Posts

Showing posts from 2016

જુલિયન એફ. ડેટમેર ની ધીરજ અને વેપારકુશળતા

જુલિયન એફ. ડેટમેર જુલિયન એફ ડેટમેરે ડેટમેર વુલન કંપની ની સ્થાપના કરી અને તે દરજી ના વ્યાપાર માં ગરમ કપડાંની સૌથી મોટી વિતરક કંપની બની. આ ડેટમેર ની વાતોમાંની એક છે: "વર્ષી પહેલાં, એક સવારે એક ગુસ્સે થયેલ ગ્રાહક મારી ઓફિસમાં ધસી આવ્યો. તેણે અમને 15 ડોલર્સ આપવાનાં હતાં. તેણે તેનો ઇન્કાર કર્યો, પરંતુ અમે જાણતા હતા કે એ જુઠ્ઠો હતો. આથી અમારા ક્રેડિટ ડિપાર્ટમેન્ટે તેને નિયમિત યાદ કરવાનું શરૂ કર્યું. અસંખ્ય વખત યાદ દેવડાવ્યા બાદ તે એમ કહેવા માટે મારી શિકાગોની ઓફિસમાં આવ્યો કે તે માત્ર બિલ જ નહોતો ચૂકવવાનો પણ ભવિષ્યમાં ક્યારેય ડેટમેર  વુલન કંપનીમાંથી એક ડોલરનો પણ માલ ખરીદવાનો નહોતો." "તેને જે કહેવાનું હતું તે બધું જ મેં  ધૈર્ય પૂર્વક સાંભળ્યું. મને વચ્ચે બોલવાની લાલચ થઈ પણ મને લાગ્યું કે તે ખરાબ રીત બનશે, આથી મેં તેને પોતાને જ બોલવા દીધો. છેવટે જ્યારે તેનો ઉભરો શમ્યો, ત્યારે મેં શાંતિ અને ધીરજપૂર્વક કહ્યું:" " આના વિશે તમે કહેવા છેક શિકાગો આવ્યાતે માટે હું તમારો આભારી છું. તમે મારા પર ઘણો જ ઉપકાર કર્યો છે કારણકે જો અમારા ક્રેડિટ ડિપાર્ટમેન્ટે તમને પ...

સ્વ-નિયંત્રણ

Image
સ્વ-નિયંત્રણ  એક ઉડાન પર (ફ્લાઈટમાં) ભોજન પીરસવામાં આવ્યું. એક સ્ત્રીએ પહેલું કામ ચોકલેટ કેક ના સ્વાદિષ્ટ ટુકડા પર ખુબ જ મીઠું અને મરી છાંટવાનું કર્યું. તેની આવી વિચિત્ર હરકત જોઈને ઉડાન સહાયકે (ફ્લાઇટ એટેન્ડટ) ટિપ્પણી કરી કે "એમ કરવું જરૂરી નહોતું. તમારે એ એમ જ ખાવું જોઈએ."  " ઓહ , પણ એ બહુજ જરૂરી છે!!" મહિલાએ સ્મિત સાથે જવાબ આપ્યો અને આગળ કહ્યું , " તે મને એ ખાવાથી દૂર રાખશે! "

સર આઇઝેક ન્યુટન

Image
સર આઇઝેક ન્યુટન  (25.12.1642-20.03.1726/7) આઇઝેક ન્યુટનને નજીકના મિત્રએ રાત્રિભોજ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યુટન તે સ્થળે મોડા પહોંચ્યા અને પોતાના આગમનની કોઈને જાણ કર્યા વગર દીવાનખંડ માં જઈને બેસી ગયા. થોડો સમય રાહ જોયા પછી, તેમના મિત્રએ ગણી લીધું કે ન્યુટન ક્યાંક અટવાયા હશે અને તેમણે ધારી લીધું કે ન્યુટન નહોતા આવવાના, આથી તેમણે જમી લીધું અને સુઈ ગયા. ન્યુટન, મહત્વની વૈજ્ઞાનિક બાબતોમાં સંપૂર્ણ ડૂબી જઈને ખાવાનું અને સુવાનું બંને ભૂલી જઈને, આખી રાત દીવાનખંડમાં બેસી રહ્યા. બીજી સવારે તેમના યજમાને તેમેને દીવાનખંડમાં બેઠેલા જોયા. સ્વાભાવિક રીતે અસ્વસ્થ થયેલા યજમાનને જોઈને ન્યુટને તેમની માફી માંગી. ખરેખર, એકાગ્રતા એ દરેક પ્રખર બુદ્ધિશાળીનો હોલમાર્ક છે.

