો બેઠો બેઠો કંટાળ્યો એટલે પોતાની ફોઈબા પાસે પહોંચ્યો. કહે, ‘ ફોઈબા, ચોપાટ આપો ને!’ ફોઈબાએ પૂછ્યું, ‘ચોપાટ કોની સાથે રમીશ?’ છોકરો કહે, ‘ એ તો ગોતી કાઢીશ.’ ફોઈબાએ ચોપાટ આપી. છોકરો ઘરની ઓશરીમાં એક થાંભલા સામે બેઠો. બેયની વચ્ચે ચોપાટ પાથરીને એણે રમત શરૂ કરી. થાંભલાને કહે, ‘ દોસ્ત, તારા દાણા હું નાખીશ અને તારી ચાલ હું ચાલીશ. ડાબે હાથે મારા દાણા નાંખીશ અને જમણે હાથે તારા દાણા પાડીશ .’ બસ, આટલું નક્કી કરીને એણે રમવા માંડ્યું. પહેલા થાંભલાનો દાવ લીધો, એ માટે જમણે હાથે દાણા નાંખ્યા, જેટલા દાણા પડ્યા એ પ્રમાણે થાંભલાની કુકરી ચલાવી, પછી ડાબે હાથે પોતાના દાણા નાખ્યા. આમ રમત ચાલતી રહી. ઘણી વારે રમત પૂરી થઈ ત્યારે થાંભલો જીતી ગયો હતો ! થોડે છેટે બેઠાં બેઠાં ફોઈબા આ ખેલ જોતાં હતાં અને હસતાં હતાં. એ બોલ્યા, ‘કેમ રે મહાદેવ, એક થાંભલાથી હારી ગયો?’ છોકરાએ કહ્યું, ‘ શું કરું ફોઈબા, ડાબે હાથે દાણા પાડવાની ટેવ નથી ને, એટલે મારા દાણા ઓછા પડતા હતા. થાંભલાનો જમણો હાથ હતો એટલે એ જીતી ગયો. ’ ફોઈએ કહ્યું, ‘તો પછી તેં પોતાન...

અમિતાભ બચ્ચન અને ડેની ડેન્જોગપા

Image
"અમારા બચ્ચન ફેન વ્હોટ્સ એપ ગ્રૂપને સમર્પિત" ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયામાં ડેની અને જયા ભાદુરી સાથે હતાં એટલે એ સંબંધના નાતે બચ્ચન-ફૅમિલી સાથે યારી-દોસ્તી વધી જે આજ સુધી રહી. એમ છતાં અમુક બાબતોમાં સિદ્ધાંતોને ક્લિયર રાખ્યા હતા. એંસી-નેવુંના સમયમાં અમિતજી સાથે કામ કરવા માટે લોકો રાહ જોતા ત્યારે ડેની તેમની સામે ઑફર થતી ફિલ્મો નકારી દેતો. તેમના સ્ટારડમથી ડરીને નહીં પણ તેમની ઑરાની સામે ટકી રહેવા માટે પ્રૉપર રોલ હોવો જોઈએ એવું ધારીને. લગભગ અઢાર વર્ષ સુધી ડેનીએ તેમની સાથેની ફિલ્મમાં કામ કરવાની ના પાડી છે, જે રોલ ત્યાર પછી અમજદ ખાન કે અમરીશ પુરીને ઑફર થતા અને એ લોકો રોલ કરતા. આંકડો તો યાદ નથી, પણ એવું ચોક્કસ કહીશ કે એ લોકોએ અમિતાભ બચ્ચન સાથે કરી એમાંની ફિફ્ટી પર્સન્ટ ફિલ્મ ડેનીને ઑફર થઈ હતી અને ડેનીએ ના પાડી એટલે એ અમરીશ પુરી કે અમજદ ખાન પાસે ગઈ.  ડેની પોતે કહે પણ છેે કે, "હું ના પાડતો એ તેમને પણ ખબર જ હતી. એટલે અમિતાભ બચ્ચન પણ ઘણી વખત સારો રોલ હોય તો ફોન કરીને કહે પણ ખરા. જોકે મારે એવો રોલ કરવો હતો જે ઇક્વલ લેવલ પર હોય." અમિતાભ બચ્ચન સાથેની મ...

