Posts

Showing posts from March, 2018

આ કવિતા એટલે શું?

Image
આ કાવ્ય/ કવિતા એટલે શું? આ કવિતા એટલે શું? ઘણી વાર મને આવો વિચાર આવે છે અને વિચારતા અને શોધખોળ કરતા એવું પણ જ્ઞાત થયું કે વેદકાળથી ભલભલા પંડિતોએ આ શબ્દ નો અર્થ શોધવામાં પોતાની જાત ઘસી નાખી છે. અને હું રહ્યો એક નાનો અબુધ જીવ...! મને કવિતાની ગૂઢ વ્યાખ્યાઓની તો ખબર નથી પણ મૂંઝવણ એક ચોક્કસ થઇ છે.... કવિતા લખે એ કવિ ? કે કવિ લખે એ કવિતા?  કવિતાથી કવિનું અસ્તિત્વ/ઓળખ છે કે કવિથી કવિતાનું અસ્તિત્વ/ઓળખ છે?  અન્ય મુંઝવણથી વાકેફ કરું તો છંદમાં લખાય એ કવિતા? જે ગાઈ શકાય એ કવિતા? જેનો પ્રાસ મળે એ કવિતા ? અલંકૃત શબ્દોથી મઢી હોય અને શબ્દો આગળ પાછળ કરી લખાઈ હોય એ જ કવિતા? આ કવિતા એટલે ખરેખર શું ? શું કવિતા સરળ અર્થસભર પણ હોઈ શકે? છંદ, લય, અર્થ, કલ્પના   અને પ્રાસનો સરવાળો એ જ કવિતા? શું કવિતા છંદોબદ્ધ ન હોય તો પણ ગાઈ શકાય?  પંડિતો ની વ્યથા હવે મને સમજાઈ કે એ અમસ્તી જ નથી....અને આનો સરળ જવાબ ઘાયલ પણ કહી ગયા છે કે ... તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારાં , પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી? કાવ્યની વ્યાખ્યા કવિએ કવિએ, ...

શું વાસ્કો ડી ગામાએ ભારત આવવાનો માર્ગ શોધ્યો?

Image
  શું વાસ્કો ડી ગામાએ ભારત આવવાનો માર્ગ શોધ્યો?   ભારતીય નૌકા ઉદ્યોગ અને એનો નાશ કરવાનું સુનિયોજિત કાવતરું ભારતની નૌસેનાએ આજે પોતાના મુદ્રાલેખ "शं नो वरुण:" રાખેલ છે. જેનો અર્થ થાય છે, ' હે વરુણ દેવતા અમારું કલ્યાણ  કરો.' સમુદ્રી ઇતિહાસ ભારતનો ખુબ જ સમૃદ્ધ રહ્યો છે. મહર્ષિ અગસ્ત્ય સમુદ્રી દ્વિપો અને દ્વિપોન્તરોની યાત્રા કરનારા મહાપુરુષ હતા. આ કારણથી જ મહર્ષિ અગસ્ત સમુદ્રને પી ગયેલા એવી કથા પ્રચલિત થઇ હશે. આ ઉપરાંત નૌકાવિજ્ઞાન અને તેની બનાવટની ફાવટ પણ હિન્દુસ્તાનમાં પહેલેથીજ સિદ્ધહસ્ત ગણાય છે. આના કેટલાય પ્રમાણો આજે પણ મોજુદ છે. પાંચમી સદીમાં જન્મેલા વરાહમિહિરના પુસ્તક 'બૃહતસંહિતા' માં તથા અગિયારમા સદીમાં થઇ ગયેલા રાજા ભોજ દ્વારા રચિત 'યુક્તિ કલ્પતરૃ'શાસ્ત્ર માં પણ વહાણોના નિર્માણ ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.  'વૃક્ષ આર્યુર્વેદ'માં લાકડાના પ્રકારો વર્ણવામાં આવ્યા છે. કોમળ અને સહેલાઈથી જોડી શકાતા લાકડામાંટે 'બ્રાહ્મણ' શબ્દ, વજનમાં હલકું છતાં કઠણ લાકડું અને જેને બીજા લાકડા સાથે જોડવું અઘરું છે તેવા લાકડાને ...