ચાર્લ્સ સ્ટેઇનમેટઝ

Image
ચાર્લ્સ સ્ટેઇનમેટઝ, મહાન ઇલેકટ્રીકલ સંશોધક  (09.04.1865-26.10.1923)  એક ઇલેક્ટ્રિકલ જાદુગર અને સંશોધક તરીકે પ્રખ્યાત,  ચાર્લ્સ સ્ટેઇનમેટઝ જનરલ ઈલકટ્રીક માટે કામ કરતા હતા. તેઓ એક રૂઢ સિગારેટ પીનાર હતા. (ચેઇન સ્મોકર) આ આદતથી પ્રભાવિત થયા વગર સ્ટેઇનમેટઝના કારખાના ના મેનેજરે કાર્યસ્થળે  સિગારેટ પીવાની મનાઈ ફરમાન કરતો નિયમ દાખલ કરવાનું નક્કી કર્યું. આને લગતી નોટિસો કારખાને ઠેર ઠેર લગાડી દેવાઈ. સ્ટેઇનમેટઝે નવા નિયમને અવગણ્યો અને ધુમર્પાન (સ્મોકિંગ) ચાલુ રાખ્યું. એક દિવસ એક અધિકારીએ તે નિયમથી અવગત હતા કે નહિ તે પૂછ્યું. સ્ટેઇનમેટઝે જવાબ ના આપ્યો પરંતુ તેના પર ઠંડી નજર જરૂર નાખી. પછીના બે દિવસ સ્ટેઇનમેટઝ ઓફિસ ના આવ્યા. અને કેટલાક અતિ મહત્વના તથા પેચીદા કાર્યો ધ્યાન અપાયા વગરના બાકી રહ્યા. કામમાં તેમની હાજરી અનિવાર્ય હતી. સત્તાધારી અને મેનેજર તેમની શોધમાં ગયા. છેવટે, બફેલો શહેરમાં એક હોટેલની લોબીમાં તેઓ સિગાર ફૂંકતા  મળ્યા. " આખી કંપની તમને શોધે છે, સ્ટેઇનમેટઝ! તમે કેમ અહીં છો? શું કારણ છે કે તમે આ રીતે અવિધિસર કામ છોડી અહીં બેઠા છો ?" ...

બેર્ટેલ થોરવાલ્ડ્સન

Image
બેર્ટેલ થોરવાલ્ડ્સન,  ડેનિશ શિલ્પકાર  (19.11.1770-24.03.1844) પ્રખ્યાત ડેનિશ શિલ્પી, થોરવાલ્ડ્સનએ ક્યારેય પોતાની કલા ની ખ્યાતિ ના ગૌરવ પર આધાર કે અભિમાન નહોતું રાખ્યું. જયારે તેને પૂછવામાં આવ્યું કે, " તમે તમારા કયા શિલ્પને સૌથી મહાન ગણો છો?"  થોરવાલ્ડ્સને જવાબ આપ્યો, " મારુ હવે પછી નું !!!!" (ખુદના જ તમે પ્રતિસ્પર્ધી બનો. આ એ વલણ છે જે બધા મહાન માણસો તેમના જીવનમાં અપનાવે છે. તમારે એકધારા અને સતતપણે તમારા પોતાના કાર્યને સુધારવું અને તેનાથી આગળ નીકળી જવું જોઈએ.)

અબ્રાહમ લિંકન

Image
અબ્રાહમ લિંકન  અબ્રાહમ લિંકનના હાથ નીચેનો એક સેક્રેટરી સ્ટેન્ટન ગુસ્સાથી આગ બબુલા હતો કારણકે એક અધિકારી આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયો હતો. અધિકારીએ ઇરાદાપૂર્વક આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું કે તેના આદેશનું પાલન કરવામાં એ નિષ્ફળ ગયો હતો તે અપ્રસ્તુત હતું. સ્ટેન્ટનની નજરે આ ભૂલ અક્ષમ્ય હતી. તેણે કહ્યું, "મને લાગે છે કે મારે બેસીને એ માણસને બરાબરનો ઠપકો આપવો પડશે." લિંકને કહ્યું, " એમ કર, તારા મન પર જે છે તે હમણાં જ લખી નાખ અને લખાણ ને એકદમ ધારદાર બનાવજે. એને ઉભો ને ઉભો વેતરી નખાય એવું જ લખજે !" સ્ટેન્ટન તત્પરતા સાથે લિંકનની સલાહને અનુસર્યો. તેણે એક ધારદાર અને અતિશય નિખાલસપણે ઠપકો લખ્યો અને લિંકનને વાંચી સંભાળવ્યો.  લિંકને કહ્યું, " બરાબર છે, સરસ લખ્યું છે!" "આને હું કોના દ્વારા મોકલાવું?", સ્ટેન્ટને વિચાર પ્રસ્તુત કર્યો. " મોકલવો???!!!, શા માટે ??" લિંકને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, " તે મોકલ જ નહીં!!, એને ફાડી નાખ હવે. તે આ વિષય માંથી તારા મનને મુક્ત કર્યું છે અને એ જ જરૂરી પણ હતું. તારે ક્યારેય આવો પ...