મીર આલમ - ગાંધીજી

Image
મીર આલમ નામે એક પઠાણ દક્ષિણ આફ્રિકામાં રહેતો. ગાદલાંગોદડાં ભરાવી વેચવાં અને તેમાંથી ગુજરાન મેળવવું એ એનો ધંધો હતો. આ મીર આલમને ગાંધીજીની ઠીક પિછાન હતી. કામકાજ પડતાં એ તેમની સલાહ લેતો અને તેમનું માન રાખતો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત આદરી હતી તેમાં આ પઠાણ રસ લેતો. હવે બન્યું એવું કે સત્યાગ્રહ કરતાં ગાંધીજી અને બીજા ઘણા હિંદીઓ બહાદુરીથી જેલમહેલમાં ગયા. આખરે સરકાર નમી અને સમાધાન થયું. કેટલાકને સમાધાન ગમ્યું નહીં. મીર આલમને પણ ન ગમ્યું અને ગાંધીજી ઉપર તેને ગુસ્સો ચડ્યો. એ દેશમાં એક ઘણો જ ખરાબ અને અપમાનજનક કાયદો થયો હતો. આપણા લોકોએ બધાએ સરકારી પરવાના કઢાવવા અને તેમાં દશ આંગળાની છાપ આપવી. તે સાથે લઈને જ ફરવું; પરવાનો પાસે ન હોય તેને સજા થાય ! આવો તે કાયદો હતો. હિંદીઓએ એ કાયદા સામે સત્યાગ્રહ ઉપાડ્યો હતો. સમાધાની એવી થઈ કે જેની ખુશી હોય તે પરવાના કઢાવે. ન કઢાવવા હોય તેને ન કઢાવવાની છૂટ. સત્યાગ્રહની જીત થઈ. સરકારે ગાંધીજીને જેલમાંથી છોડી મૂક્યા. બીજા બધા સત્યાગ્રહીઓને પણ છોડ્યા પછી જીત ઊજવવા સભા ભરાઈ. સભામાં મીર આલમે ઊભા થઈને કહ્યું : ‘આમાં આપણી કઈ જીત થઈ ? પરવાના કઢાવવ...

રેડી ફોર એ ફ્લેશબેક - અમિતાભ બચ્ચનના અમુક પ્રસંગો

Image
અમિતાભ બચ્ચન સિર્ફ નામ હી કાફી હૈ...તેઓ કોઈ ભૂમિકા જ નહીં મિત્રતા પણ તેઓ એમ નિભાવી જાણે છે, સાત હિન્દુસ્તાની, અમિતની ફિલ્મ. જે રોલ તેમણે કર્યો તે રોલ પહેલાં ટીનુને કહ્યું, ‘ તમારે તો ડિરેક્ટર કે. એ. અબ્બાસ સાથે સારા સંબંધ છે. ભલામણ કરો ને.’ ટીનુએ અમિતનો એક ફોટો અબ્બાસને બતાવ્યો. વાત એમ હતી કે તેમને પોતાને તો ડિરેક્ટર જ બનવું હતું, સત્યજિત રાયની સંસ્થામાં તેમને એડમિશન પણ મળ્યું હતું. અને બસ અમિતને મળી ગયો ચાન્સ. ટીનું આનંદે કહ્યું કે ‘ એ રોલ કરીને હું અમિત ન બની જાત પરંતુ તેમણે કેવી દોસ્તી નિભાવી કે એબીસીએલની ફિલ્મો માટે મને ડિરેક્ટરશીપ ઓફર કરી અને અમે મેજરસાહબ સહિત ઘણી ફિલ્મો બનાવી પણ ખરી.’     શહેનશાહનું ઓડિયો આલ્બમ થવાનું હતું. ટીનું આનંદે થોડા પૈસાની વ્યવસ્થા કરીને સૂટ સિવડાવ્યો હતો. બચ્ચન બધું જાણે. પાર્ટી શરૂ થઈ અને તેઓ ટીનુને કામ છે તેમ કહી બહાર લઇ ગયા. અચાનક સ્વીમિંગપુલમાં ધક્કો મારી દીધો. ટીનુ તો ગુસ્સે થયા. અમિત કહે, ‘મારે ઘરે જઈ કપડાં બદલી આવ.’ પણ તેઓ ન ગયા. અંતે રાત્રે અમિતે પોતાની કાર મોકલી, ટીનુને બોલાવ્યા. તેમના માટે એક જોડી નવાં કપડાં સાંજથી ...