થેન્ક યુ ડોક્ટર !!

Image
"થેન્ક યુ, ડોક્ટર સાહેબ. થેન્ક યુ કહેવા માટે હું છેલ્લા ત્રણ દિવસથી આપની હોસ્પિટલમાં આવું છું. પણ સમયના અભાવે અને ઓપરેશનોની વ્યસ્તતા વચ્ચે આપ મને મળી શક્યા નથી...આજે મુલાકાત પૂર્ણ થઈ." મેં સાહજિક જ પૂછ્યું, " કેમ, શેનું થેન્ક યુ?? " "ત્રણ દિવસ પહેલાં જ મારા પિતાજીનું અવસાન થયું. ઘરે જ હતા ને એકદમ...બસ એના માટે જ..!!" આશ્ચર્ય થયું ને તમને વાંચીને? મને પણ આઘાત સાથે આશ્ચર્ય થયું!! એમને વચ્ચે જ અટકાવી આશ્ચર્ય સાથે મેં પૂછ્યું. " શું? તમારા પિતાજીનું અવસાન થયું, તમે મને એ માટે થેન્ક્સ કહેવા આવ્યા છો?" "હા!!" વધુ કાંઈ આગળ કહેતા પહેલા હું સીધો એક-દોઢ વર્ષ પહેલાના કાળખંડમાં સરી પડ્યો અને હવે તમને પણ લઈ જઉં!! 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ વર્ષ 2016 ઓક્ટોબર મહિનો. મારા કન્સલ્ટિંગ ચેમ્બરમાં એક દંપતિ સાથે એક 80 વર્ષના વૃદ્ધ દાખલ થયા. વૃદ્ધનું નામ મહેશ ગુપ્તા હતું અને તેઓ એમના દીકરા અને વહુને લઈને આવ્યા હતા.  સ્વભાવે સરળ જણાતા તેઓ ઓછાબોલા વ્યક્તિત્વના મને લાગ્યા. તબિયત આમ તો બરાબર જ હતી અને શારીરિક સ્ફૂર્તિ પણ કોઈ યુવાનને શ...

ડો. અબ્દુલ કલામ: આપણી ભારતના ઇતિહાસ અને સંશોધનો પ્રત્યેની માનસિકતા

Image
1835ની સાલમાં લોર્ડ થોમસ બોબિંગટન મેકૌલેએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરુ કરી. તેનો હેતુ હતો - આગામી પેઢીના ભારતીય લોકો પોતાની પરંપરા, સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે ગૌરવનો ભાવ ન રાખે. એ સમયે દેશમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં સંસ્કૃત પાઠશાળાઓ અને ઉચ્ચ શિક્ષણ માટેની વિદ્યાપીઠો હતી. ધીરે ધીરે એ સંસ્કૃત શાળાઓને સમાપ્ત કરીને ઉચ્ચ શિક્ષણ માટે અંગ્રેજી શાળાઓ અનિવાર્ય બનાવી. (વાંચો ENGLISH EDUCATION ACT, 1835 કે જે લોર્ડ વિલિયમ બૅટિક દ્વારા સ્વીકૃતિ પામ્યો) આ શાળાઓ માટે જે પાઠ્યક્રમ બનાવાયો, જે પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા તેમાં કોઈ પણ વિષયમાં ભારતનું પ્રદાન છે એવા પ્રકારનો કોઈ સંદર્ભ જ ના આવે એનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવ્યું. વિજ્ઞાન અને સંશોધનના વિષયમાં આ બાબતનું સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. પરિણામે અંગ્રેજી શાળાઓમાં ભણીને બહાર નીકળતા ડિગ્રીધારીઓ ભારતના પ્રદાન અંગેની સમસ્ત જાણકારીથી વંચિત રહી ગયા.  અંગ્રેજોનો ઉદેશ્ય તો સામ્રાજ્યવાદી હતો એથી એમણે શિક્ષણને આ દેશના મૂળમાંથી કાપી નાખવાના પ્રયત્નો કર્યા. પરંતુ સ્વાંતત્ર્ય પછી લોકોની આશા અને કલ્પના હતી કે દેશમાં આત્મવિશ્વાસનો ભ...