લુડોવિકો એન્ટોનિયો મુરાટોરી

Image
લુડોવિકો એન્ટોનિયો મુરાટોરી (૨૧.૧૦.૧૬૭૨ - ૨૩.૦૧.૧૭૫૦) ઈટાલીના વિગ્નોલા ની એક શાળામાં એક શિક્ષક પોતે જે ભણાવતા હતાં તેમાં સંપુર્ણ ડૂબી ગયા હતાં. જો કે, તેમનાં પર ધ્યાન આવ્યુ કે તેમનાં કેટલાંક વિદ્યાર્થીઓ સતતપણે બારીની બહાર જોતાં હતાં. પહેલા તો શિક્ષકને લાગ્યું કે તેં બાલિશ કુતુહલ હશે પણ જ્યારે આ ખલેલ લાંબો સમય ચાલુ રહી ત્યારે શિક્ષકે પોતે જઇને બારી પાસે જોવાનું નક્કી કર્યું. તેઓ બારી નીચે ઊભેલા ચિંથરેહાલ અને ઠંડીમાં થરથરતાં એક નવ વર્ષના છોકરાને જોઈને આઘાત પામી ગયા. શિક્ષકે વર્ગને ખલેલ પહોંચાડવા બદલ તેનાં પર રાડો પાડી. બિચારો છોકરો રડી પડ્યો. તેણે કહ્યુ, "મેં કઈં જ ખોટું નથી કર્યું, હું અહી તમે જે શીખવો છો તેં દૂરથી સાંભળવા અને સ્ટોર પર જતા પહેલા કાંઇક નવું શીખવા માટે ઉભો હતો. જો તમે મને અહી ના ઇચ્છતા હોવ તો હું પાછો નહીં આવુ." " તું શાળાએ કેમ નથી આવતો તો? " " મારી પાસે ભણવાના પૈસા નથી...! ", છોકરાએ કહ્યુ. "જો તુ ભણવા વિશે ખરેખર ગંભીર છે કે નહીં તેં મને જોવા દે. મેં ગઇકાલે અને તેની પહેલાંના દિવસે જે વિષયો સમજાવ્યા હતાં તેનાં...

ગણેશ ચતુર્થી નું મહત્વ

Image
ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિધ્ધી સિદ્ધિ સાથે કૈલાસ જઇ રહ્યાં હતાં. આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈને ચંદ્ર હસવા લાગ્યો. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળમટોળ દેહ જોઈને ચંદ્ર તેમની ઠેકડી ઉડાડવા લાગ્યો. ચંદ્ર બોલ્યો: " કેમ ગણેશજી, આજે બ્રહ્મદેવ એ તમને ભૂખ્યા જ કાઢ્યા કે શુ? જુઓને, તમારુ પેટ તૌ દેખાતું જ નથી ??!!" છતાં ગણેશજી કાંઇ બોલ્યા નહીં. એ ધીમા પગલે ચાલતા જ રહ્યાં. એટ્લે વળી પાછો ચંદ્ર બોલ્યો, " આમ ધીમે પગલે કૈલાસ પર કયારે પહોંચશો ? વાહન જોઇયે તૌ લેતા જાઓ !!" છતાં ગણેશજી એ પાછું વાળીને જોયું પણ નહીં અને ધીમા પગલે ચાલતા જ રહ્યાં. પણ ફરીથી " શુ રુપ ઘડ્યું છે, વાહ! " એમ કહીને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો. અત્યાર સુધી ચુપ રહેલ ગણેશજી ચંદ્ર નું અભિમાન અને મશ્કરી હવે સહન ના કરી શક્યા. તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયાં, અને શાપ આપતાં બોલ્યા:" ચંદ્ર, તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે ને?, તેં આજે મારી ઠેકડી કરીને મને ઉશ્કેર્યો છે આથી મારો તને શાપ છે કે આજના દિવસે એટલેકે ભાદરવા સુદ ચોથ ને દિવસે કોઈ તારી સામે જોશે નહીં.અને જો કોઈ ભૂલ...