વિન્સટન ચર્ચિલ

Image
વિન્સટન ચર્ચિલ વિન્સટન ચર્ચિલ એ વખતે ઇંગ્લેન્ડનાં વડાપ્રધાન હતાં. તેમનાં એક અનન્ય સ્નેહીને ત્યાં ખૂબ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચિલ પણ આ પાર્ટીમાં હાજર હતાં. દેશનાં નામાંકિત મહાનુભાવો આ પાર્ટીમાં એકત્રિત થયેલાં. સૌ મોજમાં હતાં, આનંદમાં હતાં. પાર્ટીનાં આયોજક યજમાને ખાસ આ પાર્ટીમાટે એક અણમોલ ચાંદીનો સેટ ઉપયોગમાં લીધો હતો, જેની એક એક વસ્તુ આકર્ષક હતી.         હવે બન્યું એવું કે પાર્ટીમાં આવેલ તમામ મહેમાનોમાનાં એક સદ્દ્ગૃહસ્થને થયું, ચાંદીનાં સેટમાંથી એક પીસ કે ગમે તે એક વસ્તુ તો ગમે તેમ કરીને પણ રાખી લેવી કે સેરવી લેવી. તેમણે ધીરે રહીને એક ચાંદીનો ચમચો કોટનાં આગળનાં ખિસ્સામાં સેરવી દીધો. અચાનક ઘટના પર અને આ વ્યક્તિ પર પાર્ટીનાં આયોજક યજમાનની નજર પડી, ને તેમણે જોયું કે તેનાં મહેમાને શું કરેલું. ચમચો લેનાર સજ્જનને કંઇ કહી શકાય તેમ હતું નહીં, સાથોસાથ ચાંદીનાં મૂલ્યવાન સેટને પણ ખંડીત કરી શકાય તેમ હતો નહીં. આ ઉપરાંત ચમચા જેવા બાબત માટે આટલી મોટી પાર્ટીની મજા મરી જાય અને કંઇ અનર્થ સર્જાય એ પણ યજમાનને મંજૂર નહોતું. હવે કરવું શું. બરાબર...

વ્યવહારકુશળતા ની સમજ

Image
એક માલસામાનનું વહન કરતી કંપનીને મેનેજરની જરૂર હતી, ઇન્ટર્વ્યુ માટે ઘણાં લોકો આવ્યા હતાં, પરીક્ષા માટે એક સામાન્ય કાર્ય કરવાનું હતું. એક વજનદાર સોફાને રૂમના એક ખૂણામાંથી બીજા ખૂણામાં મૂકવાનો હતો. ઘણાં લોકોએ ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો, ઘણાંએ તેને એક તરફથી ઉઠાવીને ફેરવવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયાં, આખરે એક યુવાનને એ કામ કરવાનું કહેવાયું ત્યારે તેણે કહ્યું, ‘ત્રણેક જણને બોલાવી આપશો?’ અને તેને નોકરી મળી ગઈ… કારણ:-  ૧) કંપનીને મેનેજરની જરૂર હતી.  ૨) બધું કામ હુ એકલો કરી શકીશ એવો વધુ પડતો આત્મવિશ્વાસ કાર્યસફળતાની સૌથી મોટી બાધા છે.  ૩) પોતાની ક્ષમતાઓની પૂરી ખાતરી હોવી જરૂરી છે. અને છેલ્લે:- ફોજમાં એક પગે સહેજ ખોડંગાતા સૈનિકની તેના સાથીઓ મજાક ઉડાવી રહ્યા હતા. યુદ્ધમાં દુશ્મનની સામે બહાદુરીપૂર્વક લડીને પોતાના સાથીઓને બચાવવાની, સફળતાની ઉજાણી કરતા તેણે પોતાના કમાંડરને કહ્યું, ‘ભલે હું ખોડંગાતો રહ્યો, પણ હું અહીં લડવા માટે આવ્યો છું, રેસમાં દોડવા નહીં…’

સંબંધોમાં તિરાડ કેમ પડે છે?

Image
છા પામાં જાહેરાત છપાય છે : 'નીચેના ફોટાવાળા ભાઈ અમારા કહ્યામાં નથી. એમની સાથે કોઈ લેવડદેવડ કરવી નહિ. કરશો તો અમારી જવાબદારી રહેશે નહિ.’ નીચે સહી કરનાર કાં તો કુટુંબીજનો હોય છે અથવા જે તે વ્યક્તિ જ્યાં કામ કરતી હોય તેના માલિક અથવા શેઠ. અર્થાત ક્યારેક એકમેકની અત્યંત નિકટ રહેલાઓ વચ્ચે જ આવી જાહેરાતની સ્થિતિ સર્જાતી હોય છે. બંને જણ એકબીજાના અંગતથી પરિચિત હોય છે. ક્યારેક એકબીજાની જવાબદારી નક્કી થઈ હોય છે. આવા સંબંધોમાં તિરાડ પડે છે ત્યારે વાત ચર્ચાય છે. ચર્ચાનો વિષય બની જાય છે. સંશોધન થાય છે અને એ સવાલ કેન્દ્રમાં આવે છે કે વાંધો ક્યાં પડ્યો છે ? આ સવાલના જવાબમાં, સંશોધનકર્તાનું પોતાનું તાટસ્થ્ય જેટલું જળવાય એટલા જ સત્યની નજીક જઈ શકાતું હોય છે. પૂર્વગ્રહ સાથે શરૂ થયેલ સંશોધન જવાબ કે તારણને પુષ્ટિ આપે તેવાં જ કારણો એકઠાં કરે છે અને સત્ય ક્યાંક દૂર રહી જાય છે. સંઘર્ષનું શરૂઆતનું બિંદુ સંઘર્ષની ચરમસીમાને સમયે શોધી શકાતું નથી. ધુમાડા વચ્ચે અગ્નિનું ઉદ્દગમસ્થાન સંતાયેલું રહે છે. માત્ર અગ્નિનું પરિણામ નજર સામે બળેલા કાટમાળ રૂપે દેખાય છે. આ કાટમાળની મુલાકાત લેનારા ઘણા હોય છે...

કળશપૂજા કેમ ?

Image
કળશપૂજા કેમ ? આજથી બે સદી પહેલાંનો વિચાર કરીએ તો આપણો દેશ નાનાં ગામડાંઓ અને નાનાં નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત હતી. એ સમયે વાહનવ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતો હતો. આ કળશમાં તે તેનું જીવન ટકાવવામાં સૌથી મહત્વનો ફાળો આપનાર પાણી ભરી લાવતો. આમ કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો હતો અને આજે પણ તે તેના જીવનનું મહત્વનું અંગ છે. ભલે આજે ઘરે ઘરે પાણીના નળ આવી ગયા છતાંય તે પાણીને ભરી રાખવા માટે તો ઘડા-કળશની તો જરૂર પડે જ છે. યુગોથી જળ ભરેલા ઘડા-કળશને મનુષ્ય ખૂબ જ આદરપૂર્વક – પ્રેમપૂર્વક જોતો આવ્યો છે. તેને મન કળશ ભરપૂરતાનું અને પવિત્રતાનું પ્રતીક છે. આથી જ્યારે તે કોઈ શુભ કાર્ય – સારું કામ કરવા જઈ રહ્યો હોય છે ત્યારે સર્વપ્રથમ તે કળશન...