" ગુર્જીએફ " -- ક્રોધ

ગુર્જીએફ ગુર્જીએફ એક મહાન તત્વચિંતક હતાં જગતભરમાં જાણીતા થયાં હતાં. તેઓ જ્યારે યુવાન હતાં ત્યારે ખૂબ જ સંઘર્ષ માં હતાં અને કોઈ તેમને વિશેષ ઓળખતું પણ નહોતું. તેમનાં પિતા ઘણાં બુદ્ધિશાળી હતાં. જ્યારે તેઓ મરણ પથારી એ હતાં ત્યારે તેમણે પોતાના પુત્રને બોલાવીને કહ્યુ, " બેટા, હુ ગરીબ છું. તારા માટે કશી મૂડી મુકી જતો નથી. મારી પાસે તને આપવા યોગ્ય કોઈ વસ્તુ નથી. પરંતું મારા પિતાએ મને જે આપ્યું હતુ તેં હુ તને પણ આપતો જાઉં છું,  જીવનભર તુ એને સાચવજે અને નિભાવવજે. " પુત્ર ગુર્જીએફએ જિજ્ઞાસા થી પુછ્યું, " એ શુ છે તેં કહો !! " પિતાએ કહ્યુ, " ક્રોધ પર કાબુ!! બેટા, તુ હંમેશા ક્રોધ પર કાબુ રાખજે. તને જ્યારે ક્રોધ આવે ત્યારે ચોવીસ કલાક પછી જ એનો જે જવાબ આપવો હોય તેં આપજે. તેં પહેલા ક્રોધ કરતો નહીં. " પછી તેમણે શાંત ચિત્તે કહ્યુ, " બસ, આ જ મારી મોટી મૂડી છે, તેને હુ તને આપુ છું. મને મળેલી આ મૂડી મેં સાચવીને રાખી છે તુ પણ સાચવીને રાખજે !!" ગુર્જીએફએ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો, અપમાન સહન કર્યું....ગુસ્સો આવે ત્યારે ચોવીસ કલાક પછી જવાબ આપીશ એમ ...

સફળતા- જ્યોર્જ બર્નાર્ડ શો

જ્યોર્જ બર્નાર્ડ શો સમગ્ર વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શો નું નામ આગળની હરોળમાં છે. એમની જીવન-આત્મકથા વાંચવા જેવી છે. જો વાંચીએ તૌ તેમનાં જીવન સંઘર્ષના પ્રસંગો વાંચીને આંખો ભીની થઈ જાય. આર્થિક વિટંબણા મા તેમની યુવાની વીતી હતી. તેમણે જીવન જીવવા પ્રતિકૂળ સંજોગો સામે ભીષણ જંગ ખેલ્યો હતો. ઘણા વર્ષો સુધી તેઓ નાટકો લખતા રહ્યાં, પરંતું તેમને એકેય પૈસો મળતો નહીં...! એવાં સંઘર્ષમાં તેઓ નાટકો લખતાં જ રહ્યાં, બસ લખતાં જ રહ્યાં....અને છેવટે વિશ્વના મહાન નાટ્યકાર તરીકે જાણીતા અને માનીતા થયાં...! એક જિજ્ઞાસુ માણસે તેમને એક દિવસ એક સમારંભમાં પ્રશ્ન પૂછયો: "આપ વિશ્વના મહાન નાટ્યકાર કેવી રીતે બની શક્યા?" સફળતાનું સાચું રહસ્ય તેમનાં ઉત્તરમાંથી પ્રાપ્ત થાય છે. એમનો ઉત્તર હતો, " હુ દસ કામ કરતો હતો પરંતું તેમાંથી મને એકમાં જ સફળતા મળતી હતી! મારે સો ટકા સફળતા જોઈતી હતી, એટ્લે મેં મારા કાર્યોમાં દસ ગણો વધારો કરી દીધો!! પરિશ્રમ દસ ગણો થવાથી સફળતા શાને ન મળે???!!! "