જાણો મર્સીડીઝની ના સાંભળી હોય એવી કહાણી

Image
વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગળ  વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી.  એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશે ! ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી.  અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે ફ...

વીર ભગતસિંહ

Image
છલકતો આત્મવિશ્વાસ એક દિવસ ભગતસિંહ અને તેમના પિતા લાહોરના બજારમાં ફરી રહ્યા હતા. બપોરનો સમય હતો. દુકાનો પર ખરીદી માટે લોકોની ભીડ હતી. પિતાપુત્ર ફરતા ફરતા અનારકલી નામથી ઓળખાતા બજારમાં જઈ પહોંચ્યા. પણ ભગતસિંહ તો પ્રથમથી જ તોફાની ! તેમણે ચાલવાને બદલે કૂદકા મારવા માંડ્યા. પિતાને આ ગમ્યું નહિ. પિતાએ કૂદકા મારતા ભગતસિંહને એક તમાચો માર્યો. બાદ પિતાએ પુત્રને કહ્યું : ‘ આટલો બધો શાનો ફૂલાયા કરે છે ? ખબર છે તને કે તું મારા નામથી શહેરમાં ઓળખાય છે ! લોકો તને નહિ, મને ઓળખે છે. એટલે તો તેઓ કહે છે કે તું ફલાણાનો પુત્ર છે. તારા નામથી તો તને શહેરનું કોઈ ઓળખતું નથી. પછી આટલો બધો ફાંકો તું મનમાં શાનો રાખે છે ?’ પિતાના શબ્દો ભગતસિંહના હૃદયમાં શૂળની જેમ ભોંકાઈ રહ્યા. પિતાના નામથી પુત્ર ઓળખાય તેમાં પુત્રની શી હોંશિયારી ? એમ બાળક ભગતસિંહના મનને થયું. તે ઘડીભર તો પિતાને કશો જવાબ આપી શક્યો નહિ. પણ બેચાર ક્ષણ પછી એ ગર્વીલા અને મહત્વાકાંક્ષી પુત્રે પિતાને જે જવાબ આપ્યો તે આત્મવિશ્વાસના એક રણકાર સમાન હતો. ભગતસિંહે પિતાને કહ્યું : ‘પિતાજી, ગુસ્તાખી માફ કરજો ! પણ…. એક દિવસ એવો જરૂર આવશે કે લોકો તમ...