"મોબાઈલ અને માણસ"

૧. હમણાં થોડા દિવસ પહેલાં સુરતની તાજ હોટલમાં રોકાવાનું થયું. તેમાં લંચ અને ડીનર લેતી વખતે એક વાત ઉડીને આંખે વળગે તેવી હતી. અડધો અડધ ટેબલ્સ પર પાશ્ચાત્ય વિદેશીઓ, બાકીના ટેબલ્સ પર આપણા સ્વદેશીઓ અને લાઇવ મ્યુઝિક. ખોરાક માણવાની મઝા આવે તેવું સો ટચનું વાતાવરણ, એમાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે આપણા લોકોનું એક પણ ટેબલ એવું નહતું કે જેમાં એક કે તેથી વધુ વ્યક્તિઓ તેમના મોબાઇલમાં વ્યસ્ત ન હોય...! કો'ક સામેવાળાને તેના મોબાઇલ સાથે મૂકીને પોતે ફોન પર લટકેલું. કો'ક મફત વાઇફાઇનો લાભ લેવામાં વ્યસ્ત, વળી કેટલાક લાઇવ મ્યુઝીક વગાડનાર બેન્ડ બેકગ્રાઉન્ડમાં આવે તે રીતે સેલ્ફી એડજેસ્ટ કરવાની મથામણમાં, તો અમુક પોતાની ડીશમાં લીધેલી વાનગીઓનો ફોટો પાડવામાં અટવાયેલા અને કેટલાક મોબાઇલ ઉપર ગેમ રમવામાં - એ પણ સાઉન્ડ ઓન સાથે !  જ્યારે એક પણ વિદેશી એવો જોવા ન મળ્યો કે જે તેના ફોનમાં વ્યસ્ત હોવાની તો વાત જવા દો એનો મોબાઇલ પણ ટેબલ પર હોય ! આપણે તો ગ્રુપમાં હતા પણ વિદેશીઓ પૈકી ઘણા તો એકલા હતા અને તેમ છતાં'ય મોબાઇલ સાથે નહતા ! જ્યાં બે હતાં ત્યાં બંને એકબીજા સાથેની વાતોમાં મશગૂલ હતા અને જે એ...

પીઝઝા ના એ આઠ ટુકડા..........

પીઝઝા ના એ આઠ ટુકડા.......... ઘણા સમય પહેલા હિન્દી માં વાંચેલી એક પોસ્ટ આપની સમક્ષ અહી રજુ કરું છુ. સારી લાગે તો અચૂક શેર કરજો પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે... પતિ: કેમ??? પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ?? પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે? પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે. પતિ: વાહ...અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં??? ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું. પતિ:કેમ રહી રજા? કામવાળી: બહુ સારી રહી સાહેબ...દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને...તહેવાર નું બોનસ પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લ...

રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન

Image
" સર, આપનું જ્ઞાન અગાધ છે. અહીં હિન્દુસ્તાનમાં આપની કોઈ જ કદર નહિ થાય. આપના જેટલું જ્ઞાન ધરાવતી વ્યક્તિ યુરોપમાં તો ખુબ જ આદર અને પ્રસિદ્ધિ પામે. આપ અહીં નકામા સમય વેડફી રહ્યા છો.", એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કોલેજકાળના પોતાના પ્રાધ્યાપકની પ્રશંશા કરતા કહ્યું. એ ભૂતપૂર્વ વિદ્યાર્થી અત્યારે ખુબ મોટો આઈ.સી.એસ. અમલદાર બની ગયો હતો. "ભાઈ, આપણા હિન્દુસ્તાનમાં શાની ખોટ છે? મને પરદેશનો બિલકુલ મોહ નથી.", પ્રાધ્યાપકે વળતા કહ્યું. "આપને ભલે મોહ ના હોય, પણ આપશ્રીની પ્રગતિમાં રસ મારા જેવા આપના ભૂતપૂર્વ વિદ્યાર્થીને તો હોય જ ને ! કેમ્બ્રિજ કે ઓક્સફર્ડની ડિગ્રી લઈને અહીં આવશો એટલે તમારા માનપાન અત્યારે છે એના કરતા અનેક ગણા વધી જશે." આ વાત અંગ્રેજોનું હિન્દુસ્તાન પર શાસન ચાલતું હતું એ સમયની છે. ત્યારે વિદેશનું આકર્ષણ ખુબ હતું. એ પ્રાધ્યાપકે ખુમારીપૂર્વક જવાબ આપતા કહ્યું: " ભાઈ, મેં અહીં હિન્દુસ્તાનમાં જ રહીને વિદ્યાભ્યાસ કર્યો છે. જે કઈ જ્ઞાન ની તમે પ્રશંશા કરો છો એ મને આ દેશે જ આપ્યું છે. મારા પર મારા દેશનું ઋણ છે, એ કઈ કેમ્બ્રિજ કરતા લગીરેય ઉતરતો નથી. ...