યશોદા ફાઉન્ડેશન

Image
યશોદા એક ધોબણ, માત્ર પાંચ ચોપડી ભણેલી. દાદી માંદા પડતા શાળા છોડી દીધી અને પાછળથી તેમનું કામ પણ ઉપાડી લીધું. રાત-દિવસ એક જ કામ ! કપડાં ધોવા ઈસ્ત્રી કરવી અને ઘેર-ઘેર પહોંચાડવા. તેના કડક ઈસ્ત્રીવાળાં કપડાં પહેરી યુવાનો વટબંધ કૉલેજ જતા. સ્ત્રીઓ લગ્ન કે પાર્ટીઓમાં મહાલતી પણ એ બધું જોવાનો કે માણવાનો યશોદા પાસે સમય જ નહોતો. બસ કામ, કામને કામ ! નાનકડાં ઝૂપડાંમાં રહેતી યશોદા સમય વહેતાં એકલી પડી ગઈ. કામના બોજ હેઠળ લગ્ન કરવાનો વિચાર પણ ન આવ્યો. એકલો અટૂલો જીવ કામ કરતો રહ્યો. તેની જરૂરિયાતો બહુ ઓછી હતી તેથી વધારાનો પૈસો બૅંકમાં જમા થતો ગયો. ટીપે ટીપે સરોવર ભરાય તેમ 80 વર્ષની ઉંમરે ભેગી કરેલી પાઈ પાઈની કિંમત રૂ. 1 લાખ 50 હજાર જેટલી થઈ ગઈ. એકવાર બૅંકરે તેને પૂછ્યું : ‘આ પૈસાનું શું કરવું છે ?’ ‘આટલા બધા છે ? તેની જરૂર તો મને ક્યારેય પડવાની નથી.’ ધોબણે ભોળાભાવે કહ્યું. ‘તો તારી શું ઈચ્છા છે ?’ બૅંકરે પૂછ્યું, ‘તારા નામે કોઈ ભણે આગળ આવે તો તને ગમે ?’ ‘કેમ ના ગમે ? હું તો નિશાળે ના ગઈ, પણ કોઈ ગરીબ પણ હોંશિયાર હોય તે ભલેને ભણે… આગળ આવે…’ ‘તો અહીંથી પાસે જ વિદ્યાપીઠ છે તેને દાન આપીશ તો ...

માનસી પ્રસાદ

Image
આજની વાત પૈસા કરતાં સંગીતને વધુ વહાલું ગણતી એક યુવતીની અજોડ વાત છે કે જેણે સંગીતના શોખ માટે અમેરિકન બેન્કની 1 કરોડ રૂપિયાના પગારની નોકરીની ઑફર ફગાવી દીધી છે. બૅંગલોરની ઈન્સિટટ્યૂટ ઑફ મેનેજમેન્ટની વિદ્યાર્થીની 25 વર્ષીય માનસી પ્રસાદે ન્યૂયોર્કમાં ઈન્ટર્નશીપ કર્યા બાદ તેને અમેરિકન ગોલ્ડમેન સાસની રૂપિયા એક કરોડના પગારની નોકરીની ઑફર થઈ હતી પરંતુ માનસીના મનમાં કંઈક બીજું જ હતું. તેણે એ ઑફરને ફગાવી દીધી અને કહ્યું કે પોતે બૅંગલોરમાં જ નોકરી કરી રહેવા માંગે છે, કે જેથી પોતે નોકરીની સાથે સાથે કર્ણાટકી સંગીત અને ભરતનાટ્યમ શીખી શકે. સંગીત ક્ષેત્રે માનસીની પ્રથમ ગુરૂ તેની માતા તારાપ્રસાદ હતી. હાલમાં માનસી સ્થાનિક સંગીતકાર ગુરૂ પાસે તાલીમ લઈ રહી છે. તે કહે છે કે, પોતે ચાર વર્ષની નાની વયથી જ સંગીત પ્રત્યે આકર્ષાયેલી હતી અને ઘણી સિદ્ધિઓ મેળવેલી છે. માનસીના અત્યાર સુધીમાં 10 મ્યુઝિક આલ્બમ પ્રકાશિત થયાં છે. તાજેતરમાં મીરામાધુરી આલ્બમ પ્રસિદ્ધ થયેલ છે. માનસીએ ભારત તેમજ સિંગાપુર, અમેરિકા અને યુરોપમાં સંગીત અને નૃત્યના કાર્યક્રમો આપેલાં છે. એક અખબારને આપેલી મુલાકાતમાં માનસીએ કહ્યું હતું કે,...

સ્મોલ મિરેકલ્સ

થોડાક વર્ષો પહેલા અમેરિકાના ‘એડમ્સ મિડિયા કૉર્પોરેશન’ દ્વારા પ્રકાશિત અને બે લેખિકાઓ યિટ્ટા હલ્બરસ્ટામ અને જુડિથ લેવેન્થેલ દ્વારા લિખિત ‘સ્મોલ મિરેકલ્સ’ નામના પુસ્તકે ખાસ્સી ધૂમ મચાવી હતી. આ પુસ્તકમાં લોકોના જિવાતા જીવનમાં બનેલી બિલકુલ સાચુકલા ચમત્કારોની વાત છે. આવા નાના નાના ચમત્કારો જગતના અસ્તિત્વના ગૂઢ અર્થને પ્રકટ કરે છે. આ પુસ્તકની પ્રસ્તાવના ડૉ. બર્ની સીગલે લખી છે. તેઓ લખે છે કે વાસ્તવમાં કોઈ ઘટના અમસ્તી નથી બનતી, તે તો પ્રભુના સર્જન અને આપણા પ્રતિભાવનો હિસ્સો જ હોય છે. આ પુસ્તકની લેખિકાઓ કહે છે કે ‘જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે આપણને પ્રભુની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે. પ્રભુનો ન દેખાતો હાથ સતત આપણને દોરે છે.’ ‘સ્મૉલ મિરેકલ્સ’ ના તો એ પછી બે ભાગો પણ પ્રકાશિત થયા. અત્રે એ પુસ્તકમાંથી પ્રેમના ચમત્કારને પ્રતિપાદન કરતો એક પ્રસંગ પ્રસ્તુત છે.  આ વાર્તા છે બીજા વિશ્વયુદ્ધના સમયની. હિટલરના નાઝીવાદે યુરોપ પર ભરડો લીધો હતો. હિટલરના પાગલ અને ઝનૂની દિમાગે ચોમેર હિંસાનું તાંડવ ખેલ્યું હતું. તેણે લાખો યહૂદીઓની કતલ કરી હતી. લાખો યુદ્ધકેદીઓ જર્મન કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં મોતની જિંદગી જીવી...

હિટલર અને મેજર ધ્યાનચંદ

Image
આજે તમને 1936 બર્લિન ઓલમ્પિકનો એ પ્રખ્યાત પ્રસંગ રજુ કરું છું જેના કારણે ધ્યાનચંદનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયુ છે. હિટલરને ધ્યાનચંદની રમત જોઇ તેને કર્નલ બનાવવાની ઓફર કરી હતી. જો કે ધ્યાનચંદનો જવાબ સાંભળી હિટલર પણ પાછો પડ્યો હતો. ફાઇનલ પહેલા ભારતીય ટીમે ખાધી કસમ - 1936ની ઓલિમ્પિક ટૂર્નામેન્ટ જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરના શહેર બર્લિનમાં યોજાઇ હતી. ભારત ફાઇનલમાં જર્મની સામે ટકરાવવાનું હતુ. -  આ મેચ જોવા માટે તાનાશાહ એડોલ્ફ હિટલર પણ આવવાનો હતો. જેને કારણે ભારતીય ટીમ ગભરાયેલી હતી. ડ્રેસિંગ રૂમમાં ગભરાયેલી ટીમ સામે ટીમના મેનેજર પંકજ ગુપ્તાએ ગુલામ ભારતમાં આઝાદીનો સંઘર્ષ કરતા તિરંગાને પોતાની બેગમાંથી કાઢ્યો અને ધ્યાનચંદ સહિત દરેક ખેલાડીને તે સમયે તિરંગાની કસમ ખવડાવી કે હિટલરની હાજરીમાં ગભરાવવાનું નથી. - ભારતીય હોકી ટીમે તિરંગાને લહેરાવ્યો અને જર્મનીની ટીમ વિરૂદ્ધ મેદાનમાં ઉતરી. હિટલર તે સમયે મેદાનમાં હાજર હતો. પ્રથમ હાફમાં જ હિટલરે મેદાન છોડ્યુ - ફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો જર્મની સામે હતો. હાફ ટાઇમ સુધી ભારતે જર્મની સામે 2 ગોલ ફટકારી દીધા હતા.  - મ...