" દીકરી "

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતારી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા. એકદિવસ છોકરીના સાસરિયાં વાળાએ  વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા. દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી. ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખુબ સાવચેતી રાખવાનું કહેલું અને ખંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી. ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરની અને ઈલાયચી નાંખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે ? બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા,  ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.  છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધી ખબર કેમ પડી? જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગર ના રહી શક્યા ...

"બા"

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, " ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. મોટાભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી...." હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, " મોટાભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? " પતિએ હળવેથી કહ્યુ, " હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? " પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, " તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ." બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને...

મોબાઈલ અને જીવનનું સામ્ય!

Image
એક યુવાન જીવનથી ખુબ કંટાળેલો હતો. સુખ સુવિધાના તમામ સાધનો હોવા છતા પણ નિરાશા અને હતાશા એને સતત પરેશાન કરી રહી હતી.ફેસબુક પર હજારો ફ્રેન્ડસ હોવા છતા એને એકલતા કોરી ખાતી હતી. એકદિવસ એ કોઇ વિદ્વાન માણસને મળવા ગયો અને પોતાના જીવનની બધા પ્રશ્નો આ વિદ્વાન માણસ પાસે રજુ કરીને નિરાશા-હતાશાને દુર કરવાનો ઉપાય બતાવવા માટે વિનંતી કરી. વિદ્વાન માણસે કહ્યુ, " ભાઇ તારી સમસ્યાઓનો ઉકેલ તારી પોતાની પાસે જ છે અને તું ઉપાય જાણવા માટે ભટકી રહ્યો છે." પેલા યુવાને વિદ્વાનને પ્રશ્ન કર્યો , " એ વળી કેવી રીતે ?" વિદ્વાને કહ્યુ , " તમે મોબાઇલનો ઉપયોગ કરો છો કે નહી?" સામે તુરંત જ જવાબ મળ્યો , " અરે મોબાઇલ વગર કેવી રીતે જીવી શકાય ! હું એક નહી ત્રણ-ત્રણ મોબાઇલ રાખુ છું" વિદ્વાને વાતને આગળ વધારતા કહ્યુ , " આ તમારા મોબાઇલમાં કોઇના મેસેજ આવે તો પછી તમે શું કરો ? એ બધા જ મેસેજને સાચવીને રાખો ખરા?" યુવાને કહ્યુ, " ના મહારાજ, બધા મેસેજ સાચવીને રાખીએ તો મોબાઇલ કામ કરતો બંધ થઇ જાય અને આમ પણ બધા જ મેસેજ કંઇ કામના નથી હોતા. અમુક તો સાવ ફાલતુ હોય એને તો...

જૂલિયો ઇગ્લેસિયસનું દ્રઢ મનોબળ

Image
જૂલિયો ઇગ્લેસિયસ (જન્મ: 23-09-1943) સ્પેનની રાજધાની મેડ્રીડમાં તા. 23મી સપ્ટેમ્બર 1943ના રોજ જન્મેલો એક બાળક નાનપણથી ફુટબોલના ખેલાડી બનવાનું સપનું જોતો હતો.જ્યારથી સમજતો થયો ત્યારથી એણે પોતાની જાતને ફુટબોલ માટે સમર્પિત કરી. સ્પેનને પણ આ છોકરામાં ફુટબોલની રાષ્ટ્રીય ટીમ માટેનો એક શ્રેષ્ઠ ખેલાડી દેખાતો હતો. કિશોરાવસ્થામાં જ એણે સ્પેનની ફુટબોલ ટીમમાં સ્થાન મેળવી લીધુ અને થોડા સમયમાં એ સ્પેનનો નંબર - 1 ગોલકીપર પણ બની ગયો. 1963ના વર્ષમાં મિત્રો સાથે બહાર ફરવા માટે ગયેલા આ યુવાનની કારનો અકસ્માત થયો અને એની કમરનો નીચેનો ભાગ કામ કરતો બંધ થઇ ગયો. બે વર્ષ સુધી તે ચાલી શકે એવી સ્થિતીમાં પણ નહોતો. 18 મહીના સુધી તો પથારીવશ રહ્યો. આ સમયગાળા દરમ્યાન શરુઆતમાં એ ખુબ નિરાશ થઇ ગયો. પોતાના સપનાને રોળાતુ જોઇને એ ખુબ દુ:ખી થયો. તેની સેવામાં રહેલી નર્સે ઉદાસ યુવાનના જીવનમાં નવા રંગો પુરવા માટે એક ગીટાર ભેટમાં આપી. આખો દિવસ પથારીમાં બેસીને કંટાળેલા આ યુવાને ગીટાર વગાડવાનું શરુ કર્યુ. ધીમે ધીમે ગીટાર વગાડવામાં એ નિપૂણ બની ગયો. હવે તો એ ગીતો પણ લખવા લાગ્યો. પોતે જ લખે , પોતે જ વગાડે અને...

સાચી સમજ

Image
એક કોલેજીયન છોકરી એની બહેનપણીઓ સાથે પીકનીક પર જઇ રહી હતી. છોકરીના પિતાએ પીકનીક પર જઇ રહેલી દીકરીને કહ્યુ, " બેટા, રાત્રે સમયસર પાછી આવી જજે." છોકરીને પપ્પાની આ વાત સહેજ ખટકી એટલે એણે એના પપ્પાને કહ્યુ, " પપ્પા, હું ક્યાંય પણ બહાર જાવ ત્યારે જાત-જાતની સુચનાઓ મને જ કેમ આપવામાં આવે છે ? ભાઇ જ્યારે બહાર જાય ત્યારે એને તો કોઇ સુચના આપવામાં નથી આવતી ! " પિતાએ દિકરીના માથા પર હાથ ફેરવીને કહ્યુ, " બેટા, તારી મનોવેદના હું સમજુ છું, તું પણ મારી વેદનાને સમજવા માટેનો પ્રયાસ કર. " પિતા દિકરીનો હાથ પકડીને શેરીમાં લાવ્યા. જીઇબી વાળાનું કંઇક કામ ચાલતું હતું એટલે લોખંડની ઘણી વસ્તુઓ ત્યાં કેટલાક દિવસથી પડી હતી. પિતાએ દિકરીને આ વસ્તુઓ બતાવીને કહ્યુ, " બેટા, તને ખબર છે આ વસ્તુઓ ઘણા દિવસથી બહાર એમ જ પડી છે." છોકરીએ તુરંત જ જવાબ આપ્યો, " હા પપ્પા મને ખબર છે. " પિતાએ દિકરીને કહ્યુ, " બેટા, આ જીઇબી વાળા લોખંડને એમ જ મુકીને જતા રહ્યા છે એના પર જો ખરોચ પડે તો ? " દિકરીએ હસતા હસતા કહ્યુ, " અરે પપ્પા, લોખંડ પર ખરોચ પડે તો એનાથી એના મ...

શિક્ષિકા હંસાબેન માઢક

Image
એક શાળામાં શિક્ષકની વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને વિદ્યાર્થીઓના વહાલા બહેન આજે વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા હતા. શાળાના આચાર્ય, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યનિષ્ઠ શિક્ષકને વિદાય આપવા માટે શાળાના મેદાનમાં ભેગા થયા હતા. નિવૃતિ લઇ રહેલા શિક્ષિકાની સેવાઓ યાદ કરીને બધા પ્રવચનો કરી રહ્યા હતા અને નિવૃતિ જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા હતા. પ્રવચનો પુરા થયા એટલે શાળાના આચાર્ય તથા સૌ શિક્ષકોએ સાથે મળીને આ શિક્ષિકા બહેનને શાલ, શ્રીફળ અને સાકરનો   પળો આપ્યો. કેટલાક શિક્ષકો એમના માટે ગીફ્ટ લાવ્યા હતા એ ગીફ્ટ પણ આપવામાં આવી. સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક છોકરી ઉભી થઇ અને શરમાતા શરમાતા બોલી, " મારે પણ મારા તરફથી બહેનને કંઇક આપવું છે ". આચાર્યએ એ છોકરીને આગળ બોલાવી અને કહ્યુ, " બેટા, તારે જે આપવુ હોય તે આપ." છોકરીએ પોતાના દફતરમાંથી એક નાનુ લંચબોકસ કાઢ્યુ અને પોતાના વહાલા બહેનને આપ્યુ. બધાને આશ્વર્ય થયુ કે આ છોકરી લંચબોક્ષમાં શું લાવી. શિક્ષિકાએ લંચબોક્સ ખોલ્યુ તો એમાં થોડી રોટલી અને ગોળ હતો. શિક્ષિકા...

આત્મબળ અને પડકાર

Image
એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાનો શોખ હતો. એકવખત રાજા કોઇ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંને પક્ષી દેખાવમાં ખુબ સુંદર હતા. રાજાએ એ બંનેને તાલીમ આપીને બીજા બાજ પક્ષી કરતા જુદા પાડવાનું નક્કી કર્યુ. પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ એક ખાસ માણસની નિમણૂંક કરી. બંને બાજ પક્ષીઓને તાલીમ આપવાની એ નિષ્ણાંતે શરુઆત કરી. દિવસો પસાર થવા લાગ્યા. એક પક્ષી ખુબ સરસ રીતે આકાશમાં ઉડતું હતુ. ઉડતી વખતે જાતજાતના કરતબ પણ કરતુ હતુ જ્યારે બીજુ પક્ષી તો માત્ર ઝાડની ડાળી પર બેસી રહે. તાલીમ આપનારાએ રાજા પાસે આવીને બધી વાત કરી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઇ વ્યક્તિ પક્ષીને ઉડતુ કરી દેશે તેને 100 સોનામહોરનું ઇનામ આપવામાં આવશે. ઘણા નિષ્ણાંતો આવ્યા. જાત જાતની તરકીબો અજમાવી પણ પક્ષી ઉડવાનું નામ જ ન લે. બધાએ કંટાળીને પ્રયાસો છોડી દીધા. એકદિવસ એક સાવ સામાન્ય જેવો દેખાતો ખેડુત રાજાને મળવા આવ્યો અને પક્ષીને ઉડતુ કરવાની જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી. રાજાએ કહ્યુ , " ભાઇ , આ ક્ષેત્રના મોટા મોટા નિષ્ણાંતો પણ આ કામ કરી શક્યા નથી મને લાગે છે કે તું...

દુઃખ:- એક ઈશ્વરીય સંકેત

Image
એક ભાઇને બોર ખુબ ભાવે. માણસોને કેરી ભાવે પણ આ ભાઇને બોર કેરી કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે. બોર જોઇને એ પોતાની જાતને રોકી જ ન શકે. એકદિવસ આ ભાઇ એના એક મિત્રની વાડીએ ગયા. મિત્રની વાડીમાં બોરડી પણ વાવેલી અને ખુબ સારા બોર આવેલા. પેલા ભાઇ તો સીધા જ બોરડી પાસે પહોંચી ગયા અને જાણે કે સાત જન્મના ભૂખ્યા હોય એમ બોર પર તુટી પડ્યા. ઉતાવળે- ઉતાવળે બોર ખાવામાં બોરનો ઠળીયો અંદર જતો રહ્યો. ઠળીયો જો પેટમાં ઉતરી ગયો હોત તો તો બીજો કોઇ વાંચો નહોતો પરંતું એ અન્નનળીમાં ક્યાંક ફસાઇ ગયો. ઠળીયો ન તો બહાર આવે કે ન તો અંદર જાય. પેલા ભાઇ બરોબરની તકલીફમાં મુકાયા. આંખમાંથી આંસુ ચાલ્યા જાય અને કંઇ બોલી પણ ન શકાય. થોડીવાર પહેલાની મજા હવે સજામાં ફેરવાઇ ગઇ. મિત્રની પરિસ્થિતી જોઇને ખેતરના માલીક એમના મિત્રને પોતાની ગાડીમાં લઇને હોસ્પીટલ પહોંચ્યા. ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી પણ ઠળીયો ક્યાં સલવાયો છે તેની કંઇ ખબર પડતી નહોતી. ઠળીયાનું સ્થાન જાણવા માટે રેડીયોલોજીસ્ટ ડોકટરની સેવા લેવાનું નક્કી કરવામાં આવ્યુ અને દર્દીને રેડીયોલોજીસ્ટને ત્યાં રીફર કરવામાં આવ્યા. રેડીયોલોજીસ્ટ ડોકટરે તમામ પ્રકારના ટેસ્ટ કર...